Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૪ર.
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
ભીંત પર દેવી વિના નાગની સાત ફણોના ફટટેપવાળી પાર્શ્વનાથની ઉભી પ્રતિમા છે. શાસનદેવી અને લાંછનવાળી તીર્થંકરની દરેક પ્રતિમા સરખી અર્થાત્ ૮ થી ૯ ઇંચની છે, જ્યારે પાર્શ્વનાથની પ્રતિમા ૩૧ ઈંચની છે જે તેમના પ્રતિના અપ્રતિમ માનનું સૂચક છે.'
આની સાથે દક્ષિણે ત્રિશૂલ ગુફા છે, તેની પરસાળની ભીંત પરનું તરકામ સારું નથી અને તેની અંદરના ભાગની બેઠક એ ખાસ બાબત છે. તે બેઠક ઉપર સાતફણ પાર્શ્વનાથ અને મહાવીર આદિ ચોવીસ તીર્થકરેની હારમાળા આવેલી છે. આ હારમાળામાં પણ પાર્શ્વનાથને ત્રેવીસમાં તીર્થકર તરીકે મહાવીરના પહેલાં બેસાડવાના બદલે પાછળની ભીતની મધ્યમાં બેસાડી તેમને ખાસ મહત્ત્વ અપાયું છે. પંદરમાં તીર્થકરની પ્રતિમાને નીચેને ભાગ પગથીપર કરેલી બેઠકથી ઢંકાઈ ગયા છે જે બેઠક પર સુંદર કતરેલી ત્રણ આદિનાથની પ્રતિમાઓ છે. આ હારમાળાની પ્રતિમાની રચના બાજુની ગુફા કરતાં વધારે સૂમ છે.
- નવમુનિ ગુફાની લગભગ તારીખનો લાલતેંડુ-કેશરિની ગુફા યા સિંહદ્વાર પર ઉતકેશરિને લેખ મળે છે. જીલ્લાગેઝેટિયર અનુસાર એ નરપતિ લાલતેંડુ-કેશરિપરથી નામાભિધાન પામેલ બે માળની ગુફા છે, જેના પહેલા માળના ઓરડામાં તીર્થકરેની પ્રતિમાઓ કરેલી છે જેમાં પાર્શ્વનાથ મુખ્ય છે. ગુફાના તળિયાથી ૩૦ થી ૪૦ ફુટ ઉંચે તેની પાછળની ભીંતે દિગંબરપંથની પ્રતિમાઓની હારમાળાની ઉપર તે કતરેલી છે.*
લેખની બરાબર રક્ષા ન થવાથી તેની છેલ્લી લીટીના થોડાક શબ્દો તૂટેલો છે, જેમ છે તે પ્રમાણે તે જણાવે છે કે “પ્રખ્યાત ઉકેશરિના વિજયી રાજ્યના પાંચમા વર્ષમાં પ્રખ્યાત કુમાર પર્વત પર જીર્ણ તળાવ તથા મંદિરનો પુનરુદ્વાર થયું હતું અને ત્યાં જ
વીસ તીર્થકરોની પ્રતિમાઓ બેસાડી હતી. પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરતી વખતે......... જસનંદિ..............”
લેખમાં દર્શાવ્યા મુજબ ઉતકેશરિ કાંતે જૈન સંપ્રદાયને હોય કે તેને રક્ષક હોય. ઐતિહાસિક શાળાના આધારે આ લેખના ઉતકેશરિને કેઈપણ ઐતિહાસિક
1. B.D.G.P., op. and loc. cit. 2. Ibid. 3. Ibid. CJ. Chakravarti (Mon Mohan), op. cit., p. 19.
4. It may be that at the time of Khāravela the great schism, which was followed by the division of the Jaina community into the Digambaras and Śvetāmbaras, had not fully manifested itself, but, as we have seen before, in later history the former were predominant in the south. This is clear from the Jaina caves at Ellora, Badami and such other places.
5. We learn from line two of the inscription that the ancient name of Khandagiri is Kumāraparvata. The Häthigumphā inscription of Khāravela mentions Kumāraparvata as the ancient name of Udayagiri. The twin hills seem to have been known as the Kumāra-Kumāri. parvata up to the tenth or eleventh century A. D.
6. E, I, xii., p. 167.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org