Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉત્તર હિંદનું જૈન સાહિત્ય
૨૦૧
જો કે તેઓ તેના કેટલેક અંશે ઉપયોગ કરતા તો દેખાય છે.’૧. આ ઉપરાંત મહાવીરની દંતકથા આ ગ્રંથમાં દેખાય છે તે જ રીતે મથુરાના શિલ્પકામમાં આલેખેલી છે અને જૈન સાધુઓને વાચક૨-ઉપદેશકના નામે ઓળખાવેલા છે. ડૉ. વિન્ટરનિટઝના મતે આ પાછળની વિગત ઇ. સ. પહેલાં જેનેાના પવિત્ર ગ્રંથા અસ્તિત્વમા હૈાવા જોઇએ તેના લેખી પુરાવા પૂરા પાડે છે. આ ઉપરાંત આગળ જોઈ ગયા તેમ અપવાદ તરીકે જૈનસાધુએ નગ્ન વિડુરી શકે છે એમ શ્વેતાંબર ગ્રંથામાં જણાય છે. આ પૂરવાર કરે છે કે મૂળ ગ્રંથોમાં મનગમતા ફેરફાર કરવાની કાઇએ હિંમત કરી નથી અને તે વારસામાં જેમ હતા તેમ આપવામાં આવ્યા છે. અંતમાં જૈન દંતકથાના તથ્યના સાબૂત પુરાવા એ છે કે ઘણી ઉપયોગી વિગતામાં તે બરાબર બુદ્ધ દંતકથાઓને મળતી આવે છે.
64
કેટલાક વિદ્વાનેાના અભિપ્રાય પ્રમાણે શાસ્રના ખાસ અગત્યના ભાગામાં ગ્રીક ખગોળને લગતા વિચારાના ઉલ્લેખ ન હેાવાથી એ વાતની ચોકકસ સાબીતી મળે છે કે છેવટે ઈ. સ. પહેલી શતાબ્દિથી તે શાસ્ત્રો અય્યાધિત રહ્યાં હાવાં જોઇએ.૪ આ ઉપરાંત તેમાંના છંદ ઉપરથી યાકેાખી જેવા ખારીક અવલાકનકાર તથા હિંદી છંદઃશાસ્ત્રના નિષ્ણાતને પણ તેમજ લાગે છે કારણ કે સામાન્યતઃ આ સિદ્ધાંતગ્રંથામાં વપરાયેલ વૈતાલિય, ત્રિષ્ટુભ અને આર્યાં, પાલી સિદ્ધાંતગ્રંથામાંના છંદો કરતાં વિકસિત છે; જ્યારે તે લલિતવિસ્તર અને ઉત્તર હિંદના અન્ય બુદ્ધગ્રંથા કરતાં દેખીતી રીતે જૂના છે. આ આધારભૂત પુરાવા પરથી યાકોબી એ અનુમાનપર આવ્યા કે સિદ્ધાંતના મુખ્ય તથા અગત્યના પ્રાચીન ભાગ ઈ. સ. પહેલા સૈકા અને ત્રિપિટકની વચ્ચે અર્થાત્ ઈ. સ. પૂર્વે ૩૦૦ થી ઈ. સ. ૨૦૦ દરમિયાન રચાયેલ હાવા જોઇએ અને હું પણ આ અનુમાન પ્રામાણિક માનું છું.”
પ
આ ઉપરાંત આખાય સિદ્ધાંતમાં છૂટાછવાયા ઘણા ફકરાએ છે કે જે જૈસિદ્ધાંતના સમય નક્કી કરવામાં મદદરૂપ થઈ પડે છે. આવા ફકરાને! વિચાર ક્ષેત્રમહારને છે, પણ અહીં માત્ર એક દૃષ્ટાંત લઇએ કે જે તે સમયની ચર્ચા માટે રસપ્રદ છે. ડૉ॰ શાર્પેન્ટિયરના શબ્દોમાં “ બીજા ઉપાંગ રાયપસેઈન્જ કે જેના દીનિકાયના પાયાસમુત્ત સાથેના રસપ્રદ સંબંધને વિચાર પ્રે. લાયમને કર્યાં છે તેમાં એક સ્થાને એવી નોંધ છે કે કોઈ
1. Charpentier, op. cit., Int., p. 11. Cf. Biihler o⟩. and loc. cil. 2. वाचकस्य अर्य्यबलदिनस्य
VII, etc., pp. 383–386.
-Bihler, E., i., Ins, No. III, p. 382. Ct. ibid., Ins. Nos, IV,
3. Cf. Winternitz, op. and loc. cit.
4. Cf. Charpentier, op. cit., Int., p. 25. "But an argument of more weight is the fact that in the Siddhanta we find no traces of Greek astronomy. In fact the Jaina astronomy is a system of incredible absurdity, which would have been impossible if its author had had the least knowledge of the Greek science. As the latter appears to have been introduced in India about the third or the fourth century A.D., it follows that the sacred books of the Jainas were composed before that time.”—Jacobi, opp. cit., Int., p. xl.
5. Charpentier, p. cit, Int., pp. 25-26; Jacobi, ob. cit., Int., pp. xli ff.
૨૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/