Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ગુપ્તકાળમાં જૈનધર્મ
૧૮૭ લાગે છે અને ક્લીટના શબ્દોમાં કહીએ તે મંદસોરનો શિલાલેખ પણ આ નિર્ણયને ટેકે આપે છે.
આ પ્રમાણે ગુપ્તસંવતની શરૂઆત ઈ. સ. ૩૧૯ લેતાં મથુરાના એ શિલાલેખો કે જે વર્ષ ૫૭ અને ૧૧૩ ના છે તે અનુક્રમે ઈ.સ. ૩૮૬ અને ૪૩૨ ના ગણી શકાય. સ્વીકારેલ ગુપ્તવંશના કાલક્રમાનુસાર પહેલે શિલાલેખ ચંદ્રગુપ્ત બીજાના અને બીજે શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે કુમારગુપ્ત ૧લાના સમયને છે. પ્રથમ જોઈ ગયા તે મુજબ ગુપ્તના જૂના શિલાલેખાની નેધ વર્ષ ૮૨ થી શરૂ થાય છે અને તેથી ડા, બહલરની ટીકા સાચી છે કે પહેલે શિલાલેખ કે જે ચંદ્રગુપ્ત બીજાના સમયને છે તે અનુમાન સ્વીકારતાં “તેની વર્ષ પ૭ ની તારીખ ગુપ્તસંવતની પહેલામાં પહેલી નેંધ છે કે જે આજ સુધીમાં મળી શકી છે.”
મથુરાના આ બે શિલાલેખે ઉપરાંત ગુપ્ત સાથે સંબંધ ધરાવતી બીજી બે જૈન ધે છે; તેમાંની કાલક્રમાનુસાર પહેલી ઉદયગિરિ ગુફાને શિલાલેખ કે જે ચોકકસ રાજાના ઉલ્લેખ ખના બદલે શરૂઆતના ગુપ્ત રાજાઓની વંશાવળી રજુ કરે છે, તેમાંની તારીખ પરથી તે પણ કુમારગુપ્ત ૧લાના સમયને લાગે છે. તેમાં તારીખ શબ્દોમાં આપી છે જે વર્ષ ૧૦૬ (ઈ. સ. ૪૨૫-૪ર૬) ના કારતક માસના કૃષ્ણપક્ષના પાંચમા સૂર્યદિવસની છે. તે શિલાલેખને નીચેનો ભાગ તેને જૈન શિલાલેખ હેવાનું પુરવાર કરે છે.
તે (શંકર કે જેનામ છઠ્ઠી લીટીમાં છે) કે જેણે (આધ્યાત્મિક) શત્રુઓને જીત્યા છે, જેણે સુખ અને સંયમ સાધ્યા છે તેણે આ ગુફાના મુખ પર પાર્વજિનની આ મૂર્તિ નાગની વિસ્તૃત ફણ અને તેની પરિચારિકા દેવીસહિત બનાવરાવી છે તે ખરેખર સાધુ આચાર્ય ગેશ્રમણને અનુયાયી છે...વિગેરે.”
આમ આ શિલાલેખને ઉદ્દેશ ઉદયગિરિ ગુફાના મુખ ઉપર તીર્થંકર પાર્શ્વનાથની મૂર્તિની પ્રતિષ્ઠાની નેંધ પૂરત છે. ઉપર જણાવેલ બીજો શિલાલેખ કુમારગુપ્ત ૧લા પછી
1. I have shown, so far, that the early Gupta dates and, with them, any others that can be proved to the same uniform series, are to be preferred to the epoch of A.D. 319-320, or thereabouts, brought to notice by Alberuni and substantiated by the Verāwal inscription of Vallabhi-samvat 945.”—Fleet, op. cit., Int., p. 69. CJ. Dutt, Ancient India, p. 50; Bhandarkar, A Peep into the Early History of India, p. 48. For a detailed discussion about the Gupta era see Fleet, op. cit., Int., pp. 16 ff.
2. C. ibid, Int., p. 23.
3. Cf. Smith, I.A., xxxi., pp. 265-266. Candragupta's rule extended from c. A.D. 380 to C. A.D. 412, and that of Kamāragupta from c. A.D. 413 to c. A.D. 455. Cf. ibid.; Smith, Early History of India, pp. 345-346; Bhandarkar, op. cit., pp. 48-49; Barnett, op. cit., pp. 47-48.
4. Bühler, op. and loc. cit. 5. CJ. Fleet, op. cit., Ins. No. LXI, p. 258. 6, Ibid, p. 259. CS. Hultzsch, I.A., xi, p. 310,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org