Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૪૬
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આપણી સમક્ષ પડેલા આવા ઐતિહાસિક પુરાવા પરથી સમ્રાજ્ઞીના પિતા તરફનું સગુંવહાલું પણ જૈન હોય એવું અનુમાન વધારે પડતું નથી. આપણે પાછળ જોઈશું તેમ તે પણ એક મહાન રાજકુટુંબ હોવું જોઈએ કે જેની સાથે ખારવેલે પિતાને વૈવાહિક સંબંધ જોડ્યો હતે.
આ ટેકરીઓ વિષેની એક લાક્ષણિકતા પર ભાર મૂકવો જોઈએ. જીલ્લાગેઝેટિયર પ્રમાણે “ખંડગિરિમાંની કેટલીક ગુફાઓમાં જૈન પ્રતિમાઓ છે, જે ગુફા નિર્માણ પછીની હોય તે પણ તે મધ્યકાલીન જૈન તીર્થકરેની મૂર્તિની રસપ્રદ સાબિતી છે; અને જે ગુફાઓ જેટલી જ પ્રાચીન હોય તે તે તીર્થકરે અને તેમના પરિવારના પ્રાચીન તમ નમૂના છે. મૂર્તિઓમાં પણ પાર્શ્વનાથ યા તેમનું લાંછન ફટાટોપ આગળ પડતા છે, જોકે બધાય તીર્થકરમાં મહાવીર એ અન્ય ગુફાઓમાં મુખ્ય ગણાયા છે. પાર્શ્વનાથની પ્રધાનતા આ ખંડેરોની પ્રાચીનતા સિદ્ધ કરે છે અને તેમજ હોય તે તે જૈન મૂર્તિવિધાનના અસાધારણ નમૂના છે. મહાવીર પહેલાં ર૦૦ વર્ષે અર્થાત્ ઈ.સ. પૂર્વે ૭૫૦ વર્ષ પર થયેલ પાર્શ્વનાથ વિષે જૈન હેવાલ પણ ટૂંક ખ્યાલ આપે છે. પાશ્વનાથ ચાર વ્રત અને ઉપર તથા નીચે બે વસ્ત્રનો પરિગ્રહ સ્વીકારે છે. આ ગુફામાં આવી છે નજીવી છે, પણ પુરાતત્ત્વવિદની નજરે તે પણ અગત્યની છે.” ૧
“સ્વર્ગ અને મોક્ષના દાતા” અને “સર્વગુણસંપન્ન તથા પવિત્ર પુરુષના દેશના પ્રાચીન અવશેષેપરથી આટલું તારવી શકાય. ખ્રિસ્તાબ્દિ પહેલાં અહીંજ બૌદ્ધ અને જૈન ધર્મની ચઢતી થઈ હતી અને હિંદુ તથા બ્રાહ્મણ ધર્મ પર તેમણે અસર કરી હતી. આ દેશ ત્રાષિમુનિઓને છે કે જ્યાં બૌદ્ધ અને જૈન પ્રભાવને ઉદયાસ્ત થઈ ગયો છે અને તેથી જ સામાન્ય ચિન્હ અને બાહ્ય દેખાવ પરથી ગુફાઓને જૈન કે બદ્ધ કલ્પવી એ અસંભવિત છે, બન્ને સંપ્રદાયને સ્વસ્તિક, વૃક્ષ આદિ સમાન ચિન્હો હોવાથી તે વધુ અસંભવિત બને છે. આ બધાં ઐતિહાસિક સાધને બાજુએ મૂકીએ તોપણ એક વાત તે ચોક્કસ છે કે બ્રાહ્મણ ધર્મનું બૌદ્ધ તથા જૈન સંપ્રદાયે સાથેનું મિલન વિચાર, કળા, કળાવિધાન, શિલ્પ આદિ દરેક પરિસ્થિતિનાં મહાન પરિવર્તનમાં પરિણમે છે અને તે તેની અસરથી પર નથી રહી શકતા.
આ પ્રારંભિક નેંધ સાથે હવે આપણે હાથીગુફાના શિલાલેખ પ્રતિ નજર કરીએ પરંતુ તે પહેલાં ખંડગિરિના શિખર પર મરાઠાઓએ બંધાવેલ મંદિર પર ઉડતી નજર નાંખી લઇએ. આ મંદિર એક સૈકા જેટલું જાનું એટલે અઢારમા શતકના અંતમાં બંધાયેલ છે. અન્ય જૈન મંદિરની માફક આ પણ ભવ્ય અને સુંદર છે. “ઓરિસાનાં
1. B.D.G.P., p. 266. ૩. Vana Parva, sec. 114, vv. 4-5.
2. Bralıma Purana, 26th chapter. 4. Mitra, op cit., p. 35.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org