Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉપર
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
ત્યારેજ આંધ કુળ અને કલિંગવંશ સમસમયે સત્તામાં આવ્યા, જે સૂચવે છે કે આ બન્ને રાજાઓ સમસમયી હતા. આમ શિલાલેખની લગભગ તારીખ નકકી કરીને જૈનધર્મના આ મહાન આશ્રયદાતા અને હિંદી ઇતિહાસના મહાન નરપુંગવના રાજકીય જીવનની વિગતો તપાસીએ.
શિલાલેખની પહેલી લીટી પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવાની જૈનપદ્ધતિ અનુસાર અહંત અને સિદ્ધને યાદ કરે છે. ૧ ખારવેલ ચેદિવંશને હતું અને તેના કુળના રાજાઓ એર નામની પદવી ધરાવતા તેની નોંધ અહીંથી મળે છે. મી. જયસ્વાલ કહે છે કે ઈશ વા ઇલાને વારસ ઔર દ્વારા ચેદિવંશની ઉત્પત્તિ છે અને ઉમેરે છે કે “પુરાણમાં વણ વેલી ઐલા અને આ એકજ છે કે જેની સાથે દિવંશને સંબંધ તેમાં વર્ણવેલ
બીજી લીટી ખારવેલનું પંદર વર્ષનું યુવરાજપદ વર્ણવે છે જે દરમિયાન તેણે જુદી જુદી વિદ્યાઓ પ્રાપ્ત કરી, “રાજા વેનની માફક મહાન વિજયે મેળવતા” યુવરાજ તરીકે ઘણું વર્ષ રાજ્ય કર્યું."
રાજા વેન એ વૈદિક વ્યક્તિ છે અને મનુ કહે છે કે તેના હાથ નીચે બધીય પૃથ્વી હતી. મી. જયસ્વાલ કહે છે કે “પદ્મપુરાણના વર્ણન પ્રમાણે વેને પોતાનું રાજ્ય સારી રીતે શરુ કર્યું અને પછી તે જૈન થયે. બ્રાહ્મણ દંતકથા અનુસાર વેન સાર ન હતું જ્યારે જેને તેને આદર્શ રાજા ગણે છે એ પ્રદ્મપુરાણની હકીકતને હાથીગુંફને શિલાલેખ આડકતરે પુરાવો છે. જે શિલાલેખના સમયમાં જૈનોમાં વેન તેની પાછળની અવરથામાં ખરાબ રાજા ગણાતે હેત તે ખારવેલની સ્તુતિમાં તેની સરખામણી કદી પણ ન થાત. વેનના જેના લક્ષણો એ બ્રાહ્મણને તેના દોષ લાગતા કેમકે તે નાતજાતના ભેદ સ્વીકાર ન હતો. જે દંતકથા આમ વેનને ઉતારી પાડે છે તે દેખીતી રીતે જેનેની પણ પછીની છે.<
ત્રીજી લીટી કલિંગના ચેદિવંશના ત્રીજા રાજા તરીકે તેના વિશ વર્ષ પૂરાં થયે ખારવેલનો મહારાજ્યાભિષેક વર્ણવી કલિંગની રાજધાનીમાં ખિબીર ત્રાષિ સરેવર પરના ઘાટ બંધાવ્યાનું અને જીર્ણોદ્ધાર કરાવ્યાનું વર્ણન કરે છે. ૯
1. णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आयरियाणं णमो उवज्झायाणं णमो लोए सव्वसाहणं, एसो વંત્રાઘારો. . . .--Kalpa-Sitara, sal. 1.
2. CJ. J.B.V.R.S., iv, p. 397, and xiii., p. 222. 3. Parghter, J. R. A. S, 1910, pp. 11, 26. 4. J.B.O.R.S, xii, p. 223. 5. C. ibid, iv., p. 397, and xii, p. 224. 6. Rigue.a, X., 123. 7. Manu, chap. ix., 66-67. 8. J.B..R.S., xiii., pp. 224, 225. 9. C. ibid., iv, pp. 397-398, and xiii., p. 225,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org