Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૫૦
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
સહિત પાતે મથુરા છેોડી પાછા વળ્યે.”૧ મી. જાયરવાલનું આ વાચન એમની છેલ્લામાં છેલ્લી શોધનું પિરણામ છે અને સી. બેનરજી અને ડા॰ કાનેવને તેને ટેકો છે.૨ ઐતિહાસિક શોધોાળના અર્વાચીનમાં અર્વાચીન સાધના આપણને આટલું કહે છે અને તેથી આને ખારવેલના સમયના એકજ આધાર ગણતાં જણાય છે કે ગ્રીક રાજાએ મથુરા જીત્યું હતું અને પૂર્વ તરફ સાકેત સુધી તે લગભગ આગળ વધ્યો હતો. આને ગાર્ગીસંહિતાના ટેકા છે જે કહે છે કે યવના સાકેત, પાંચાલ અને મથુરા જીતી કુસુમધ્વજ ( પાટલીપુત્ર ) પ્રતિ મૌર્ય વંશના અસ્ત સમયે આગળ વધતા હતા. ક
આ મુદ્દાને ટેકો આપતાં શ્રી. જાયસ્વાલ કહે છે કે “ જ્યારે પતંજલી સંસ્કૃત વ્યાકરણ પર મહાભાષ્ય લખતા હતા ત્યારે મગધરાજ પુષ્યમિત્રે એક મહાયજ્ઞ શરુ કર્યો કે જે પૂરા થઈ શકયા ન હતા. અયેાધ્યાના નવા શિલાલેખ પ્રમાણે મગધરાજે બે અશ્વમેધ યજ્ઞ કર્યા હતા; જ્યારે એક યજ્ઞ ચાલતા હતા ત્યારે યવનરાજે સાકેત અને મધ્યમિકાને ઘેરો ઘાલ્યા તે નોંધ પતંજલિએ કરી છે. પુષ્યમિત્રના અશ્વમેધ સમયે મધ્યમિકા પ્રદેશની નદી પાસે સમ્રાટની થયેલ જીત કાલીદાસ પણ નોંધે છે. આમ પુષ્યમિત્રના રાજ્યઅમલમાં નિષ્ફળ ગ્રીક હુમલાનેા પૂરતા પુરાવા છે. ખારવેલના શિલાલેખ પણ તેજ સમયના ગ્રીક હુમલાની વાત રજૂ કરે છે કે જેમાં ગ્રીકને મથુરા છોડી પાછા હઠવું પડયું. સિક્કાના પુરાવાથી એમ જણાય છે કે અગ્નિમિત્રના વારસ બૃહસ્પતિના સમયમાં આમ બન્યું હાય. આમ પતંજલી અને ગાર્ગીસંહિતામાં નોંધાયેલ ગ્રીક ચઢાઈ નાજ આ ઉલ્લેખ છે તે નિર્વિવાદ છે.’૪
બીજી મુશ્કેલી એ છે કે આ ગ્રીક રાજા ડિમેટ્રીયસ કે મિનાન્ડર (?) ગાર્ડનરના મત અનુસાર મિનાન્ડરનેા સમય ઈ. સ. પૂર્વે બીજા સૈકાની શરુઆતપ અને વિન્સન્ટ સ્મિથના મત પ્રમાણે ઇ. સ. પૂર્વે ૧૫૫ છે.૬ તે ઉપરાંત મિનાન્ડરે ઇસમેાસ (યમુના?) ઓળંગ્યાની વાતજ નથી; તેણે તેા માત્ર હીપનીસ ( બિયાસ) આળંગી હતી; સાહિત્યને જે ભાગ ડિમેટ્રીયસ અને મિનાન્ડર બન્નેને લાગુ પડે છે તેને મહાન વિદ્વાના ડિમેટ્રીયસની ભવ્ય જીતા ગણે છે.
1. J.B.O.R.S., xiii., p. 229.
2. Ibid., p. 228.
3. In the Yuga Purana, one of the chapters of the Gargi Samahita, there is described that “the viciously valiant Greeks" after reducing Saketa (in Oudh), the Pañcāla country (in the Doah between the Jumna and the Ganges) and Mathura (Muttra), reached Pushpapura (Pa taliputra); but that they did not remain in the midland country because of a dreadful war among themselves which broke out in their own country (Kern, Brhat Samhita, p. 37)-an evident allusion to the internecine struggle between the houses of Euthydemus and Eucratides.
4. J.B.O.R.S., xiii., pp. 241, 242.
5. Cf. Gardner, Calalogue of Indian Coins, Greek nd Sythic, Int., pp. xxii, xxiii.
6. Smith, Early History of India, p. 239.
7. Gardner, op, cil., Int., p. xxxvii.
8. See Mayer (Eduard), E.B., vii., p. 982 (11th ed.); and Rawlinson, Partia (The Story of the Nations), p. 65.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org