Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉત્તર હિંદનું જૈન સાહિત્ય
૨૦૩ ચર્ચા તથા પદ્ધતિમાં જુદા પડે છે. તેમને પહેલે વિભાગ અસ્તિત્વ ધરાવતા સાહિત્યમાં પ્રાચીનતમ નહિ તે પણ પ્રાચીન હોવાની છાપ પાડે છે. સૂત્રકૃતાંગ અને સિદ્ધાંતના બીજા મૂળ ગ્રંથની માફક આચારાંગના મોટા પેરેગ્રાફને અંતે પણ ત્તિ વૈમિ (રૂતિ દ્રવી)
હું આમ કહું છું” આ શબ્દો આપે છે અને તે પદ્ધતિ અનુસરવામાં મહાવીરના શિષ્ય સુધર્માનું સ્થાન છે. ગદ્યવિભાગ આ પ્રમાણે શરૂ થાય છે. સુર્ય મે કાસમ ! તે મવા પુર્વ અTચમ્ (“હે આયુષ્મન ! મેં સાંભળ્યું છે કે તે ભગવતે આમ કહ્યું છે.”) મહાવીરના ઉદ્ધારને આ અનુવાદ સુધર્માએ પોતાના શિષ્ય જંબૂને સંબોધીને કહ્યો છે.
ધર્મકથા, ગણિત (કાલ), દ્રવ્ય અને ચરણકરણ એ શાસ્ત્રોના ચાર અનુગ પૈકી માત્ર એકનું આચારાંગ સત્રમાં વર્ણન છે. તેમાંને ઉપદેશ સમભાવી અને નિષ્પક્ષપાતી અવાજે આપેલ આધ્યાત્મિક ગુરુની ગંભીર ચેતવણીરૂપ છે; તે સૂત્રને એક વિભાગ ટાંકીએ?
ભૂત, વર્તમાન અને ભવિષ્યને અહંતે અને ભગવંતે બધાય આમ જ કહે છે, બેલે છે, જણાવે છે, સમજાવે છે કે બધાય શ્વાસે શ્વાસ લેતા, અસ્તિત્વ ધરાવતા, જીવન વીતાવતા ચેતનમય પ્રાણીઓને મારી નાંખવા નહિ, તેમની સાથે હિંસક રીતે વર્તવું નહિ, તેમને ગાળ ન દેવી, પીડા ન આપવી તથા તેમને હાંકી કાઢવા નહિ.
“આ શુદ્ધ, અપ્રતિમ અને શાશ્વત નિયમ સંસારનું સ્વરૂપ જાણનાર જ્ઞાની પુરુષોએ પ્રરૂપેલ છે. આ નિયમ ગ્રહણ કરીને કેઈએ તે છૂપાવે નહિ કે તેને તજી દે નહિ, સાચી રીતે એ નિયમનું સ્વરૂપ સમજનારે ઈદ્રિના વિષે પ્રતિ ઉદાસીન ભાવ કેળવ જોઈએ અને “સાંસારિક હેતુથી કાંઈપણ ન કરવું જોઈએ..” જેઓ સાંસારિક સુખમાં લુખ્ય બને છે તેઓ વારંવાર જન્મ મરણ કરે છે. “દૃઢતાથી અપ્રમાદી રહી રાત દિવસ તું પ્રયત્ન કરી નિરંતર તારી બુદ્ધિ સમતોલ રાખી એટલું જેતે રહે કે મેક્ષ પ્રમાદીથી દૂર રહે છે, જે તે પ્રમાદરહિત બનીશ તે તું જીતીશ. આમ હું કહું છું.”
બીજું અંગ સૂયગડાંગ યા સૂત્રકતાંગ કાવ્યમાં દાર્શનિક ચર્ચા કરે છે અને છેવટે કિયાવાદ, અક્રિયાવાદ, નયિક અને અજ્ઞાનવાદ સામે પ્રત્યુત્તર આપે છે. આ સૂત્રને હેતુ બાલ સાધુઓને નાસ્તિક સિદ્ધાંતમાં રહેલ ભય તથા લાલચની ચેતવણી આપી તેથી બચાવી પિતાના સિદ્ધાંતમાં દઢ કરી તેમને મોક્ષે દોરી જવાનો છે. આના પણ પ્રથમ અંગની માફક બે વિભાગ છે. અને કેબી તથા અન્ય વિદ્વાનોના મતે સિદ્ધાંતના પ્રાચીનતમ ગ્રંથમાં આનું સ્થાન પ્રથમ છે. બુદ્ધસાહિત્યની માફક આ ગદ્ય અને
1. CS. Weber, op. cit., p. 340; Jacobi, p. cit., pp. 1, 3; Vaidya ( P. L. ), Stayagadan, pp. 65, 80.
2. अनुयोगः चत्वारि द्वाराणि-चरणधर्मकालद्रव्यारख्यानि . . . रक्खिअज्जेहिं । जुगमासज्ज विभत्तो મgયો તો શો વા€T –Avasyaha-Sitra, p. 296.
3. Jacobi, p. cit, pp. 36–37. 4. C.Vaidya (P. L. ), op. cit, pp. 3–11. 5. Cf. Jacobi, op. cit., Int., p. xli; Winternitz, op. cit., p. 297.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org