Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
કલિંગદેશમાં જૈનધર્મ
૧૬૭
આજુબાજુ સિંહે બેસાડેલા છે તે બેંધવા જેવું છે. આમ અવશેનું સ્મારક અહંત નિવદિ આ લેખાનુસાર રાણીના મહેલ નજીક હોવું જોઈએ.
છેલ્લા કેટલાક દશકાઓથી જેને વિષે ચર્ચા ચાલે છે તે દૃષ્ટિએ સેળભી લીટીને. બાકીને ભાગ અગત્યનું છે તેમાં ખારવેલ કે જૈન ઈતિહાસ સાથેના તેના સંબંધ વિષે કાંઈ નથી. આગળની લીટીની માફક તે પણ ખારવેલ મહાન જૈન હતો તેને માત્ર ટેકે આપે છે. જૈન સાહિત્ય અને તેના ઉત્કર્ષમાં તેણે લીધેલ રસ તે સ્પષ્ટ કરે છે, તે આમ છે
મૌર્ય રાજાના સમયમાં વિસ્મૃત થયેલ ૬૪ પ્રકરણવાળા, પરંતુ ચાર ખંડના અંગતકનો ઉદ્ધાર કર્યો.”
ડ, ફલીટ પણ તેજ અર્થ કરે છે, તે નીચે મુજબ છે
“આખેય હેવાલ તારીખ વગરને છે. મોર્ય રાજા કે રાજાઓના સમયમાં ભૂલાયેલ સાત અંગના સમુદાયના કેટલાક ભાગને અથવા ૬૪ મા પ્રકરણને તેના મૂળ સાથે તેણે ઉદ્ધાર કર્યો.” ૨
અહીં મગધના ભીષણ દુષ્કાળનું મરણ થાય છે કે જે બાર વર્ષને હતો અને જેના વિષે આગલા પ્રકરણમાં ઉલ્લેખ કર્યો છે. આ વખતે ચંદ્રગુપ્ત પિતાના ગુરુ ભદ્રબાહુ અને બીજાઓ સાથે દક્ષિણમાં ગયે હતો અને સ્થૂલભદ્ર કે જે કઈપણ જોખમે પાછળ રહ્યા હતા તેમની આગેવાની નીચે પાટલીપુત્રમાં પરિષદ મળી હતી. શિલાલેખનું ઉપરોક્ત વાચન ચંદ્રગુપ્તના અમલમાં જૈન મૂળગ્રંથે નાશ પામ્યાની વાતને ટેકે આપે છે. દક્ષિણમાં ભદ્રબાહ અને તેમના સમુદાયની અસર નીચે કલિંગ હોવાથી મગધમાં થયેલ વાચના તેઓએ સ્વીકારી નહિ.'
શિલાલેખની છેલ્લી સત્તરમી લીટી સોળમી સાથે વાંચતાં ખારવેલના પ્રભાવસૂચક ઈલિકાબો આવે છે, અને ટૂંકમાં એની સત્તાને ખ્યાલ આપે છે. આમાં કાંઈ વધારે પડતું હોય તે સ્વાભાવિક છે, પરંતુ તેની સરખામણી માટે કોઈ અન્ય ઐતિહાસિક સાધન ન હોવાથી તે લીટીને શબ્દશઃ અનુવાદ પૂરતે ગણશેઃ “તે વૈભવને (ક્ષેમને) રાજા; વિસ્તારને (સામ્રાજ્યને) રાજા (યા જાના લેકેને રાજા); ભિક્ષુઓને દાની (રાજા છતાં ભિક્ષુક), ધર્મને રાજા જે હિત (કલ્યાણ)ના વચને તપાસે છે, સાંભળે છે અને અનુભવે છે..........
“રાજા ખારવેલશ્રી મહાન વિજયી રાજર્ષિઓના વંશમાં ઉતરી આવેલું હતું, તેણે લશ્કરથી સામ્રાજ્યને વિસ્તાર કરી તેનું રક્ષણ કર્યું, તેના રથ અને લશ્કર કઈ રોકી શકતું
1.J. B. O. R. S., xiii., p. 236. 2. J.R.A.S, 1910, pp. 826–827.
3. The modern Patna, a place historic in the annals of their order, and at that time the capital of the Mauryan Empire.
4. This council fixed the canon of the Jaina sacred literature, consisting of eleven Angas and fourteen Parvas.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org