Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રાજવંશમાં જૈનધર્મ
૮૫
સંગઠન થયું હોવું જોઈએ. આમ ભારતની ઉત્ક્રાંતિ ગ્રીસના પ્રાચીન શહેરોની ઉત્ક્રાંતિને બરાબર મળતી આવે છે. જ્યાં વીરયુગની રાજસત્તાઓ પ્રજાસત્તાકના રૂપમાં ફેરવાઈ ગઈ હતી. આ ઉપરાંત બીજી દંતકથાઓ પરથી એ કલ્પના થઈ શકે છે કે વિદેહના અધ:પતન પછી તેમને એક વિભાગ લિછવિ કહેવાતે હેય.૨
આમ ત્રિશલા રાજકુમારી હોવા છતાં વિદેહદત્તા કહેવાતી હોય તેમાં કાંઈ અવાભાવિક નથી. આ ત્રિશલાને લગ્ન સંબંધ સિદ્ધાર્થ સાથે થયે હતું, જે જૈન માન્યતા પ્રમાણે મહાવીરના પુરોગામી પાર્શ્વના અનુયાયી હતા. આથી સ્વાભાવિક એ અનુમાન થઈ શકે કે કાંતે લિચ્છવિ રાજવંશ જૈન ધર્મ પાળતું હતું અથવા તો સામાજિક પરિસ્થિતિ એવી હતી કે તે પિતાની કન્યા બીજા જેન રાજવંશમાં આપી શકતા હતા. આ ખાસ પ્રસંગ પરથી એટલું તે ફલિત થાય છે કે લિચ્છવિઓને જૈને માટે ખાસ માન હતું, પણ જેનોની સાહિત્યિક અને ઐતિહાસિક દંતકથાઓ આવા એકજ પ્રસંગથી અટકતી નથી. આગળ આપણે જોઈશું કે રાજા ચેટકની સાત કન્યાઓમાંની સૌથી નાની પુત્રી ચેલણ જે દેહિ પણ કહેવાતી તે મગધના મહાન શેતુનાગ બિંબિસારને પરણી હતી અને તેઓ બંને જૈન હતા.'
ચલ્લણ ઉપરાંત ચેટકને બીજી છ કન્યાઓ હતી, જેમાંની એક સાધ્વી બની હતી અને બીજી પાંચ પૂર્વ ભારતના એક યા બીજા રાજવંશમાં પરણી હતી. આ બીના કેટલે અંશે ઐતિહાસિક ગણું શકાય તે અમે કહી શકતા નથી. પરંતુ આધુનિક સંશોધનના પરિણામે લિછવિઓ સાથે સંબંધ ધરાવતા બધા રાજવંશે સંપૂર્ણપણે જાણી શકાય તેમ છે. આ લિચ્છવિ રાજકન્યાઓનાં નામ નીચે પ્રમાણે છેઃ પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, છા, સુકા અને ચેaણા.
1. Raychaudhuri, op. cit., p. 76.
2. “In the time of Buddha, and for many centuries afterwards, the people of Vaisali were called Licchavis; and in the Trikandaśesha the names of Licchavi, Videhi, and Tirabhukti have been given as as synonymous."-Cunningham, op. cit., p. 509.
3. રેસા દો . . . સર પૂ છો . . .-Awasyaha-Satra, p. 676.
4. “Bimbisara had a son known as Vedehi--Putto Ajātsattu in the canonical Pali texts, and as Künika by the Jainas. The later Buddhist tradition makes him a son of the Kosala Devī; the Jaina tradition, confirmed by the standing epithet of Vedehi-Putto, son of the princess of Videha, in the older Buddhist books makes him a son of Cellanā,"--Rhys Davids, C.H.I, i, p. 183.
देव्या चेल्लणया सार्धमपराल्हेऽन्यदा नृपः। वीरं समवसरणस्थितं वन्दितुमभ्यगात् ।।
वन्दित्वा श्रीमदहन्तं वलितौ तौ च दंपती। ---Hemacandra, op. cit., vv. 11-12, p. 86.
5. Avašyaka-Shira, p. 676; Hemacandra, op. cit., v. 187, p. 77.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org