Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
પ્રકરણ ૪
કલિંગદેશમાં જૈનધર્મ કલિંગમાં જનધર્મ” એ શબ્દ મુખ્યતઃ ખારવેલને ઇતિહાસ રજા કરે છે, આથી એમ સમજવાનું નથી કે તેના પહેલાં કલિંગમાં જૈનધર્મ ન હતો; આથી ઊલટું એને હાથિગુંફા જેવા ઐતિહાસિક શિલાલેખ અને ત્યાં ઉભેલાં સ્થાપત્ય તથા શિલ્પની ઈ.સ. પૂર્વે ચોથા અને પાંચમા સૈકા સાથેની સામ્યતા તેમજ જેનશામાંના મહાન પવિત્ર ગ્રંથે ઉપરથી જે આપણે ચોકખું તારવી શકીએ છીએ તેનો અસ્વીકાર કરવા બરાબર છે. આમ છતાં કબૂલ કરવું જોઈએ કે હાથિગુફાને ખારવેલનો શિલાલેખ અને વર્ગપુરીનો તેની પત્નીનો શિલાલેખ એ બે સાધનો સિવાય અન્ય કોઈ ચક્કસ સાધનો આપણું અનુમાન માટે મળતાં નથી."
આગળ દર્શાવ્યા પ્રમાણે ભ૦ મહાવીર પછી શિશુનાગ, નંદ, મૌર્ય અને અન્ય રાજાઓ થયા જેમાંના ઘણાખરા દંતકથાનુસાર પોતાની સત્તા દરમિયાન જૈન ધર્મના અનુયાયી કે તેને મદદ આપનાર હતા. આ દંતકથાઓને તથા આ ઈતિહાસને ઘણું જેન અને અર્જન લેખકે ટેકો આપે છે, છતાં મહાન ચેદિર રાજા ખારવેલ કે જે પોતાને પિતાના લેખમાં જેન તરીકે રજૂ કરે છે તેની સાથે ચંદ્રગુપ્ત સિવાય બીજા કેઈને ઐતિહાસિક દૃષ્ટિએ મૂકી શકાય તેમ નથી.
હાથિjફ પરનો લેખ સમ્રાટ ખારવેલે કેટલા વખત પહેલાં, ક્યારે અને કેટલો સમય રાજ્ય કર્યું અને તે જૈન હતો કે નહિ તેની ઐતિહાસિક સાબિતી પૂરી પાડે છે. તે કલિંગને મહાન રાજા હતા તેની તે કોઈના પાડી શકે તેમ નથી, પરંતુ કલિંગની ચિકકસ હદ આલેખવી અસંભવિત છે. મોર્ય શહેનશાહતના અંતમાં કલિગે ખારવેલની આગેવાની નીચે બળવો કર્યો અને તે રવતંત્ર થયું. તેલંગાનની ઉત્તર પૂર્વધાટ અને બંગાલ ઉપસાગર
1. Let it be clear from the very beginning that it is really not desirable and practically impossible to trace out chronologically the progress of Jainism in Kalinga. All that is required is to lay our hands on whatever historical monuments, small or great, ancient or modern, that are available at present, and draw our infererces from them, keeping in view as far as possible the contemporary historical atmosphere of the time.
2. We know the Cedis as the well-known Vedic and classical ruling family which seems to have migrated into Orissa from Mahakosala, where they are also found in later history. "It is certain that one of the seats of the Cedis was near about Orissa in very ancient times."JB0.R.S, xiii., p. 223.
૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org