Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૫૬
ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ હતે. આપણે તે તેજ સંવત ગણીએ. જે મહાવીર નિર્વાણ ઈ. સ. પૂર્વે ૪૮૦-૪૬૭ ગણીએ તે આ નહેરનું વર્ષ ઈ. સ. પૂર્વે ૩૨૦-૩૦૭ આવે.
સાતમી લીટી ખારવેલની પત્નીનું વજકુળ સૂચવે છે અને જાયવાલ કહે છે કે “રાણીનું નામ આપ્યું નથી અથવા તે નામ “ઘુસીત (તા) છે.” રાજ્યનું આ સાતમું વર્ષ છે અને તે સમયે તેને એક પુત્ર પણ હતા.૩
તેના રાજ્યનું આઠમું વર્ષ મગધ પરની ચઢાઈથી શરૂ થાય છે. તેણે મહાન લશ્કર વડે ગેરથગિરિના મજબૂત કિલ્લા ઉપર ચઢાઈ કરી.
આઠમી લીટી અગત્યની છે જે વિષે વિરતારથી લખ્યું છે તેમાં નિશેલ ઈન્ડિાન્રીક રાજા ડિમેટ્રીયસના ઉલેખે કલિંગના ઇતિહાસને ખારવેલના સમયનો ઘણો ગૂંચવાડે અને અગત્યને પ્રશ્ન ઉકેલે છે. તેની આગળની લીટીના કેટલાક ભાગ સાથે મી. જાયસ્વાલના નવા વાચન અનુસાર તેને અનુવાદ આ પ્રમાણે છેઃ “આઠમા વર્ષમાં તેણે (ખારવેલે) મહાન લશ્કર વડે મેટી વાડ (ભીંત યા રક્ષણ) વાળા ગેરથગિરિ (કિલ્લા) ઉપર ચઢાઈ કરી રાજગૃહ પર દબાણ કર્યું (ઘેરે ઘાલ્યો). તેના (ગરથગિરિની છત અને રાજગૃહના ઘેરાના) પ્રભાવશાલી કાર્યોને હેવાલ (લેકવાર્તા) સાંભળીને લશ્કર અને અસબાબ પાછા ખેંચી મહાન રાજા ડિમેટ્રીયસ મથુરા છોડી પાછો વળે."
આ ઉપરથી સમજાય છે કે ખારવેલે રાજ્યના આઠમા વર્ષમાં મગધ પર ચઢાઈ કરી હતી. આ હકીકત સ્પષ્ટ કરે છે કે તે સ્વતંત્ર થયું હતું એટલું જ નહિ પણ આક્રમણ પણ કરતે હતો. ગયાથી પાટલીપુત્રને જૂને રસ્તે બરાબર ટેકરીઓ (ગોરથગિરિ ) સુધી તે પહોંચે છે. ખારવેલના આક્રમણના આ હેવાલથી હિંદનો રાજા ડિમેટ્રીયસ મથુરા છેડી પાછો હશે; હિંદના અંદરના પ્રદેશની તેની આ ચઢાઈ તથા તેનું પ્રત્યાગમન બેકિટ્રયાના ઈતિહાસકારોએ ત્યાંના ઇતિહાસમાં પણ નોંધ્યાં છે.'
ઘણું ખરું પુષ્યમિત્ર તે વખતે રાજ્ય કરતે હતે. પુરાણ પ્રમાણે પુષ્યમિત્ર છત્રીશ વર્ષ રાજ્ય કર્યું હતું અને મી. વિન્સેન્ટ મિથના મત મુજબ તેણે છેલ્લા મૌર્ય રાજા
1. વનિર-ઘર-યંતિ દૂસરઘનિ . . .-lbid., p. 227. This Vajra family has been identified by Dr. K. Aiyangar with an ancient dynasty of considerable importance and holding the important territory of Bengal on this side of the Ganges.--Some Contributions of South India to Indian Culture, p. 39.
2. J.B.O.R.S., xiii., p. 227. 3. • • • કુમાર . . . etc.-Ibid. 4. મહતા તેના મર્દ [ત-મસિ]-- નિ{િ વતાયd, etc.-Ibid., iv, p. 399, and xiii., p. 227. 5. J.B.O.R.S, lv, pp. 378, 379, and xiii., pp. 228, 229. 6. Meyer (Edward), op. cit., ix., p. 880. 7, C. Pargiter, p. i., p. 70,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org