Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
મથુરાના શિલાલેખ
૧૭૫
આ મહાન રાજાઓની ભાવનાઓ અને ધાર્મિક લાગણીઓને વિચાર દૂર રાખીએ તે પણ ઈ. સ. પૂર્વે બીજ સૈકાના મથુરાના જેન શિલાલેખ જૈન સંઘના જે કુલ તથા શાખા ઓની સંખ્યા નિદેશે છે તે જૈનેની ખાસ પ્રગતિના વેગનું સૂચક છે.
મથુરાના શિલાલેખ આપણને ઉત્તર હિંદમાં ઈ-સિથિયન અમલ સુધી લાવે છે. આપણે જોઈ ગયા તે મુજબ મેસેડેનિયન સત્તા નીચે ખળભળી ઉઠેલા હિંદીઓના રાજા તરીકે ચંદ્રગુપ્ત આ અને એલેકઝાન્ડરના પ્રત્યાગમન પછી એના લશ્કરને હરાવી હિદને ગુલામીની ધુરામાંથી છેડાવ્યું. અલેક્ઝાન્ડરના ગયા પછી હિંદમાં શું બન્યું તે ચેકસ નથી. “અલેક્ઝાન્ડર ધી ગ્રેટના મરણ પછી તરત જ હિંદના બનાવેએ કે રાતે લીધે તે હજી અંધારામાં જ છે.” તેમ છતાં એટલું તો ચકકસ છે કે તેના મરણ પછી એક સૈકા સુધી મોર્ય શહેનશાહતના આશ્રય નીચે પરદેશીઓની સામે હિંદ હિંદીઓ માટે જ રહ્યું અને તે પરદેશીઓ સાથે સમાન ભાવે વર્લ્ડ. ૨
મૌર્ય શહેનશાહત પછી આપણે જોઈ ગયા તે મુજબ અંગેનું મગધ અને ગ્રીકે હિંદને વાયવ્ય પ્રદેશ એ બે ખારવેલની સરદારી નીચે ચેદિઓના હુમલાના ભંગ બન્યાં હતા. ડિમેટ્રિય અને યુક્રેટાઈડસના આંતરીક કલહથી ગ્રીક સત્તા નબળી પડી હતી તે આપણે જોઈ ગયા છીએ. બેકિટ્રયન રીકેના અન્ય હિંદી દુમને તથા સુંગે પરના સાતવાહનના આક્રમણ અંગે આપણે કાંઈ કહેવાનું નથી. સળગ ઇતિહાસના કારણે આપણે એટલું જ કહી શકીએ કે “ઈ.સ. પૂર્વેના બીજા અને પહેલા સૈકામાં કાફીરીસ્તાન તથા ગધારની ગ્રીક સત્તા પર શકનું દબાણ થયું હતું.”૩ રેસનના શબ્દોમાં “હિંદનું રાજકીય અળગાપણું ઈ. સ. પૂર્વે ૧૩૫ ની બેકિયાની સિથિયન જીતથી અને રેમ તથા પાર્થિયાના ઈ.સ. પૂર્વે પ૩ ના લાંબા કલહથી સંપૂર્ણ બન્યું હતું.” આ શકરાજાઓમાંના એક મુરંડ સાથે પાદલિપ્તાચાર્યને ઘાડ પરિચય હતે. જેના દંતકથાસાહિત્ય પરથી મુરંડ પાટલીપુત્રને રાજા હોય એમ લાગે છે અને તેના દરબારમાં પાદલિપ્તની સંપૂર્ણ લાગવગ હતી. તે માથાના ભયંકર દુખાવાથી પીડાતા હતા જે આ આચાર્ય મટાડ્યો હતો. પ્રભાવક ચરિત્રમાં આ બનાવ નીચેના શબ્દોમાં આપે છે
“પાદલિપ્ત જેવી પિતાની અંગુલિ તેનાં ઢિંચણે લગાડે છે કે તરત જ રાજા મુડને માથાને દુઃખ દૂર થાય છે.” ૬
1. Macdonald, C.H.I., i., p. 427. 2. CJ. Smith, Early History of India, p. 253. 3. Raychaudhuri, op. cit., p. 273. 4- Rapson, C.H.J., i., p. 60.
5. પરીપુરે... આગામિત મુરબ્દો નામ . . . . . તાન્તવર કૃપા રેન્જ પાનાં પ્રમેહૃ રિવા Prabhāvaka-Canta, Padalipta-Prabardha, vv. 44, 61. Cf, Saniyaktva-Saptali, v. 48; M.A.R., 1923, p, 11; Jhaveri, p. cit,, Int., p. x.
6. Prabhāvaka-Carita, v. 59. Cf. Samyakta-Saptati, v. 62; M.A.R., 1923, op. and loc. cit.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org