Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૮૨
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ મથુરાના શિલાલેખમાં નિશેલ કુલે તથા શાખાઓ માટે એટલું જ બસ છે કે તેમાં કેટલાંક એવાં નામ છે કે જે જૈન દંતકથા સાહિત્યમાં આવતાં નામ સાથે બંધબેસે છે જૈન સમાજના આ વિભાગમાં બીજી શાખાઓ કરતાં મથુરામાં કેલ્ટિય-કેરિકગણ મટી સંખ્યામાં હશે. ડ૦ બુહલરના શબ્દોમાં “એ નોંધવા જેવું છે કે તે એકજ ગયું હતું કે જે ઈ.સ. ના ચૌદમા સૈકા સુધી પરંપરા ચાલુ રહ્યો. તેને સમય તથા તેના ફણગા બાદાસિક લ, ઉરચનાગરી શાખા અને શ્રીગૃહ વિભાગની જાતિ આદિ અમારા ચેથા પ્રકરણમાં સાબીત થાય છે. આ શિલાલેખની છેલ્લામાં છેલ્લી શક્ય તારીખ સંવત ૧૯ અર્થાત્ ઈસ ૧૨૮-૧૨૯ છે. તે સમયના આચાર્ય સહ પિતાના ચાર પુરેગામી ગુરુઓનાં નામ આપે છે, જેમાંના સૌથી પહેલા ઈ. સ. ની શરૂઆતમાં થયા હશે. આપણું જાણવા મુજબ આ ગણ આટલે વહેલે આમ વિભક્ત હતો અને આ હકીકત તે ઈ.સ. પૂર્વે ૨૫૦ માં શરૂ થયાની દંતકથાને ટેકે આપે છે.” ( શિલાલેખોની ભાષા, શબ્દો અને રૂપ મિશ્ર અર્થાત્ અર્ધપ્રાકૃત-સંસ્કૃત છે, તેમ છતાંય કેટલાક શિલાલેખે પાલી શિલીની શુદ્ધ પ્રાકૃતમાં લખાયેલા છે. નિર્દેશ મુજબ તેની લિપિ બહુજ જાની ઢબની છે અને આ કારણે જ તે ઈ.સ. પૂર્વે બીજા અને પહેલા સૈકાના સ્વીકારાયા છે. સર એ. કનિંગહામના સમૂહના કેટલાક શિલાલેખમાં જૈનપ્રાકૃત તથા મહારાષ્ટ્રી પૂર્વા યા પૂર્બયે રૂપિ વપરાયાં છે. આ ભાષાને કેની અસર હશે તે સમજાતું નથી કેમકે તે સમયે મધ્યહિંદની ભાષા કઈ હતી તે હજી અંધારામાં છે. તેમ છતાં 30 બુહલરના કથનથી જણાય છે કે “કેટલીક બાબતમાં તે પાલી અને અશકના આજ્ઞાપત્ર તથા આંધ્રના જૂના શિલાલેખ કરતાં જૈનપ્રાકૃત અને મહારાષ્ટ્રને વધારે મળતી આવે છે.”
ડૉ. ભાંડારકર તથા અન્ય વિદ્વાનની જેમ આ વિદ્વાન પણ આ મિશ્રભાષાના મૂળ સંબંધમાં કહે છે કે “અધંદિગ્ધ પ્રજાના લેખન-વાચનના પરિણામે આમ બન્યું હશે, કેમ કે તેમને સંસ્કૃતનું અપૂર્ણ જ્ઞાન રહેતું અને મોટા પ્રમાણમાં તેઓ તે વાપરતા પણ નહિ. એમાં શંકા નથી કે મથુરાના બધા શિલાલેખો ગુરુઓ યા તેમના શિષ્યથી લખાયેલા છે. જે કે કેઈપર તેના લખનારનું નામ નથી, પરંતુ પાછળના તેજ ભાષામાં લખાયેલ અનેક લેખમાં યતિનાં નામ છે જે પરથી તેના મૂળ લેખકનું અનુમાન નીકળી શકે છે. ઈ.સ. ના બીજા અને પહેલા સૈકામાં પણ આજની માફક યતિઓ પિતાના ઉપદેશમાં
1. Cf. Bihler, p. ci, pp. 378.379.
2. This geographical name seems to be identical with the fort of Unchanagara, which belongs to the modern town of Bulandshahr, in the north-western provinces, Cf. Cunningham, A.S.I., xiv, p. 147.
3. Bühler, op. cit., pp. 379-380. C. Klatt, op. cit., 1.A., xi., p. 246. The schools connected with the Kottiya Gana offer no difficulty, as they agree with the corresponding names of the Kalpa-Smatra. Cf. Jacobi, Kalpa-Satra., p. 82.
4. Cunningham, A S.I., iil., Ins. Nos. II, III, VII and XI. pp. 30-33. 5. Bihler, op. cit, p. 376. 6. C. Bhandarkar, I.A., xii, p. 141.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org