Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રાજવંશમાં જૈનધર્મ
૯૭ ત્યારે તુલના બંધબેસતી લાગે છે. આ પરિસ્થિતિ તેની જીંદગી સુધી ટકી હતી કે કેમ તે પછી તપાસીશું, પરંતુ એટલું તે ચોક્કસ છે કે તેને જેન ધર્મ માટે ખાસ સહાનુભૂતિ હતી? અને તે એકથી વધારે વખત મહાવીરના સંસર્ગમાં આવ્યું હતું.
આપણે જોયું છે કે આ કૃણિય અથવા કૃણિકને હાથી–જેને લઈને તેને નાને ભાઈ વૈશાલી નાસી ગયે હતો તેને—માટે તેના પિતામહ ચેટકની સાથે યુદ્ધ થયું હતું. આ ઉપરથી એમ જણાય છે કે અજાતશત્રુ સાથે હરિફાઈમાં ચેટક જિતશત્રુ કહેવા હોય. ડૉ. હર્બલે કહે છે કે “મગધને રાજા અજાતશત્રુ જે એક વખત મહાવીરને અનુયાયી હતું અને પછી બુદ્ધને અનુયાયી બન્યું હતું તેની સાથેની હરિફાઈમાં તેણે જિતશત્રુ નામ ધારણ કર્યું હોવું જોઈએ. જૈનોને અજાતશત્રુ કૃણિયના નામથી જાણી છે અને તેજ નામથી અહીં અને બીજે જિતશત્રુ સાથે તેને સરખાવવામાં આવ્યું છે.”
આ બધી દંતકથાઓ પરથી લિછવિ ક્ષત્રિય વિષે એમ શકય લાગે છે કે વિદેહની જેમ તેઓ પણ જેને હતા. આ માન્યતા સ્વીકારીએ તે શક્તિસંપન્ન લિચ્છવિ જાતિ મહાવીરના સુધારેલા ધર્મને સંગઠિત કરવાને મુખ્ય આધાર હતી. તેમની રાજધાની મહાવીરના સમયમાં જેનેનું કેન્દ્ર બની હતી. જૈન સાહિત્ય પરથી જણાય છે કે મહાવીર લિચ્છવિઓની રાજધાની સાથે નિકટ સંબંધમાં આવ્યા હતા. વૈશાલી જૈનોના છેલા તીર્થકરને પોતાને પુત્ર હોવાને દાવો કરે છે. સૂત્રકૃતાંગ મહાવીર વિષે નીચે પ્રમાણે કહે છે. “પૂજ્ય, અહંત, જ્ઞાતૃપુત્ર, વૈશાલીના પ્રસિદ્ધ નિવાસી, સર્વજ્ઞ, સમ્યગ જ્ઞાન અને દર્શનયુક્ત આ પ્રમાણે બોલ્યા. “જેન સૂત્ર ઉત્તરાધ્યયનમાં આજ હકીકત છેડા ફેરફાર સહિત મળી આવે છે. મહાવીર વેસલિએ અથવા વૈશાલિક યા વૈશાલીનિવાસી કહેવાય છે. વળી અભયદેવ ભગવતીની ટીકામાં (૨,૧. ૧૨,૨.) વૈશાલિકને મહાવીર તરીકે ઓળખાવે છે અને વૈશાલીને મહાવીરજનની અથવા મહાવીરની માતા કહે છે.”૬ આ ઉપરાંત કપસૂત્ર પરથી જણાય છે કે મહાવીર પિતાના સાધુજીવનમાં પોતાની માતૃભૂમિને ભૂલ્યા ન હતા અને તેથી કર ચેમાસામાંથી લગભગ ૧૨ માસાં તેમણે વૈશાલીમાં કર્યાં હતાં.
વિશેષમાં જુદા જુદા પ્રમાણેથી લિછવિની રાજધાની સાથે રાજકીય અને સામાજિક દૃષ્ટિએ જબરી લાગવગ ધરાવનાર સમૃદ્ધ રાજવંશને ઇતિહાસ સંકળાયેલ
1. તપ i જાય . . સમi માર્ચે મહાવીરૂં . . . વંતિ મંતતિ . . .-Ambapatika-Stra, 32, p. 75.
2. Hoernle, op. and loc. cit.
3. For further facts about the strength of Jainism in Vaisāli see Law (B. C.), op. cit., pp. 72. 75. Jacobi, op. cit., p. 194.
4. Jacobi, S.B.E., xlv, p. 261. 5. Cf. Utlarādhyayana-Sudra, Lecture VI, v. 17; Jacobi, op. cit., p. 27. 6. Law (B. C.), p. cil, pp. 31-32. 7. Jacobi, SB.E, xxii, p. 264. C. Law (B. C.), pp. cit, pp. 32-33,
૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org