Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
१७४
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
- એડગન ઉપરાંત બુહલર, ટાની આદિ અભ્યાસીઓ પણ જૈન હવાલેની વાસ્તવિકતા સ્વીકારે છે. ડૉ. બુહલર કહે છે કે “ખાસ કરીને જૂના તેમજ તત્કાલીન હેવાલમાં જણાવેલ વ્યક્તિઓ સાચે જ ઐતિહાસિક છે. જો કે ઘણીવાર એમ બન્યું છે કે કેઈ એક વ્યક્તિ એના સમય કરતાં વહેલી યા મોડી મૂકાઈ છે અને એના વિષે કેટલીક અસંભવિત વાતે પણ ઉમેરાઈ છે. આમ છતાંય આ હેવાલમાં નિદેશેલ કઈ પણ નામ માત્ર કાપનિક છે એમ સાબીત કરવા કઈ સાધન નથી. આથી ઉલટું દરેક શેધા ના શિલાલેખ, લેખી હેવાલને દરેક સંગ્રહ અને પ્રકાશમાં આવતું દરેક સાચું ઐતિહાસિક નિવેદન આમાંની કઈને કઈ વ્યક્તિના અસ્તિત્વને ટેકો આપે છે. તે જ પ્રમાણે તેમાં નોંધાયેલ ચેકકસ તારી છે પણ ખાસ કાળજીની અપેક્ષા રાખે છે અને તદ્દન સ્વતંત્ર એવા આમાંના બે સાધને
જ્યારે સંમત થાય ત્યારે તેને વિના સંકેચે ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારવી જોઈએ.” ૧
ડો. સ્ટેન કનવ તો આગળ વધી જણાવે છે કે વિક્રમની દંતકથા પ્રતિ હવે અભ્યાસીઓ ઓછી ઉપેક્ષા રાખતા થયા છે. તે મહાન સાધુની કાલભાચાર્ય-કથાનકને અને તેમના અપમાન આદિ વિગતને સહદય સ્વીકારે છે. તેના શબ્દોમાં “ઘણું યુરોપીય અભ્યાસીએ હિંદી દંતકથાઓ પ્રતિ માનથી જુએ છે, છતાં તેઓ તે પ્રતિ દ્રષ્ટિ પણ ફેંકતા નથી; મને તેનું કારણ સમજાતું નથી, અને કાલકાચાર્ય-કથાનકની વિગત ન સ્વીકારવા મને કાંઈ કારણ હોય તેમ લાગતું નથી. પ્રાચીન સમયમાં માલવાના રાજા વિકમાદિત્યના અસ્તિત્વ વિષે સારાં કારણે મેં બીજે આપ્યાં છે.”
આમ શાન્ટિયર, એડગર્ટન, ટેની, બુહલર, સ્ટેન કૅનૉવ આદિ અભ્યાસીઓના પ્રમાણ અનુસાર જૈન દંતકથા-સાહિત્ય સાચી રીતે એતિહાસિક ગણી શકાય અને વિક્રમના અસ્તિત્વ કે તેના સંવતને નકારવાની કંઈ જ જરૂર નથી. વિન્સન્ટ રિમથનો આધુનિક અભિપ્રાય પણ તે જ છે કેમકે તે જણાવે છે કે “આવ રાજા થયે હોય તે સંભવિત છે. આ ઉપરાંત આપણે પૂર્વે જોયું તેમ અવન્તી યા માલવાનું રાજ્ય મહાવીરના સમયમાં પણ જૈન વસાહત હતું. મર્યોના સમયમાં તે આગળ પડતું ગયું અને તેમની સત્તાના અંતમાં જેનો મગધમાંનું પોતાનું સ્થાન ધીમે ધીમે ગુમાવી પશ્ચિમ તરફ હડ્યા અને વસ્યા; ત્યાં આજે પણ તેઓ પિતાની વસાહત સાચવી રહ્યા છે. ઉત્તર હિંદના જૈનેના ઇતિહાસમાં કલિંગને ખાસ ફાળે છે તે તે કાવિનાની વાત છે, પરંતુ સામાન્ય વૃત્તિ પશ્ચિમ તરફ હતી. ઈ. સ. પૂર્વે બીજા સૈકાની મધ્યમાં જેનોએ જે બીજી વસાહત સ્થાપી તે મથુરા. ચંદ્રગુપ્ત, તેની પછી સંપ્રતિ અને ખારવેલના સમયમાં જૈનોની પ્રગતિ ખૂબ વેગવાન હતી.
1. Biihler, Ucher das Leben des Jaina-Monches Hemacandra, p. 6. Cf. Tawney, op. cit., Int., pp. vi-vii; ibid., pp. v. ff.
2. Konow, op. cil., p. 294. 3. Smith, Oxford History of India, p. 151. 4. CJ. Charpentier, op. and loc. cit.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org