Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
કલિંગદેશમાં જૈનધર્મ
૧૫૫
શબ્દોમાં “ આપણે ધારી શકીએ કે ખારવેલના લશ્કરો મહાનદી ઓળંગી ગાદાવરીની ખીણામાં થઈ તેની શાખા વેગંગા અને વરધાના પ્રદેશો પર ફરી વળ્યા. આમ આંધ્રરાજના પ્રદેશ પર તેણે ચઢાઈ કરી, પરંતુ કલિંગ અને આંધ્રના લશ્કરને આ એ પ્રસંગોએ ખરેખર યુદ્ધ થયું અને તેનાં રાજકીય પિરણામે આવ્યાં તેવી કાંઈ નોંધ નથી અને એમ માનવાનાં કારણા પણ નથી.”૧
ખારવેલના વિજયાને ઉતારી પાડવા અમે આમ નથી લખતા; તે સમયના બહાદુર લડવૈયા તરીકે તેણે રાજકીય ક્ષેત્રમાં ભાગ ભજવ્યે ખરા, પણ તેથી કાંઈ ખાસ વિશેષ નથી. તેને મહાન પુષ્યમિત્ર કે શાલિવાહન સાથે મૂકી શકાય, પરંતુ તેની ખીજા અને ચેાથા વર્ષની ચઢાઇએ પ્રતિષ્ઠાનના આંધ્ર રાજાની રાજસત્તા ખૂંચવી લેવાના ઇરાદાથી થઈ હાય તા તેના તે ઇરાદે ખર આન્યા જ નથી. તેને માટે તે શક્ય ન હતું અને શિલાલેખના પણ તેવા કંઈ અર્થ થતા નથી.
ખારવેલે પાંચમા વર્ષમાં અર્થાત રાજા નંદના ૧૦૩ મા વર્ષમાં એક નહેર તથા તનસુલિયા યા તાસલીના કલિંગમાં દાખલ થવાના રસ્તા બનાવ્યા. શિલાલેખના આ અને બીજા ચાક્કસ બનાવા તથા તેમાંની વાર્ષિક નોંધાએ ફ્લીટ, સ્મિથ અને બીજા અભ્યાસીઓને એમ માનવા પ્રેર્યાં છે કે એરિસામાં બનાવાની કાળજીપૂર્વક નોંધ રખાતી અને આવા લાંબા સમયે કેઈપણુ સંવતના આધાર વિના ન ગણી શકાય.૪ આ લીટીમાં જે સંવત છે તે નંદ સંવત છે તે સ્પષ્ટ છે. એ રવાભાવિક છે કે અમુક રાજાના સ્થાપેલા સંવત જો ગણત્રીમાં ન હેાય તે તેના રાજ્ય પછીના લાંબા સમયે સંભારવાનું શક્ય ન બને. મી. જાયસ્વાલના મત મુજબ આ રાજા નંદ વર્ધન સિવાય બીજો કોઈ નથી જે ઈ. સ. પૂર્વે ૪૫૭ માં હતા." આ વાત માનવાને શિલાલેખમાં ઐતિહાસિક યા બીજો કાંઈ આધાર નથી. જાયસ્વાલ માને છે કે અલ્બેરુનીએ નોંધ કરેલ શ્રી હર્ષના સંવત સાથે આ સંવત મળતા આવે છે અને અલ્બેરુનીએ જે દંતકથાઓ શ્રી હર્ષની ગણી છે તેને જાયસ્વાલ ભૂલથી નંદિ વર્ધનની ગણાવે છે. આ બધી ખેંચતાણ કરવાનું કાંઈ કારણ નથી. પુરાણના મહાપદ્મ નંદ અથવા જેનેાના નંદ ૧લાના સમયમાં આ સંવત ચાલુ થયાનું અસ્વાભાવિક નથી. પુરાણ અને સાહિત્યના હેવાલા પરથી જણાય છે કે તે સંવત શરૂ કરી શકે તેટલા પ્રભાવશાલી
૫
1. Rapson, C.H.I., i., p. 536.
2. We would be justified in accepting that the capital of Kharavela was Tosali, in whose neighbourhood the Hathigumpha cave and River Prachi are to be found. According to Mr. Haraprasad Sastri, Tosali is etymologically identical with Dhauli, the name of the place where a sect of the Kalinga edicts exist.-Smith, oh. cit., p. 546.
3. Cf. J.B.O.R.S., iv., p. 399.
4. See Fleet, J.R.A.S., 1910, p. 828 ; Smith, op. cit., p. 545.
5. J.B.O.R.S., xii., p. 240.
6. Cf. Sachau, Alberuni's India, ii., p. 5.
7. CJ, J.B.O..S., xiii., p. 240,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/