Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૨૧૦
ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ
પ્રખ્યાત છે. તે કલ્પ-સૂત્ર નામના આખા ગ્રંથનું બનેલું છે, જેને ત્રણ ભાગ છે. જો કે યાકેબી અને બીજાઓ સારી રીતે માને છે કે “સામાચારી યા યતિના નિયમે નામને ત્રીજો ભાગ કે જે પર્યુષણ ક૫” તરીકે ઓળખાય છે તે જ આ છે અને બાકી રહેલા આચારસાઓ સાથે તેને ભદ્રબાહુનો ગણાવી શકાય.'
ભદ્રબાહુ રચિત કલ્પસૂત્રના વિષયને અહીં વિગતથી ચર્ચવાની આવશ્યકતા નથી. મહાવીર અને તેમના પુરોગામી ત્રેવીસ તીર્થકરોનાં ચરિત્ર, મહાવીરના અનુગામી જૈન સિંઘના આચાર્યો તથા યતિઓને પાળવાનાં વિધિવિધાન વગેરે વર્ણન પ્રસંગે આપણે તેને નિર્દેશ કર્યો છે. છેદસો બાબત આટલી ચર્ચા બાદ આપણે જૈન સિદ્ધાંતના બાકીના બે સમૂહ ચાર મૂલસૂત્રો અને બે ચૂલિકાને ટૂંકમાં વિચારીશું.
પ્રથમ મૂળસૂત્રો લેતાં જૈન સિદ્ધાંતના આ સમૂહનું નામ શંકાસ્પદ લાગે છે. સામાન્યતઃ તેને અર્થ મૂલ ગ્રંથ એ થાય. ડાં. શાર્પેટિયરના મતે બુદ્ધની માફક જેનોએ પણ “મૂળ ગ્રંથના” પર્યાય તરીકે મૂળ શબ્દ વાપર્યો હોય તેમ લાગે છે, અને તે પણ મહાવીરના પિતાના મૂળ શબ્દોને અનુલક્ષીને જ. આ સૂત્રના વિષય સંબંધમાં પ્રથમના ત્રણ સાહિત્યિક દષ્ટિએ મહાન અગત્યના છે. પ્રાચીન કાવ્યના નમૂના સમું પહેલું ઉત્તરાધ્યયન સિદ્ધાંતના અમૂલ્ય ખજાનારૂપ છે. સાધુની આદર્શ જીવનચર્યાને લગતા નિયમને અને તે વિષયને સ્પષ્ટ કરતી ઉપમાઓથી તે ભરેલું છે. યાકેબીએ ટૂંકમાં દર્શાવેલ પ્રાચીન વિદ્વાન મતાનુસાર મૂળ ગ્રંથને ઉદ્દેશ “નવીન સાધુને તેના મુખ્ય આચારોનું સૂચન કરવાને, ઉપદેશો અને ઉદાહરણથી સાધુ જીવનની મહત્તા બતાવવાને, તેના આધ્યાત્મિક જીવનમાં રહેલ ભયરથાને સામે ચેતવણી આપવાનું અને કેટલીક સિદ્ધાંતવિષયક માહિતી આપવાને છે.
જૈન સાહિત્યના અર્વાચીન વિદ્વાનોના મતે તેમાં ઘણે ખરે હેવાલ આપણુ પર પ્રાચીનતાની છાપ પાડે છે અને તે આ પ્રકારના બૌદ્ધ ગ્રંથે તેમ જ સિદ્ધાંતના પ્રાચીનતમ વિભાગ બીજા અંગનું સ્મરણ કરાવે છે. આમ તે તેના ઉદ્દેશ અને તેમાં ચર્ચાયેલ વિષયેના સિંબંધમાં સૂત્રકૃતાંગને મળતું આવે છે. તેમ છતાંય ઉત્તરાધ્યયનમાં “પ્રસંગે પ્રસંગે નાસ્તિકવાદની ચર્ચા કરી છે, જે કે સંપૂર્ણ રીતે તો નહિ જ. દેખીતી રીતે આ દિશા તરફનાં ભયસ્થાને સમય જતાં ઓછાં થતાં ગયાં અને સંપ્રદાયની સંસ્થા દૃઢ બની ગઈનવીન સાધુને જીવ અને અજીવ સંબંધી સંપૂર્ણ જ્ઞાનની આવશ્યકતા વધુ રસપ્રદ હોય તેમ લાગે છે, કેમકે પુસ્તકને અંતે આ વિષેને એક વિસ્તૃત નિબંધ ઉમેરવામાં આવ્યું છે. ૫
1. Jacobi, Kalpa-Sudra, pp. 22-23; Winternitz, op. and loc. cit.; Weber, op. cit., p. 211. 2. Charpentier, op. cit., Int., p. 32. 3. Jacobi, SB.E, xls, Int., p. xxxix. 4. CJ. Charpentier, op. cit., Int., p. 34; Winternitz, op. cit., p. 312; Weber, op. cit., p. 310. 5. Jacobi, op. and loc. cit.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org