Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૩૨
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
2
‘ શ્રમણનો ’ અર્થ સાધુ યા ભિક્ષુક છે અને જેના તે શબ્દ બૌદ્ધોની પહેલાં પણ વાપરતા હતા. ગ્રીક ગ્રંથામાં પણ તે વપરાયા છે અને આગળ દર્શાવી ગયા તેમ અન્ય વિદ્વાનેાએ પણ તે સ્વીકાર્યું છે. જેનાનું પ્રાચીન વ્રત આ પ્રમાણે છે. “હું બારમું અતિથિસંવિભાગ ત લઉં છું, જેથી હું શ્રમણ યા નિગ્રંથને તેમને કલ્પ્ય ચૌદ નિર્દોષ વસ્તુએ આપવા પ્રતિજ્ઞા કરૂં છું.”૨ કલ્પસૂત્ર પણ તેજ પ્રમાણે “ આધુનિક નિગ્રંથશ્રમણા ” માટે કહે છે. દક્ષિણના પ્રથમ દિગંબર ગ્રંથકર્તા કુંદકુંદાચાર્ય પણ પેાતાના સંપ્રદાયના સાધુઓ માટે તે શબ્દ વાપરે છે. પણ સૌથી વિશેષ તા એ છે કે બોદ્ધા પાતે નિગ્રંથોને ‘ શ્રમણ’ શબ્દથી ઓળખાવે છે; કારણ કે અંગુત્તનિકાય કહે છે કે “ અરે વિશાખ ! એક શ્રમણાના વર્ગ છે જે નિગ્રંથા કહેવાય છે.પ આ જેનેાના બોદ્ધો પહેલાંને પ્રાચીન શબ્દ છે તે નિશ્ચિત છે કારણ કે નિગ્રંથ શ્રમણા' થી જુદા એળખાવવા હો પોતાને ‘ શાકયપુત્રીય શ્રમણ્ણા ’ શબ્દ વાપરતા હતા.૬
୪
અશાક જ્યારે એકલા મૌદ્ધોને વિષે કહે છે ત્યારે સંઘ શબ્દને ઉપયાગ કરે છે. આજ્ઞારસ્તંભ સાતમામાં તે કહે છે કે “ કેટલાક મહામાત્રાને સંઘના કામની વ્યવસ્થા માટે હું આજ્ઞા આપું છું, ખીજા કેટલાકને બ્રાહ્મણુ તથા આજીવકના કામની વ્યવસ્થા સોંપું છું, અન્યને નિગ્રંથાના કામની વ્યવસ્થા માટે હુકમ કરૂં છું અને બાકીનાને...... અન્ય દાર્શનિકાની વ્યવસ્થા માટે સૂચન કરૂં છું, ’૭
બ્રાહ્મણા, આવકા, નિગ્રંથા એ બધાના સ્વતંત્ર ઉલ્લેખ બતાવે છે કે તે બધા સંઘ કરતાં તદ્દન જુદા હતા; અન્ય સ્થળોએ શ્રમણાને બ્રાહ્મણ સાથે ગણાવ્યા છે. ઉપરની આજ્ઞામાં શ્રમણાને નિર્દેશ નથી તે આજીવક અને નિગ્રંથાને અંગે સમજી શકાય તેમ છે કારણ કે બન્ને ઉપર જોયું તેમ સંઘથી જુદા પડી જાય છે.
સાચી રીતે અશોકનું જૈન તેમજ અન્ય ધર્મ પ્રતિનું વલણ નીચેના શબ્દોમાં જોઇ શકાય છે: “ સર્વ મનુષ્યા મારા બાળકો છે, જેમ મારા પોતાના બાળકો માટે હું ઇચ્છું છું કે તેઓને આલેાક અને પરલોકનું કલ્યાણ મળે તેમ સર્વ મનુષ્યને મળે એમ મારી
1. Cf. Rice (Lewis), ob. cit., p. 8.
2. Stevenson (Mrs.), p. cit., p. 218.
3. Jacobi, S.B.E., xxii., p. 297.
4. Cf. Bhandarkar, op. cit., pp. 97-100.
5. Cf. Jacobi, S.B.E., xlv, Int., p. xvii. Read also Kamta Prasad Jain's interesting article on
“ The Jaina References in the Buddhist Literature,” I.H.Q., ii, pp. 698-709,
6, Cf. Rhys Davids, op. cit, p. 143.
7. Delhi-Topra Pillar Edict VII ; Cj. Hultzsch, p. cid., p. 136 (2).
8. See Rock Edicts (III, D), (IV, C), (IX, G), (XI, G), (XIII, G), and Pillar Edjct VII (H H); cf. Hultzsch, op. cit, Int., p. 1,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org