Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રાજવંશમાં જૈનધર્મ સ્વીકારવા ઇરછે છે કે તેઓ તેની સાથે યુદ્ધ કરશે. તે ઉપરાંત મહાવીરના નિર્વાણ પ્રસંગે ઉપરોકત અઢાર રાજાઓએ પ્રસંગોચિત ઉત્સવ કર્યો હતે.”
આ બધા ઉપરથી એમ ચોક્કસ લાગે છે કે આ બધા સહાયકારી મંડળોનું એક મુખ્ય લક્ષણ એ હતું કે આમાંના ઘણાખરા મંડળ મહાવીર અને તેના કથનની પ્રત્યક્ષ કે પક્ષ અસર નીચે આવ્યા હતા. આ બધા ધર્મ જૈન હતા કે નહિ તે કહેવું મુશ્કેલ છે, પણ એટલું તે ખરું છે કે તેઓ બધા તેમને શાબ્દિક સહાનુભૂતિ કરતાં કાંઈક અધિક સંગીન મદદ આપતા હતા.
પહેલાં વિદેહને વિચાર કરતાં જણાય છે કે “તેઓની રાજધાની મિથિલા હતી જેને કેટલાક નેપાલની સરહદમાં આવેલ નાના ગામ જનકપુરના સ્થાને હોવાનું કહે છે પણ તેમને એક વિભાગ વૈશાલીમાં આવી વસ્યા હોય. મહાવીરના માતા રાજકુમારી ત્રિશલા જે વિદેહદત્તા પણ કહેવાય છે તે પ્રાયઃ આ વિભાગનાં હતાં.”૨ અગાઉ જણાવ્યા પ્રમાણે જેનસૂત્રોમાં મહાવીરના વિદેહો સાથેના સંબંધ વિષે અહીંતહીં છૂટાછવાયા ઉલેખે મળે છે. આચારાંગસૂત્રમાં નીચેને ઉલેખ છેઃ “મહાવીરની માતાનાં ત્રણ નામ હતાં ? ત્રિશલા, વિદેહદત્તા અને પ્રિયકારિણી. ૩
તે સમયે, તે કોલે, શ્રમણ ભ૦ મહાવીર, જ્ઞાતૃ ક્ષત્રિય, જ્ઞાતૃપુત્ર, વિદેહનિવાસી, વિદેહના રાજકુમાર “વિદેહના નામથી ૩૦ વર્ષ રહ્યા.”૪
કલ્પસૂત્રમાં ઉલ્લેખ છે કેઃ “શ્રમણ ભ૦ મહાવીર... જ્ઞાતૃ ક્ષત્રિય, જ્ઞાતૃ ક્ષત્રિયના સુપુત્ર જ્ઞાતૃવંશના ચંદ્રમણિ, વિદેહ, વિદેહદત્તાના પુત્ર, વિદેહનિવાસી, વિદેહના રાજકુમાર તેમના માતપિતાના સ્વર્ગગમન સુધી ૩૦ વર્ષ વિદેહમાં રહ્યા હતા"
આમ જેનસૂત્રમાંથીજ નીચેના મુદ્દાઓ મળે છે. વિદેહની એક જાતિ વિદેહની રાજધાની વૈશાલીમાં આવી વસી હતી; ત્રિશલાદેવી આ વિદેહ જાતિનાં હતાં અને મહાવીર વિદેહે સાથે ગાઢ સંબંધથી જોડાએલા હતા. આમ છતાં પ્રથમ મુદ્દાને વધુ સ્પષ્ટ કરવાની જરૂર છે; જેમ મહાવીર વિદેહ હતા તેમ ડૉ. યાકેબીની માન્યતાનુસાર તે વૈશાલીક એટલે વૈશાલીનિવાસી પણ હતા. આ રીતે રાજા સિદ્ધાર્થનું કંડપુર અથવા
1. Jacobi, S.B.E., xxii., Int., p. xii. Cf. ibid., p. 266; Law (B. C.), Some Kshatriya Tribes of Ancient India, p. 11; Raychaudhuri, op. cit., p. 128; Bhagavati, stut. 300, p. 316; Hemacandra, op. and loc. cit.; Kalpa-Sutra, Subhodhikā-?ika, sut. 128, p. 121; Pradhan, op. cit., pp. 128-129; Hoernle, op. cit., ii., Appendix II, pp. 59-60.
2. Raychaudhuri, op. cit., p. 74; સમસ્સ i માવો મદારસ માયા . . . તિસા શું વા વિહિના ૬ વા વારિ ૪ વા. . . .-Kalpa-Stra, Stabhodhika-Tala, std. 100, p. 89.
3. Jacobi, op. cil., p. 193. 4. Ibid., p. 194. 5. Ibid, p. 256. 6. Ibid., Int, p. xi,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org