Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
કલિંગદેશમાં જૈનધર્મ
૧પ૯ અને ધુલેવાના ધુલેવ-જિન' તરીકે જાણીતા છે. આમ પોતાના જીવન દરમિયાન કલિંગ સાથે સંબંધ હોય એવાજ કેઈ તીર્થંકરની આ પ્રતિમા હેવી જોઈએ એવું કંઈ નથી. કલિંગ-જિનને અર્થ એટલો જ છે કે તે પ્રતિમા પહેલાં કલિંગ કે તેની રાજધાનીમાં પૂજાતી
આના પછીની લીટીને વિચાર કરતાં પહેલાં બહતિ-મિત્ર કેણ, તેનું પર્યાય નામ શું અને કલિંગમાં જૈનધર્મની પ્રાચીનતાને વિચાર કરીશું.
તે સમયના ઇતિહાસ પરથી એમ ચોકકસ છે કે બહતિ-મિત્ર એ સુંગરાજ પુષ્યમિત્ર હતે. પશ્ચિમના સાતવાહનની માફક તે બ્રાહ્મણ હતું અને તેણે જુના બ્રાહ્મણ વિચારોને બળ જગાડી મને ઉઠાડી પિતાને વંશ સ્થાપ્યું હતુંઆને અર્થ એટલે જ છે કે ઈ. સ. પૂર્વે બીજા સૈકામાં તેણે બ્રાહ્મણધર્મનું પુનઃ સ્થાપન કર્યું. તારનાથ (ઈ. સ. ૧૬૦૮, જાના ગ્રંથને આધારે) કે જેને અનુવાદ કિનારે કર્યો છે તેને દિવ્યાવદાન ટેકો આપે છે કે પુષ્યમિત્ર નાસ્તિકને સહાયક હતો અને તેણે ભિક્ષુકોની કતલ કરી મઠ બાળ્યા હતા.
બ્રાહ્મણ રાજ પુષ્યમિત્રને અન્ય તીર્થીઓ સાથે લડાઈ થઈ તેણે મધ્ય દેશથી જલંધર સુધી અનેક મઠો બાળ્યા.૩
પુષ્યમિત્રના આ બળવા પાછળ ખાસ રાજકીય કારણ પણ હશેજ, પરંતુ કહેવું પડશે કે મહાન મૌર્ય સમ્રાટ અશોકે પિતાની રાજકીય અપૂર્ણતા, ધાર્મિક પદ્ધતિ, સિદ્ધાંત અને પક્ષપાત આદિ રાજ્યને કેટલું નબળું કરી રહ્યું હતું તેને ભાગ્યે જ વિચાર કર્યો હશે, નહિ તે તેણે જમાવેલ લશ્કરી સત્તા આ મહાન સમ્રાટને કે જેને બુદ્ધ દુનિયા આજે પણ પ્રેમથી યાદ કરે છે, અને જે દુનિયાભરમાં સારે અને ભલો રાજા ગણાય છે, તેના વિદેહ પછી માત્ર ચાલીશ પચાસ વર્ષમાં આમ અદશ્ય ન થઈ હોત. તેનું મૃત્યુ એ ઉત્તર હિંદના બ્રાહ્મણને, દક્ષિણના સત્તાશીલ આંધ્રને અને હિંદના પરદેશી દુશ્મનોને માટે હિતાવહ હતું. અશોકના મૃત્યુ પછી હિંદુકુશ સુધીની મૌર્યસત્તા નબળી પડી, વાયવ્ય પ્રાંત હુમલામાટે ખુલ્લા થયા અને બેકિટ્રયા, પાર્થિયા આદિ ગ્રીક પ્રાંતિ તથા સરહદની લડાયક જાતિઓ માટે હિંદ એ લાલચનું સ્થાન બન્યું.
તેનામાં સર્વધર્મસમભાવ છતાં ય બ્રાહ્મણો પિતાનો ધર્મ ભયમાં જતાં અને અશોક સામે દ્વેષ રાખતા. આ ઉપરાંત તેમણે પિતાના ઘણું સ્થાપિત હક પણ ગુમાવ્યા હશે. આ કારણે મોર્ય શહેનશાહત સામે મહાન પ્રત્યાઘાત શરૂ થયે જેમાં બ્રાહ્મણોએ પ્રથમ છ ભાગ ભજવે અને પછી પાછલા મોર્યોના સમયમાં ખુલ્લે વિરોધ થઈ ગયે. અશેકના વારસે
1. .B.A.R.S.,iv, p. 386. 2. Cf. Cowell and Neil, op. cit., p. 434. 3. Schiefner, Taranātha's History of Buddhism, p. 81.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org