Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
કલિંગદેશમાં જૈનધર્મ
૧૫૧
પોતાના પ્રતિસ્પર્ધી યુક્રેટાઇડસને દાખી દેવા ડિમેટ્રીયસનું એકિયા જવું એ હકીકત આને ટેકો આપે છે, કારણ કે શિલાલેખ સ્પષ્ટ કહે છે કે તે ખારવેલના આક્રમણ વિનાજ મથુરા છોડી પાછો ગયેા. આમ ખારવેલના લગભગ સમય ડિમેટ્રીયસ અને મિનાન્ડર વચ્ચેના છે એ ચેાક્કસ છે.
ડિમેટ્રીયસના વિજયે એજ તેની પડતીનાં કારણા છે, એમ ગ્રીક ઇતિહાસ કહે છે. તેના વિજ્યાના કારણે તેના મહારાજ્યનું મધ્યબિંદુ એકિયાથી પણ આગળ વધ્યું. તેનું વતન એક પેટા રાજ્ય બની સંતોષ પામે તેમ ન હતું. પિરણામે પરાક્રમી અને શક્તિવાન યુક્રેટાઇડસ કે જેને માટે ઇતિહાસ ભાગ્યે જ કંઈ કહે છે તેણે બળવા કરી જીદું રાજ્ય સ્થાપ્યું.૧ પાર્થિયાના રાજા મિગ્રાડેઈટસ ૧લાના રાજ્યારોહણ સાથે તે પણ રાજા અન્યા. પોતાના ભાઈ ફ્રેએટસ ૧લા પછી ઇ. સ. પૂર્વે ૧૭૧ માં મિથ્રાડેઇટસ ગાદીએ બેઠો એટલે ફૉન ગુટડિના અભિપ્રાય પ્રમાણે યુક્રેટાઇડસના સમય ઇ. સ. પૂર્વે૧૭પ ની લગભગ ગણાય. તેના રાજ્યની શરુઆત તાફાની હતી. બેકિયાના નહિ, પરંતુ હિંદના ( સિંધુની આસપાસના પ્રદેશને ) રાજા ડિમેટ્રીયસ પોતાના પ્રતિસ્પર્ધી યુક્રેટાઈડસે ઉભી કરેલ મુશ્કેલીના કારણે હિંદથી પાછા ફર્યાં. ડિમેટ્રીયસનું આ પુનરાગમન એકિટ્યાના ઇતિહાસકારો ઇ. સ. પૂર્વે ૧૭પ માં મૂકે છે. અને આ ગેારવિગિર અને રાજગૃહના ઘેરા સાથે ખારવેલના રાજ્યકાળના આઠમા વર્ષને એટલે ઇ. સ. પૂર્વે ૧૭પ ને મળી જાય છે. એમ શિલાલેખનું વર્ષ ઇ. સ. પૂર્વે ૧૭૦ અને ખારવેલના રાજ્યની શરુઆત ઇ. સ. પૂર્વે ૧૮૩ માં ગણી શકાય.
ગ્રીક રાજા ડિમેટ્રીયસના ઉપરોક્ત હેવાલ ઉપરાંત ખીજું પણ સાધન ખારવેલના લગભગ સમય નક્કી કરવા માટે છે. આંધ્રના રાજા પશ્ચિમના શાસક સાતકણ તેને શિલાલેખ ખારવેલના પ્રતિસ્પર્ધી નોંધે છે; નાનાઘાટના શિલાલેખના સાતક તે જ આ છે, કારણ કે સાતકણિની રાણી નાગનિકાના નાનાઘાટના શિલાલેખ અને હાથીનુંકાને ખારવેલના શિલાલેખ લિપિના આધારે કૃષ્ણના નાસિકના શિલાલેખ સાથે સમસમયી છે.પ શરૂઆતના સાતવાહનાના નાનાઘાટના શિલાલેખ “ અશોક અને દશરથના શિલાલેખ પછી તરતના અને લિપિ અનુસાર “ મૌર્ય રાજ્યના અંતસમયના કે સુંગવંશની શરૂઆતના અર્થાત્ ઇ. સ. પૂર્વે ખીજા સૈકાના છે.”૧ હાથીણુંકાના શિલાલેખ જો કે તારીખ વિનાના છે તાપણ ખારવેલના સમય ડિમેટ્રીયસ અને સાતકના સમય સાથે અર્થાત્ ઇ. સ. પૂર્વે બીજા સૈકાના પૂર્વાર્ધમાં માનવાનાં કારણેા છે. મૌર્ય શહેનશાહી નબળી પડી હતી
1. C.II.I., i., p. 446.
2. Ibid.
3. Mayer (Eduard), p. it., ix., p. 880.
4. Cf. J.B.O.R.S., iv., p. 398, and xiii., p. 226.
5. See Bihler, A.S.W.I., v, p. 71, and dische Paleograpłhis, p. 39.
6. Bühler, A.S.W.I, v., pp. 71 ff
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/