Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૨૦૪
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
પદ્યમાં છે અને તેમાં ઉપમાનાં અનેક દૃષ્ટાંતા છે. દાખલા તરીકે “ જેમ કૈંક જેવાં શિકારી પક્ષીએ જેની પાંખેા પૂરતી વિકસિત નથી તેવાં બચ્ચાંઓને ઊચકી જાય છે તેમ સિદ્ધાંત વિનાના મનુષ્ય નિયમથી અપરિપકવ એવા ખાલજીવાને લલચવી,
ખેંચી જાય છે.’૧
મહાવીરના પ્રતિસ્પર્ધિ યુદ્ધ અને અન્ય સાંપ્રદાયિક ગુરુએ સામેના પ્રત્યુત્તરથી સૂત્રકૃતાંગ શરૂ થાય છતાં પણ વિન્ટરનિટઝના મતાનુસાર આ સૂત્રમાંના સંસાર અને કર્મ વિષેના સિદ્ધાંતા આ નાસ્તિક મતાથી કાંઈ વિશેષ જુદા પડતા નથી. બૌદ્ધગ્રંથામાં પણ નીચેના દાર્શનિક વિચારે મળે છેઃ
*
· માત્ર હું દુઃખ પામું છું એમ નથી, દુનિયાના સર્વે પ્રાણી દુ:ખ અનુભવે છે; ડાહ્યા પુરુષે આમ વિચાર કરવા અને જે કાંઈ દુઃખ આવી પડે તે અવિકારી શાંતિથી ભાગવું જોઇએ.” ૨
સાધુજીવનના માર્ગમાં આવતાં અનેક કષ્ટો અને લાલચેાના આમાં બારીક વિચાર કરેલા છે અને ખાલસાને વીરતાપૂર્વક તે સર્વનો સામનો કરવા વારંવાર સૂચવેલું છે. સ્ત્રીએ પ્રતિની લાલચથી ચેતતા રહેવાની ખાસ સલાહ આપવામાં આવી છે. આવી ચેતવણી આપતાં ઘણી ખરી વખત હાસ્યરસના તેને પાશ આપવામાં આવ્યા છે કે જે સમગ્ર વાતાવરણને વધારે સારું અનાવે છે. દાખલા તરીકે “ સ્ત્રીએ જ્યારે પુરુષોને લુબ્ધ બનાવે છે ત્યારે તેને અનેક કાર્ચ માટે મેકલે છેઃ શીશીના બૂચ ખેલવાના પેચ લાવા, સુંદર ફળ લાવે, શાર્ક બનાવવા માટે લાકડાં લાવે...; મારા પગે મેંદી મૂકા, મારી પીઠ દાખે..... મારી દેવદર્શનની ડબ્બી, ઘરેણાં તથા વીણા આપે.... ચીપીએ, કાંસકી તથા અંબાડાનું નાડું લાવો; આરિસા લાવે અને દાતણ મારી પાસે મૂકે !”
ખીજાં એ અંગે સ્થાનાંગ અને સમવાયાંગના સમગ્ર વિચાર કરીએ. બુદ્ધોના અંગુત્તર નિકાયની માફ્ક જૈન આગમ સાહિત્યના આ બે ગ્રંથા અગત્યના ધાર્મિક વિષયા અનુક્રમે ચર્ચે છે. સ્થાનાંગ ૧ થી ૧૦ સુધી અને સમવાયાંગ ૧ થી ૧૦૦ અને વળી ૧૦૦૦,૦૦૦ સુધી. બંને આગમેાના વિષય બાબત એટલું કે વિચ્છેદ થયેલ બારમા અંગ દૃષ્ટિવાદના વિષયની અનુક્રમણિકા સ્થાનાંગમાં છે અને તે ઉપરાંત સાત નિન્હેવા, તેના ઉત્પાદકે અને તેમનાં સ્થળ આદ્ધિ પણ તેમાં છે.પ સમવાયાંગમાં બારે અંગના વિષયની નોંધ ઉપરાંત જૈન ઇતિહાસ, દંતકથાઓ તથા સિદ્ધાંતના નિર્દેશ અને નોંધ છે. સિદ્ધાંતના અગણિત સમૂહને વાસ્તવિક રીતે સમજવા માટેના સંપૂર્ણ ખજાના આ બે અંગામાં છે.
1. Cf. Jacobi, S.B.E., xlv., p. 324.
2. Cy. ibid., p. 251.
3. Ibid., pp. 276, 277.
4. Winternitz, op. cit., p. 300; Belvalkar, op. and loc. cit.
5. Cf. Winternitz, op. and loc. cit.; Weber, I.A., xviii., p. 370.
6. Cf. Winternitz, oh, and loc. cit.; Weber, oh. cit., p. 377. “ To the detailed consideration af the 12 Angas there is appended here, as in the Nandi, a passage on the entire Duvalasangom
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/