Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
કલિંગદેશમાં જૈનધર્મ
૧૬૯
એ બધું તેમાં વધારો કરે છે.” પ્રાચીન અને મધ્યકાલીન ભારતનું આ ખાસ લક્ષણ રાજાઆની પ્રશસ્તિઓમાં ઠીક તરી આવે છે કે જે આપણને મળી આવતા શિલાલેખાને માટે। ભાગ ભરી દે છે; તે પ્રતિ ખુલ્લા દિલથી જોતાં લાગે છે કે તે ભાવી પ્રજા અર્થે ઇતિહાસ નથી, પરંતુ ભાટચારણેદ્વારા થતી પ્રશંસા પૂરતા છે; અને તે પણ સ્પષ્ટ છે કે તેમાં પરાજયાની નોંધ હોતી નથી જ્યારે વિજયની અતિશયાક્તિ હૈાય છે. શિલાલેખના ઉલ્લેખેા પૂર્વગ્રહવાળી વ્યક્તિઓનાં વર્ણન માત્ર છે એટલે કાળે જેનું રક્ષણ થવા દીધું છે એવાં આ છૂટાછવાયા ઐતિહાસિક હેવાલાનું તાલન કરી સત્ય તારવવું જોઇએ. હાથિગુફા શિલાલેખમાંના ખારવેલના વિજયા આંજી નાંખે તેવા છે અને સર અશુતોષ મુકરજીના શબ્દોમાં “ ઓરિસાના સમ્રાટ ખારવેલ કે જેનું નામ દેશના હેવાલામાંથી અદૃશ્ય થઈ લેપ પામ્યું તેની બાબતમાં તે પથ્થરે વિશ્વસ્ત સંપૂર્ણ વિગત આપી છે; જો તેના નામથી નહિ તે તેના દર્શનથી તેા ઇ. સ. પૂર્વે બીજા સૈકામાં હિંદનું દરેક શહેર ધ્રુજતું.”૨
છે
તેમ છતાંય ખારવેલ તે સમયની એક મહાન વ્યક્તિ હતી. તેમાં શંકાનું કંઈ જ કારણ નથી. તેણે એવી સત્તા પ્રાપ્ત કરી હતી કે જે ચાક્કસ ટકી રહી શકે તેવી સલામત હતી. ટૂંકમાં તે તે સમયના મહાન નરપતિ હતા. હિંદી ઇતિહાસના અણીના સમયે કુદરતે જે પ્રજાના ભાગ્યા દોરવા તેને નીમ્યા હતા તે બાબતમાં તેની મહત્તાની અનેક સાબીતી છે.
Jain Educationa International
૨૨
1. Manu, ix., 251; x, 119, etc. 2. J.B.O.R.S, x,, p. 8.
For Personal and Private Use Only
www.jainelibrary.org/