Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
કોલિંગદેશમાં જૈનધર્મ
૧૪૫
સ્વર્ગપુરી ગુફામાં ત્રણ શિલાલેખે છે જેમને પહેલે કલિંગના સમ્રાટ ખારવેલની પટરાણીને છે. આ પરથી જણાય છે કે જૈન સંપ્રદાયની સેવા કરવાના ઉમદા કાર્યમાં તે પિતાની પટરાણીને પણ જેતે. આ ઉદાર અને ધાર્મિક વૃત્તિની સ્ત્રી જે લાલાકની પુત્રી હતી તેની સ્મૃતિ, આપણે હવે જોઈશું તેમ તેણે પિતે બંધાવેલ ગુફા અને જેન મંદિર ઉલ્લેખ કરતા નાના શિલાલેખ વાળી ગુફા સાથે જોડાયેલી છે.
બંગાલ જીલ્લાગેઝેટિયરના પુરિવિભાગના છપાયેલ નકશા પ્રમાણે ડૉ. બેનરજી આને મંચપુરી ગુફા કહે છે અને કેટલાક વખત પહેલાં તે સ્વર્ગપુર તરીકે જાણતી હતી.' ડ, પ્રિન્સેપે તેને વૈકુંઠગુફા તરીકે અને મિત્રે વૈકુંઠપુર તરીકે ઓળખાવી છે. આમ જુદા જુદા નામે ખુલાસો કરતાં બેનરજી કહે છે કે “આ ગુફાના સ્થાનિક નામે દરેક જમાનો બદલાયાં છે. જેમાં એક નામ ભૂલાયું તેમ નવું ઉમેરાયું છે. સાચી રીતે તો આ ગુફા બે માળ તથા બાજુની પાંખવાળી ગુફાનો ઉપરનો ભાગ માત્ર છે, પરંતુ સ્થાનિક લોકો જુદા જુદા ભાગેને જુદા જુદા નામો પણ આપે છે.”
પહેલે લેખ આગળના બીજા અને ત્રીજા દરવાજા વચ્ચેની ઉપસેલી જગ્યા પર કરેલ ત્રણ લીટીમાં છે અને તે બતાવે છે કે “કલિંગના શ્રમણ માટે એક ગુફા તથા અરિહંતનું એક મંદિર હસ્તિસાહસ (હસ્તિસાહ) ના પત્ર લાલાકની પુત્રી અને ખારવેલની પટરાણીએ બનાવ્યાં છે.”પ
બીજી અને ત્રીજી ને માત્ર બે ગુફાઓ વિષે છે, જેમાંની એક “કલિંગના નિયંતા, રાજા કુડેસીરી અને બીજી યુવરાજ વડુખ એમ બે નામ સૂચવે છે. સામેની ભીંતપર પહેલી અને નીચેના માળની બાજુની ભીંતપર બીજી ગુફા આવેલી છે. બેનરજીના મત મુજબ આ ત્રણે શિલાલેખેની લિપિ “ખારવેલના હાથીગુંફાના શિલાલેખ પછી થોડા વખતની છે.”૮
આ બધા સાધને કલિંગ પરના પ્રભાવશાળી જૈન વંશની હસ્તીની સાબિતી છે. આ વંશ કયાં સુધી ચાલ્યો અને તે પછી કયે વંશ આવે તે જાણમાં નથી, પરંતુ છેલ્લાગેઝેટિયર જણાવે છે કે “ઓરિસા અને કલિંગ ઈ. સ. બીજા સૈકામાં આંધ્ર વંશ નીચે હતા, જેના રાજ્યકાળ દરમિયાન બુદ્ધ ધર્મ દાખલ થયાનું કહી શકાય. ટિબેટના હેવાલાએ એક દંતકથા સાચવી છે તે એ કે આંધ્ર દરબારમાં ઈ. સ. ૨૦૦ માં થયેલ મનાતા નાગાર્જુને ઓટિશના રાજાને પિતાના ૧૦૦૦ પ્રજાજનો સહિત બુદ્ધ ધર્મમાં આ. પ્રજાજનોનું આ ધર્મપરિવર્તન રાજાના દાખલાથી સહેલું બન્યું હોવું જોઈએ.”૯
1. E.I., xiii., p. 159. 2. J.A.S.B., vi, p. 1074, 3. Mitra, Antiquities of Orissa, ii., pp. 14-15 4. E.I., xiii., op. and loc. cit. 5. ૩૪ત સાથે વાત ન સમજાન સે . . . સિર-શ્વાસ ચાહિસિના વારિત.–Ibid. 6. E..., xiii., p. 160.
7. Ibid., p. 161. 8. fbid., p. 159. 9. B.D.G.P, p. 25.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org