Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
કલિંગદેશમાં જૈનધર્મ
૧૬૧ સુંગવંશને રાજ્યપ્રદેશ ઉત્તર હિંદની તે સમયની રાજધાની પાટલીપુત્ર (જૂનું પાલિત્ર અને આજનું પટણ) અને તેની આસપાસના મધ્ય પ્રદેશ હતા; તેને વિસ્તાર નર્મદાની દક્ષિણ સુધી થયે; તે ઉપરાંત બિહાર, તિરહુત અને આજના આગ્રા તથા આઉધના સંયુક્ત પ્રાંત પણ હતા. પંજાબ તે છેલ્લા મૌર્યો અને સુંગો પાસેથી ગયેલું જ હતું.
બ્રહસ્પતિ અને પુષ્યમિત્રના એક વ્યક્તિત્વને બૃહસ્પતિ અને પુષ્ય નક્ષત્રોના સંબંધના કારણે પણ ટેકો મળે છે. આ વિષે મિમિથ કહે છે કે “બહપતિ એ બહસતિમિત્રનું પર્યાય નામ છે, જે નામ સિક્કા અને ટૂંકા લેખમાં મળે છે. આ બન્ને સંસ્કૃત બૃહસ્પતિના પ્રાકૃત પર્યા છે. વૃહસ્પતિ એ પુષ્ય યા તિષ્ય નક્ષત્રને પ્રધાન મનસૂ છે. બહપતિ એ ચક્કસ પુરાણ પ્રમાણેના પહેલા સુંગવંશને પુષ્યમિત્રનું બીજું નામ છે
મિત્ર હરપ્રસાદ શાસ્ત્રી આ હકીકતને ટેકે આપતાં કહે છે કે “હેતુ અને કાર્યમાં અશોક એ બૈદ્ધ રાજા હતું અને તે ધર્મધ પણ હતું. તેણે સામ્રાજ્યમાં પશુય બંધ કર્યા. બ્રાહ્મણના ખાસ હક્ક સામે જ આ આજ્ઞા હતી....બીજી આજ્ઞા જે માટે અશોક મગરૂરી લેતા તેમાં તેણે ભૂદેને ખાટા દે ઠરાવ્યા. બ્રાહ્મણે જે ભૂદે હતા તેમનું આ અપમાન હતું... અશકે નીમેલ ધર્મમહામાત્રે અથવા નીતિરક્ષકે એ પણ બ્રાહ્મણોના હકકપર તરાપ હતી. તેઓ આ અપમાન શાંતિથી સાંખી રહે તેવા ન હતા. બ્રાહ્મણના આ અપમાન પર કળશ તરીકે અશોકે પોતાના અમલદારને દંડ-સમતા તથા વ્યવહાર-સમતા એટલે નાત, જાત, રંગ આદિની અવગણના કરી શિક્ષા અને કાયદાનો અમલ કરવા આજ્ઞા કાઢી...આથી પ્રતિષ્ઠાસંપન્ન, પારંગત અને સ્થાપિત હકવાળા બ્રાહ્મણને પણ અનાર્યો સાથે જેલમાં રહેવાનું, ફટકાની સજા કરવાની, જીવતાં દટાવાની કે ફાંસીએ ચઢવાની સજા કરી શકાય તેમ હતું જે તેમને માટે અક્ષમ્ય હતું. પ્રભાવશાળી અશોક જીવે ત્યાં સુધી તેઓ આ અપમાન ગળી ગયા....પરંતુ તેમની નજર કેઈ લશ્કરી સરદાર તેમના પક્ષમાં લડે તે તરફ હતી, તેમને મૌર્ય રાજ્યને સેનાપતિ પુષ્યમિત્ર મળી ગયે...તે હડહડતે બ્રાહ્મણ હતો અને બૈદ્ધોને ધિકકાર.”
ટૂંકમાં બહુપતિમિત્રને પુષ્યમિત્ર તરીકે સ્વીકારવામાં કાંઈ અડચણ નથી તેમ જ તેથી કાંઈ ઐતિહાસિક ક્ષતિ પણ પહોંચતી નથી. આમ કરવાથી જ તે સમયના સમસમયી પુરુષો અને બનાવેનો મેળ ખાય છે.
ખારવેલના રાજ્ય માટે એ વસ્તુ ધ્યાનમાં રાખવી ઘટે છે કે પુષ્યમિત્ર બ્રાહ્મણ અને ખારવેલ જૈન હતો. પુષ્યમિત્રના આ બ્રાહ્મણધર્મની પ્રતિષ્ઠાના સંરક્ષણ અર્થે આરંભેલ
1. J.R.A.S, 1918, p. 545. 2. Sastri (Haraprasad),J.P.A.S.B., 1910, pp. 259-260.
3. It may be noted here that such alternative names are common in Indian history-i.e. Bimbisāra --Sreņika, Ajātasatru - Kūņiya, Asoka-Piyadasi, Candragupta -- Narendra, Balamitra-Agnimitra, Bhānumitra-Vasumitra, etc.
૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org