Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૩૮
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
વચ્ચેના કિનારાના પ્રદેશને કલિંગની હદ ઠરાવવી તે અક્કસ છે. ગેદાવરીની ઉત્તરે પથરાત અને બંગાલ ઉપસાગરને અડતે જમીનપ્રદેશ તે સમયે કલિંગ નામે ઓળખાતો. ટૂંકમાં હાલના ઓરિસા અને જામ પ્રદેશને તે સમયના કલિંગના નામે ઓળખાવી શકાય.
હિંદના પ્રાચીન સ્મારકમાં” ખારવેલને શિલાલેખ “એક મહાન વિશિષ્ટ છતાં ગુંચવણ ભર્યું સમારક છે.”૨ ખારવેલનું નામ તીર્થકર મહાવીરના અનુયાયીઓમાં રાજા તરીકે જાનામાં નાનું છે. મોર્ય સમય પછીના રાજાઓ અને તે સમયના જૈન ધર્મના પ્રતાપને વિચાર કરતાં ખારવેલને શિલાલેખ દેશમાં મળી આવતે એક અગત્યને અને એક જ લેખ છે. જૈન ઇતિહાસની દૃષ્ટિએ તે અનુપમ છે અને હિંદની રાજકીય તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ પણ તેની અગત્યતા અપૂર્વ છે.
સર અશુતેશ મુકરજીના શબ્દોમાં “એતિહાસિક શાળના સાધન રૂપ એવા લિપિશાસ્ત્રના ક્ષેત્રમાં કે જે વડે ભલાઈ ગયેલ અજાયબ લિપિમાં લખાયેલા લેખ શોધાયા છે અને ભૂતકાળના દરવાજા ખુલ્લા મૂકાયા છે તેમાં પણ સમ્રાટ ખારવેલને હાથિગુંફાને શિલાલેખ ખૂબ ધ્યાન ખેંચે છે. ઈ.સ. પૂર્વે બીજા સૈકામાં લખાયેલ આ લેખમાં એરિસાના
આ સમ્રાટનું નાનપણથી સાડત્રીસમાં વર્ષ સુધીનું અર્થાત તેના રાજ્યકાળના તેર વર્ષ સુધીનું વૃત્તાંત મળે છે. આ લેખ ખડકના મૂળ પર કેતરે છે અને ઈ. સ. ૧૮૨૫ માં મી. આલિંગની પ્રાથમિક શોધ પછી એક સૈકાથી જાણીતા થયે છે, અને ત્યાર પછી અભ્યાસીઓએ તેનો અભ્યાસ પણ કર્યો છે. તે દ્વારા જે એતિહાસિક સામગ્રી મળી છે તે ખાસ અગત્યની છે કારણ તેમાં તેને સમયને મગધના રાજા, મથુરાના ગ્રીક રાજા, ગેરથગિરિ (બરાબર ટેકરીઓ) અને રાજગૃહના કિલ્લાઓ, પાટલીપુત્ર પરના ગંગા નદી પરના મહાલ અને દખણના રાજા સાતકર્ણિ આદિના ઉલ્લેખ છે. બ્રાહ્મી લિપિમાં લખાયેલ અશોકના શિલાલેખથી બીજે નંબર અને ઈ. સ. ચોથા સૈકાના સમુદ્રગુપ્તના શિલાલેખેની સમાન પક્તિના આ શિલાલેખની શોધથી અનેક અભ્યસનીય પરિણામ પ્રાપ્ત થયા છે”૩
હિંદી પ્રજાના અખંડ સ્મારક સ્વરૂપ અને ઐતિહાસિક સંબંધ દર્શક બનારસ અને પુરી એ બે યાત્રાધામ છે; પ્રજાની આંતરિક ભક્તિ અહીંજ અનેક પ્રકારે ઠલવાઈ છે અને પ્રજાના બુદ્ધિ તથા હાર્દને અહીંજ વિકાસ સધા છે.
અમને માનવાને કારણે છે કે ઓરિસા કે જે હમણાં તેના જેરૂસલેમ જગન્નાથના કારણે હિંદુધર્મને બગીચે છે કે તે ઈ.સ. પૂર્વે ત્રીજા સૈકાથી ઈસ. આઠમા-નવમા સૈકા સુધી બદ્ધ અને જૈન ધર્મની અસર નીચે હતે. મહાન અશોકના ઈ. સ. પૂર્વે ૨૬ર ના કલિંગ પરના વિજ્યના કારણે બૌદ્ધ ધર્મની ત્યાં અસર હતી. પરંતુ તેના વિદેહ પછી મોર્ય 1. C.H.I, i., p. 601, 2, Ibid., p. 534.
3. J.E.O.R.S., , pp. 9-10, 4. J.A.S.B., Xxvii., Nos. I to V (1959), p. 186. 5. Ganguly, Orissa and her Remains-Ancient and Mediaeval, p. 17.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org