Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૭૨
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
ધાર્મિક માનસ પર મુસલમાન ધર્મની તેને સીધી અસર ગણી શકાય. શ્રીમતી સ્ટીવન્સન કહે છે કે “મુસલમાની વિજ્યની એક અસર એ થઈ કે મૂર્તિ ખંડકોની સામે અનેક જૈને તેના સાથી મૂર્તિપૂજકના નિકટ સંબંધમાં આવ્યા અને બીજી અસર એ પણ થઈ કે મૂર્તિપૂજામાંથી કેટલાક ચલિત થયા. કઈ પણ પૂવય તેના દેશબંધુને મૂર્તિપૂજા વિરોધક પ્રચાર પિતાના મનમાં આ ક્રિયાકાંડની પ્રામાણિકતાની શંકા થયા વિના સાંભળી શકતા નહિ.
સ્વાભાવિક રીતે ગુજરાતનું પાટનગર અમદાવાદ જે તે વખતે મુસલમાની અસર નીચે વધારે હતું ત્યાં જ પ્રથમ આપણે આ શંકાનાં ચિન્હ દેખીએ છીએ. ઈ. સ. ૧૪૫ર માં સૌથી પહેલાં જૈન જાતિમાં અમૂર્તિપૂજક લંકા નામની કેમ અસ્તિત્વમાં આવી અને ઈ. સ. ૧૬૫૩ માં ઢિયા અથવા સ્થાનકવાસી કહેવાતે સંપ્રદાય તેને અનુસર્યો. નવાઈ છે કે આ પ્રવૃત્તિ યુરોપમાં લ્યુથર તેમજ યુરિટન પ્રવૃત્તિની સમકાલીન છે.”
જૈન કેમના આ સંપ્રદાય વિષે કાંઈ વિશેષ કહેવાની જરૂર નથી. જૈન ધર્મના જુદાજુદા સંપ્રદાયે વિષે બોલતાં એટલું કહેવું પૂરતું છે કે દિગંબરે મુખ્ય ચાર જાતિઓમાં વહેંચાયેલા છે; તાંબરે ૮૪ અને “સ્થાનકવાસી લગભગ ૧૧ જાતિઓમાં વહેંચાયેલા છે. ઈ. સ. ની દશમી સદી પહેલાં આ જાતિઓમાંની કેઈનો પણ જન્મ થયે ન હતું તેમજ સ્થાનકવાસી જૈને સિવાય લગભગ ઘણીખરી જાતિઓનો લેપ પણ થયે છે. જે કેટલાક અસ્તિત્વમાં હશે તે વેતાંબર દિગંબરના વિરોધની જેમ ભાગ્યેજ પરસ્પર ખુલ્લે તિરસ્કાર કે કડવાશ ધરાવતા હશે.
અહીં એટલું કહ્યા વિના ચાલે તેમ નથી કે મહાવીરના સમયથી કહો કે તે પહેલાંથી મતભેદનું તૂત એ જૈનધર્મની ખાસિયત જણાય છે. ભારતના બીજા સંપ્રદાયે વિષે એમ હશે કે નહિ તે અમે કહી શકતા નથી, પરંતુ એટલું તે ચેકસ જણાય છે કે તેઓ જેના જેટલી હદે કદી પહોંચ્યા જણાતા નથી. ૨૦૦૦ વર્ષ ઉપરાંતના આ ગાળામાં જૈન સંપ્રદાયના જીવનમાં જે મતભેદો ઉત્પન્ન થયા છે તે ઘણું કરીને નીચેના કારણોને લઈ ઉદ્દભવ્યા જણાય છે. કેટલાક તો મહાવીરના કથનની ગેરસમજૂતી અથવા કઈક નાપસંદગીને કારણે ઉભા થયા હશે; બીજા જૈનધર્મ ગ્રહણ કરનાર લેકે જે દેશ અને જાતિમાં તેઓ ઉત્પન્ન થયા હોય ત્યાની ખાસ પરિસ્થિતિ અને સંજોગોને લીધે, અને છેવટે જૈન સાધુઓના મુખી યા ખાસ આચાર્યની જુદી જુદી માન્યતા અને જૈન સાધુસંઘોના પરસ્પર મતભેદથી ઉભા થયા હશે.* 1. Stevenson (Mrs), op. cit., p. 19.
2 વિન્નરઃ પુનર્નાસ્ટિT: grળવાત્રા ते चतुर्धा, काष्ठासंघ-मूलसंघ-माथुरसंघ-गोप्यसंघभेदात् ।
--Premi, op. cit., p. 44. 3 Cf. Stevenson (Mrs), op. cit., p. 13.
4. Just to illustrate all these we may take for the first the seven schisms and the
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org