Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૭૬
ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ બેકિયાના સિથિયનો પછી સુચી આવ્યા. ઈ. સ. પહેલા સૈકામાં સુચી કુષાણની પ્રખ્યાત જાતિએ વાયવ્ય હિંદ સુધી તુર્કસ્તાન અને બેકિટ્યા ઉપરાંત પિતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું ત્યારે કુષાણ સામ્રાજ્ય હિંદ અને ચીન વચ્ચે સાંકળરૂપથઈ પડ્યું, અને તે વ્યવહારનું એક સાધન પણ બન્યું કે જે ઠીક ફળદાયક નીવડ્યું. વર્તમાન શોધળથી જણાય છે કે ચીનાઈતુર્કસ્તાનમાં હિંદી સંસ્કૃતિ, હિંદી ભાષા અને લિપિઓને પ્રચાર થયો હતો. મિ. એન. સી. મહેતાના શબ્દોમાં ફરી કહીએ તે ચીનાઈતુર્કસ્તાનના ગુફામંદિરોમાં જેન વિષયને ચિત્રકામમાં ઉપગ પણ થયે છે.
હિંદી ઇતિહાસની આ સામાન્ય રૂપરેખા પરથી મથુરાના શિલાલેખે પ્રતિ વળીએ અને તેની સાથે જૈન સાંપ્રદાયિક સંબંધ વિચારીએ. કનિંગહામના નીચેના શબ્દો કરતાં તેની એતિહાસિક અગત્ય બીજી કઈ વધારે સારી રીતે ન દર્શાવી શકાયઃ “આ શિલાલેખોમાંથી મળતી હકીક્ત પ્રાચીન હિંદી ઇતિહાસ માટે ખાસ અગત્યની છે. આ બધા લેખોને સાર એક જ છે. એમાં અમુક વ્યક્તિઓએ પિતાના ધર્મપ્રતિ માન પ્રદર્શિત કરવા અને પિતાના તથા તેમના માતપિતાના લાભાર્થે કરેલ ભેટની નેંધ છે. આમ શિલાલે છે જ્યારે ભેટની જાહેરાત પૂરતા હોય છે ત્યારે તેની અગત્ય નવી છે, છતાંય મથુરાના શિલાલેખમાં દાતાઓએ તે સમયના રાજાઓના નામ અને ભેટની સંવત તારીખ ઉમેરી છે એટલે તે લુપ્ત ઈતિહાસની તેટલી રૂપરેખા રજૂ કરે છે. ઈ.સ. ના પહેલા અને પછીના રસપ્રદ સમયના તે બાધક છે. ચીની હેવાલે પરથી આપણે જાણી શકીએ છીએ કે ઈ-સિથિયનેએ ઉત્તર હિંદ જીત્યું હતું, પરંતુ તેની હદ કેટલી અને ક્યાં સુધી હતી તે કાંઈ નકકી કરાય તેમ નથી. આજ કારણે આ શિલાલેખોની ખાસ ઉપગિતા છે કારણ કે એમાંથી આપણે જાણી શકીએ છીએ કે સંવત વર્ષ ૯ પહેલાં મથુરામાં કાયમી વસાહત સ્થપાઈ હતી કે જે સમયે પંજાબ અને વાયવ્ય પ્રાંતપર સિથિયન રાજા કનિષ્ક રાજ્ય કરતે હતે.”
મથુરાના ઘણાખરા જૈન શિલાલેખ કંકાલી ટીલા ટેકરી પર છે જે કદ્રાથી અર્થે માઈલ દક્ષિણે છે. કા મથુરાના જાના કિલ્લાથી પશ્ચિમે એક માઈલ છે. કંકાલી ટેકરી વિશાળ હોય તેમ લાગે છે કેમકે તેની ઉપર નાનાથી માંડી મેટા કદ સુધીની અનેક પ્રતિમાઓ બનાવેલ છે કે જે જેલ ટેકરી પરના બૌદ્ધ શિ૯૫થી ભાગ્યે જ ઉતરતી હોય. આજે જ્યાં તે ટેકરી છે ત્યાં બે ભવ્ય મંદિરે હોય તેમ લાગે છે. ઘણા ખરા શિલાલેખ ઉભી અથવા પદ્માસને બેઠેલી નગ્ન જિન પ્રતિમાઓના તળિયાપર કતરેલા છે અને જેમાંની કેટલીક મૂર્તિઓ ચાર મુખ (ચતુર્મુખ) વાળી છે. ડે. બુહલરના મત અનુસાર નીચેને લેખ પ્રાચીનતમ છે:
1. The Buddhistical inscriptions at Mathura also are similar to the Jaina inscriptions in their style and contents. Cf. Dawson, J.R.A.S. (New Series ), v., p. 182.
2. Cunningham, A.S.I., iii. pp. 33–39.
3. C. ibid., p. 46. "The Kankāli Tila has been ... prolific ... both in sculptures and inscriptions, all of which ... are pure Jaina monuments. On the upper level stands a large Jaina temple dedicated to Jambū Svāmi ... an annual fair is held at this place. ..."--Ibid., p. 19. This temple is near the Chaurasi mounds, which is the seat of another Jaina establishment. Cf. ibid., xvii., p. 112.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org