Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
પ્રકરણ ૬
ગુપ્તકાળમાં જૈનધર્મ મથુરાના શિલાલેખ આપણને કુષાણ કાળના અંત સુધી લઈ જાય છે. આ સમયની દંતકથાઓ, સ્મારક તથા શિલાલેખે સાબીત કરે છે કે તેમની સત્તા વાયવ્ય હિંદથી માંડી દક્ષિણમાં લગભગ વિધ્યાચળ સુધી તથા તેથી દૂર પામીરના ઘાટ સુધી હતી. કનિષ્કના રાજ્યથી માંડી વાસુદેવના સમય દરમિયાન કુષાણ સત્તા બિહાર પર પણ હતી તેમ માનવામાં કારણે છે. ઉત્તર હિંદની આ સાર્વભૌમ સત્તા વાસુદેવના વિદેહ થતાં તૂટી પડી, કે જે છેલ્લે કુષાણ રાજા હતો અને જેના હાથ નીચે હિંદના વિશાળ પ્રદેશો હતા.
મિથ કહે છે કે “એ તે સ્પષ્ટ છે કે કુષાણ સત્તા વાસુદેવના લાંબા રાજ્યકાળના અંતમાં નબળી પડી અને તેના મરણ પહેલાં કે પછી તરતજ પત્ય સામ્રાજ્યની જે દશા સામાન્યતઃ થાય છે તે કનિષ્કના મહાન સામ્રાજ્યની થઈ અર્થાત્ ટૂંક સમય સુધી સુંદર સંગઠન અનુભવી તે જુદા જુદા ભાગોમાં વહેંચાઈ ગયું. અનેક રાજાઓએ પિતાની સ્વતંત્રતાને દાવો કર્યો અને તેમણે ટૂંક સમય માટે જુદાં જુદાં રાજ્ય સ્થાપ્યાં, પરંતુ ત્રીજા સૈકાના ઈતિહાસનાં નજીવાં જ સાધને મળે છે તેથી આવાં નાનાં રાજ્યની સંખ્યા કેટલી હતી એ જાણી શકાતું નથી.”૨
ત્રીજા અને ચેથા સૈકાની શરૂઆતમાં પંજાબ સિવાય વાયવ્ય પ્રાંતના રાજ્યકર્તા વિષે કાંઈ ચેકસ ધ નથી. કુષાણ સામ્રાજ્યની પડતી અને ગુપ્ત સામ્રાજ્યના ઉગમ વચ્ચે એક સૈકાને સમય હિંદના ઈતિહાસને અંધારામાં અંધારે ગાળે છે, છતાં પણ ગુપ્તના ઉગમની સાથે જ તે પડદો ઉચકાય છે અને હિંદી ઇતિહાસ એકતા અને રસિકતા અનુભવે છે.
ગુપ્તના આગમન સાથે મગધ ફરી આગળ આવ્યું. “ઈ. સ. પૂર્વે ચેથા અને ત્રીજા સૈકામાં મૌર્ય સામ્રાજ્ય અને ઈ. સ. ચોથા અને પાંચમા સૈકામાં ગુપ્ત સામ્રાજ્ય એમ બે વાર તેણે સત્તા જમાવી.”* છ સૈકા પહેલાંની અશેકના સામ્રાજ્યની વિશાળ સત્તા કરતાં પણ
1. C. Smith, op. co., pp. 274, 276; Jayaswal, J.B..R.S., vi, p. 22. 2. Smith, op. it, pp. 288, 290.
3. "The period evidently was one of extreme confusion, associated with foreign invasions from the north-west, which is reflected in the muddled statements of the Purāṇas concerning the Abhiras, Gardabbilas, šakas, Yavanas, Bāhīlkas and other outstanding dynasties named as the successors of the Andhras."-Ibid., p. 290.
4. Rapson, op. cil, p. 310.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org