Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૮૦
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ૭૮ માં શરૂ થતા જાણીતા સંવત કનિષ્ક શરૂ કર્યો હવે જોઈએ.” આમ કુષાણ શિલાલેખમાં નેધેલ સંવત ૪ થી ૯૮ ને સમય લગભગ ઈ. સ. ૮૨ થી ૧૭૬ નો છે.
- કુષાણ શિલાલેખોમાંના બે ખાસ નોંધવા જેવા છે, જેમાં એક જૈન સાંપ્રદાયિક ઇતિહાસની દૃષ્ટિએ ખાસ અગત્યનો છે તે નીચે પ્રમાણે છે:
૭૯ વર્ષના વર્ષોત્રાતુના ચોથા માસના વશમા દિવસે...ની સ્ત્રી શ્રાવિકા, દિના (દત્તા) એ ભેટ આપેલી મૂર્તિ દેએ બંધાવેલ ૬ સ્તૂપમાં પધરાવવામાં આવી હતી.”
આ શિલાલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે મથુરામાં એક પ્રાચીન સ્તૂપ હતું જે બુહલરના મતાનુસાર ઈ. સ. ૧૫૭ (શક ૭૯ માં) દેવેથી બંધાયેલ મનાતે-અર્થાત્ તે એટલે પ્રાચીન હતો કે તેની રચનાની સત્ય હકીકત ભૂલાઈ ગઈ હતી. બીજે શિલાલેખ કુષાણુ રાજાઓને ઇતિહાસ માટે અગત્ય ધરાવે છે. તેમાં “મહારાજ દેવપુત્ર ક્ષ (હક્ક અથવા હવિષ્ક) નું નામ છે, તેથી ખાત્રીપૂર્વક આપણે જાણી શકીએ છીએ કે “રાજતરંગિણીમાં આવતું તથા કાશ્મિરી ગામ ઉષ્કર-હુક્કપુરમાં સચવાયેલું હુક્ક નામ સાચી રીતે પ્રાચીન કાળમાં હવિષ્કના બદલે જ વપરાતું. - કુષાણુ શિલાલેખ પછી કાળક્રમે કે ત્રણ લેખે આવે છે જે બુહલરના મત પ્રમાણે ગુપ્ત સમયના છે અને એક બીજો શિલાલેખ ઈસ. અગિયારમા સૈકાને છે. આમ મથુરા લગભગ હજાર વર્ષ ઉપરાંત ધાર્મિક સ્થળ તરીકે રહ્યું લાગે છે. આમાંના ગુપ્ત શિલાલેખોની ચર્ચા બીજા પ્રકરણ પર મુલતવી રાખીશું. હાલ તો આ બધા શિલાલેખેની જૈન સંપ્રદાયના ઈતિહાસની દષ્ટિએ શી ઉપગિતા છે તેને વિચાર કરીશું; કારણ કે રાજકીય દૃષ્ટિએ તેને વિચાર થઈ ગયો છે. આ બાબતની તેની અગત્યતા બે કારણે છેઃ પ્રથમ જૈનધર્મના ખાસ દષ્ટિબિંદુના કારણે અર્થાત્ જૈન સાંપ્રદાયિક ઇતિહાસની દષ્ટિએ અને બીજું ઉત્તર હિંદના જૈનેના ઇતિહાસની અગત્યના કારણે. - પહેલા વિચાર કરતાં બે બાબતે આપણું નજરે ખાસ ચઢે છે. એક તે છેલ્લા તીર્થંકર સિવાય બીજા તીર્થકરેને નમસ્કાર યા અંજલિ અને બીજું શિલાલેખોમાં એક કરતાં વધારે અહંતને નિર્દેશ, પાશ્વ અને તેમના પુરગામી તીર્થંકરની ઐતિહાસિકતાને વિચાર કરતાં આ બાબતને ઉલેખ થઈ ગયે છે. આ ઉપરાંત આગળ જોઈ ગયા તે મુજબ કેટલીક ને નીચે પ્રમાણે અંતવાળી છેઃ “સર્વ પ્રાણીઓના કલ્યાણ અને સુખ માટે હે.” આ નિર્દેશને જૈનના અહિંસાના આદર્શને વિચાર કરતાં ઉલ્લેખ
1. Rapson, op co., p. 583. 2. Bahler, op. cit., Ins. No. XX, p. 204. 3. Ibid, p. 198. C. Charpentier, op. cil., p. 167. 4. Bibler, p. ct., Ins. No. XXVI, p. 206. 5. Ibid, p. 198. 6. Ibid., Ins. Nos. XXXVIII-XL, p. 198. 7. Ibid, Ins. No. XLI, p. 198. 8. CS. Growse, I.A., vi, p. 219.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org