Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૨૪
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આ બધી બાબતેને વિચારી ડેરાયચૌધરી કહે છે કે “એટલું તે ચોક્કસ છે કે ચંદ્રગુપ્ત ક્ષત્રિય જાતિ એટલે મેરિય (મેર્ય) વંશ હતા. ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિમાં પિલિવનના નાના પ્રજાસત્તાક પર રાજ્ય કરતી મેરિય જાતિ હતી. પૂર્વ ભારતના બીજા રાજાઓ સાથે તેઓ પણ મગધ સામ્રાજ્યમાં ભળી ગયાં હોવાં જોઈએ. અગ્રમના અયશસ્વી રાજ્યમાં જ્યારે તે તેની પ્રજાને અપ્રિય થઈ પડ્યો ત્યારે ઘણું ખરું ચંદ્રગુપ્તના મુખીપણું નીચે મેરિયે બહાર આવ્યા. તક્ષશિલાના બ્રાહ્મણના પુત્ર કૌટિલ્ય યા ચાણક્ય અથવા વિષ્ણુગુપ્તની મદદથી તેણે દુષ્ટ નંદને પદભ્રષ્ટ કર્યો. ૨ - ચંદ્રગુપ્તની કુલપરંપરા વિષે આટલું બસ છે. હવે ચાણક્ય પિતે મગધને રાજા કેમ ન થયે તે વિષે ડો. રાયચૌધરીનું ઉપલું લખાણ સ્પષ્ટતા કરે છે. ગ્રીક સાહિત્ય પરથી જણાય છે કે “પ્રભાવિક ભાગ્યની નિશાનીથી ચંદ્રગુપ્ત રાજ્યની મહત્ત્વાકાંક્ષા રાખતે હતા.૩ જૈન ઇતિહાસનાં બીજાં સાધનની માફક ગ્રીક સાહિત્ય પણ ઇતિહાસની સત્યતા પર આછો પ્રકાશ ફેકે છે. ચંદ્રગુપ્ત બાબત તેઓ કહે છે કે નંદના મૃત્યુદંડમાંથી તે નાસી છૂટ્યો હતે; તે નિદ્રાવશ હતો ત્યારે તેના શરીરમાંથી નીકળતા પરસેવાને કઈ સિંહે ચાટ્યો હતે આ અપૂર્વતાના કારણે તેનામાં રાજ્યારોહણની મહેચ્છા જન્મી હતી અને એક ગાંડે હાથી તેને વશ થઈ તેના પગે પડ્યું હતું. જ્યારે આવાં સમકાલીન સાક્ષીભત વૃત્તાંત ચંદ્રગુપ્ત સંબંધે આટલું જ કહે છે ત્યારે નવાઈ નહિ કે જૈન ગ્રંથો ટૂંકમાં નીચે પ્રમાણે કહે છે? ચાણક્ય બધા દાંત સાથે જ હતું. આ આશ્ચર્યજનક ઘટના વિષે જ્યોતિષીઓને પૂછતાં તેમણે એવું ભવિષ્ય ભાખ્યું કે તે બાળક રાજા થશે. તેને પિતા ધાર્મિક વૃત્તિને હોવાથી પુત્રને રાજ્યપદની ભયંકરતામાંથી બચાવી તેનું આત્મકલ્યાણ કરવાના વિચારથી તેણે બાળકના દાંત ઘસાવી નાંખ્યા તે પરથી તિષીઓએ કહ્યું કે ચાણક્ય પ્રતિનિધિ દ્વારા રાજ્ય કરશે. વધુમાં આપણે જાણીએ છીએ કે નંદરાજાના પરાજ્ય પછી તેને પ્રજાને ચંદ્રગુપ્ત અને પર્વત રાજા વચ્ચે વહેંચી લેવામાં આવ્યું હતું.
ભારતીય ઇતિહાસની આ અસંબદ્ધ વિગતે બાજુએ મૂકી આપણે મગધ સામ્રાજ્યનું પરિબળ મૌના સમયમાં કેટલું હતું તે ટૂંકમાં જોઈએ. મગધની સત્તા અને રાજ્યવિસ્તાર અશોકના સમયે ઉચ્ચતમ કક્ષાએ પહોંચ્યું હતું, પરંતુ ખરા વિજયે અને રાજ્યવિસ્તાર
1. According to the Jainas Canakya was a native of Canaka, a village of the Golla district. CJ. Jacobi, op. cit., p. 55; Avasyaka-Sutra, p. 433.
2. Raychaudhuri, op. cit., pp. 165-166. 3. McCrindle, op. cit. p. 327, 4. Ibid., pp. 327 328. C. Smith, op. cil, p. 123, n. 1.
5. About this incident of Canakya's life Jacobi makes a note as follows:-" The same circumstances is told of Richard III:
“Teeth hadst thou in thy head when thou wast born
To signify thou comest to bite the world.'” -Jacobi, op. and loc. cit.
6. Cf. Avasyaha-stitra, p. 435; Hemacandra, op. cit., v. 327.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org