Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૪૦
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
હાથિગુંફા પરના શિલાલેખની વિગતમાં ઉતરતા પહેલાં આપણે આસપાસનાં ખંડિયેરે શું માહિતી પૂરી પાડી શકે છે તે તપાસીએ. જીલ્લાગેઝેટિયર અનુસાર મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં કેટલાક જેનો અહીં વસ્યા એ ચોક્કસ છે, કારણ કે ઉદયગિરિ અને ખંડગિરિન રેતી આ પથ્થરની ટેકરીઓ અનેક વિશ્રામસ્થાન રૂ૫ ગુફાઓથી ઘેરાયેલી છે; જે ઘણું ખરી મોર્યસમયની બ્રાહ્મી લિપિના શિલાલેખ ધરાવે છે. તે બધી જૈનના ધાર્મિક ઉપગમાટે રચાયેલ જણાય છે; કારણ કે અનેક સૈકાઓ સુધી જૈન સાધુઓએ તેને ઉપયોગ કર્યો છે.'
ઓરિસાના જૈન અને બૌદ્ધ કલાવિધાનની પ્રગતિમાં આ ગુફા મંદિરે ખાસ યાન ખેંચે છે. અહીં બૌદ્ધ અને જૈન એ બન્નેની આપણે વાત કરીએ છીએ કારણ કે ખંડગિરિની કેટલીક ગુફાઓ રાનગુંફા અને અનંતગુંફાની માફક બે-વૃક્ષ, બૌદ્ધ ત્રિશૂલ, તૂપ અને લાક્ષણિક સ્વસ્તિક આદિ નિશાનીઓ માટે પ્રખ્યાત છે. - ઈ. સ. પૂર્વે પાંચમા સૈકાથી માંડી ઈ. સ. પાંચમા છઠ્ઠા સૈકા સુધી આમજ દેખાય છે. ખડગિરિ અને ઉદયગિરિની ટેકરીઓ જે બધી ખંડગિરિ નામે ઓળખાય છે તેમાં આ ગુફાઓ આવેલી છે. ઉદયગિરિમાં ૪૪, બંડગિરિમાં ૧૯ અને નીલગિરિમાં ૩ ગુફાઓ છે. તેમની સંખ્યા, કાળ તથા કેતરકામને લીધે આ ગુફાઓ પૂર્વહિંદમાં ખાસ ધ્યાન ખેંચે છે. પ્રાચીન સમયમાં બૌદ્ધ અને જૈન સાધુઓ આમાં રહેતા અને કલાવિધાનની દૃષ્ટિએ આમાંની કેટલીક ઈ. સ. પૂર્વે બીજા અને ત્રીજા સૈકામાં કરેલી જણાય છે. મી. ગંગુલી કહે છે કે
હાથિગુફાના લેખ પહેલાં અર્થાત્ ઈ. સ. પૂર્વે ચેથા યા પાંચમા સૈકામાં આમાંની કેટલી ગુફાઓ અસ્તિત્વમાં આવી હશે તે તે ખોટું નથી, કારણ કે સાંપ્રદાયિક દૃષ્ટિએ કેઈપણ કારણે ગુફાઓની જગ્યા પવિત્ર બનેલી હોવી જોઈએ.”પ
શકાઓનો સમય નક્કી કરે મુશ્કેલ છે અને તેમાં બૌદ્ધ અને જૈન સેળભેળ થવાથી વધુ મુશ્કેલી ઉભી થઈ છે. ગુફાઓની ભીંત પર બૌદ્ધ દંતકથાઓની આકૃતિઓ અને જૈન તીર્થંકરનાં ચિત્રે કરેલાં જણાય છે. અંડગિરિ ટેકરી પરની જૈન ગુફામાં ભવ્ય સ્થભે છે. લગભગ આ બધી ગુફાઓનું ખાસ લક્ષણ એ જણાય છે કે તેની આગળની પરસાળની ત્રણે બાજુએ એક થી દોઢ ફુટ ઉંચે બેઠક રાખવામાં આવી છે. પરસાળની બે ભીત એવી કોતરેલી છે કે તેનું શિખર કબાટ જેવું દેખાય છે. બદ્ધ અને જૈન સાધુઓના ટૂંક પરિગ્રહની સામગ્રી મૂકવા આ વ્યવસ્થા હોવાને સંભવ છે. કલાવિધાનની દષ્ટિએ તેની વિગતેમાં પછી “ઉત્તરની જૈન કળા” એ પ્રકરણમાં ઉતરીશું. હાલ તે આપણે 1. B.D.G.P, p. 24. 2. Ganguly, op. cit., p. 31. 3. Ibid., pp. 40, 57. 4. B.D.G.P, p. 251. 5. Ganguly, op. cit., p. 32,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org