Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 245
________________ ૧૯૦ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ઉદ્યતનસૂરિના આ પ્રાસ્તાવિક ક્ષેક જૈન સમાજ અને હિંદી ઈતિહાસ એ બે દષ્ટિએ અગત્યના છે. ત્રીજા લેકમાં નિશેલ રાજા તેરાય યા તેરમાણ તે હણના પ્રખ્યાત સરદાર સિવાય અન્ય કેઈનથી, કે જેની સરદારી નીચે વાયવ્ય ઘાટમાં થઈ હૂણોનાં ટોળાં ઉત્તર હિંદમાં પ્રલયની માફક ફરી વળ્યાં હતાં. આ તરરાયને તેરમાણ ગણવામાં ઐતિહાસિક ભૂલ પણ નથી કેમકે હિંદી તવારીખમાં પૃથ્વીકતા તરમાણ એક જ છે. તે તે સમયની એક પ્રખ્યાત વ્યક્તિ છે કે જે આગળ જણાવ્યા પ્રમાણે ગુપ્ત સામ્રાજ્યને અંત લાવવામાં કારણભૂત એવાં હૂણ ટેળાઓને પ્રેરક હતું. તે તેના અનુયાયીઓ સાથે મધ્ય એશિયા છોડી હિંદમાં પ્રવેશે અને પંજાબ તથા દિલ્લી જીતી મધ્ય હિંદમાં માળવા સુધી ઘ. વિન્સન્ટ સ્મિથના શબ્દોમાં “હિંદપરના આ વર્ષો સુધી ચાલેલા હુમલાને તેરમાણુ નામે નેતા સરદાર હતો કે જે ઈ. સ. ૫૦૦ લગભગ માળવાને સત્તાધીશ બન્યો હતો એમ મનાય છે. હિંદી પદ્ધતિ અનુસાર તેણે મહારાજાધિરાજ પદ ગ્રહણ કર્યું હતું અને વલ્લભીને રાજા તથા ભાનુગુપ્ત આદિ અન્ય રાજાઓને પિતાના ખંડિયા રાજા બનાવ્યા હશે.” સ્વાભાવિક રીતે આ હણાધિપતિ જે મધ્ય એશિયાના આને સરદાર હતે તેણે હિંદની રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિમાં અનેક પરિવર્તન કર્યા હશે. જો કે તેની સત્તાને સમય ટૂંકે હવે તે પણ ઈ. સ. છઠ્ઠા સૈકાના પ્રથમ દશકામાં તે વિદેહ થયે ત્યારે તેણે જીતેલ હિંદના ભાગે એટલા વ્યવસ્થિત હતા કે તેના પુત્ર અને વારસ મહાવીર મિહિરકુલને તે રાજ્ય મળ્યું. આમ છતાંય પુરાતત્ત્વવિદેને તેની રાજધાની વિષે કાંઈ માહિતી નથી. જુદાં જુદાં સાધનથી માત્ર એટલું જાણી શકીએ છીએ કે સાકુલ-આજનું શિયાળકેટ એ તેના વારસ મિહિરકુલની રાજધાની હતી. તે પણ કુવલયમાલાના આધારે ચંદ્રભાગા-આજની ચિનાબ નદીના કાંઠા પરનું પવઈયા શહેર એ તેની રાજધાની હતી. આ પવઈયા કે જેનું સંસ્કૃત રૂપ પાવંતિકા યા પાર્વતી છે તેનું ઉત્તર હિંદમાં સ્થાન નકકી કરવું મુશ્કેલ છે. તેમ છતાંય યુયાનાંગની હિંદની મુસાફરીમાં મી-લે-સાન-પુલુ અર્થાત મુલતાનથી ઉત્તર-પૂર્વ ૭૦૦ લી. દૂર તે પિફાટે દેશમાં ગયાનું જણાવે છે. બૅટર્સ કહે છે કે “આ પ-ફ—ટે તે પિલા-ફા–ટે યા પર્વત છે.” આ ઉપરથી આપણે એમ અનુમાન કરી શકીએ ખરા કે ચીનાઈ મુસાફરનું પર્વત શહેર તે તેરમાની રાજધાની 1. The Hūnas were a tribe of Aryans in Central Asia. They shattered the Gupta Empire, and dominated a large part of it for a short period. The dominion of the Hūnas did not long survive the defeat and death of Mihirakula, the son and successor of Toramāņa, and this can be put down approximately in the middle of the sixth century A.D. For further information about the Hüņas see Ojha, History of Rajputana, i., pp. 53 ff., 126 ff. 2. Smith, op. cit., p. 335. C. Barnett, op. cit., p. 49. 3. Cf. Smith, op. and loc. cit.; Ojha, op. cit., p. 128. 4. CJ. Smith, op. and loc. cit.; Ojha, op. cit., p. 129; Barnett, op. cit., p. 50. 5. CJ. Watters, Yuan Chwang's Travels in India, ii., p. 255; Beal, Si-Yu-Ki, ii., p. 275 6. Watters, op. and loc. cit. Cf. Beal, op. and loc. cit. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342