Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રાજવંશમાં જૈનધર્મ
૧૨૩
શરતે મૈત્રી કરી કે જો તે નંદને જીતવામાં મદદ કરે તે નંદના રાજ્યના અર્ધા ભાગ તેને આપવા. તેમણે નંદના આજુબાજુના પ્રદેશે વેરાન અને ઉજ્જડ કરી પાટલીપુત્રને ઘેર ઘાલ્યા અને છેવટે દુશ્મનને શરણે થવા ફરજ પાડી, નંદે ચાણુક્યની દયા માંગી અને એક રથપર જે કાંઈ તે ઉપાડી લઈ જઈ શકે તેટલું લઈ ને પેાતાનું રાજ્ય છેાડવા તેને રજા આપી. નંદ પેાતાની એ પત્નીએ અને એક પુત્રી તથા કેટલેક ખજાના લઈ રથ હાંકી ગયા. રસ્તામાં ચંદ્રગુપ્ત મળતાં નંદની પુત્રી તેને જોતાંજ તેના પ્રેમમાં પડી. સ્વયંવરના રિવાજ અનુસાર પિતાની સંમતિથી તેણે ચંદ્રગુપ્તને પતિ સ્વીકાર્યાં. પિતાના રથમાંથી ઉતરી ચંદ્રગુપ્તના રથમાં ચઢતાંજ તેના રથના નવઆરા ભાંગી ગયા; આ કારણે ચંદ્રગુપ્ત તેને હાંકી કાઢત, પરંતુ નવા વંશ નવ પેઢી ચાલશે એમ કહી ચાણકયે તેને તેમ કરતાં અટકાયે. ૧
નંદાના પતન અને મૌર્યાના ઉત્થાન બાબત જેનેા આટલું કહે છે. હિમવત્કૃટના મિત્રરાજા પર્વતના સંબંધમાં એમ બન્યું કે તે કમનસીબ અકસ્માતથી મરણ પામ્યા અને પરિણામે નંદ અને પર્વત એ એઉનાં રાજ્ય ચંદ્રગુપ્તને મળ્યાં. આપણે જોઈ ગયા તેમ આ અનાવ મહાવીર નિર્વાણ પછી ૧૫૦ વર્ષે અન્યા.
ન
અહીં એ પ્રશ્ન ઉઠે તેવા છે. જૈન અને અન્ય ઉલ્લેખ અનુસાર મૌર્યાના પતનમાં ચાણક્ય એકલાના જ હાથ હેાય તેા ચંદ્રગુપ્તની કુલપરંપરા કઈ ? અને મગધ સામ્રાજ્યના રાજકતા તરીકે ચાણકય પોતે કેમ ન બન્યા ? આ એમાં ચંદ્રગુપ્તની કુલપરંપરાની માહિતી મળતી નથી. જૈન દંતકથા તેને રાજાના મયૂર પોષકાના ગામના મુખીની પુત્રીના પુત્ર તરીકે જણાવે છે. સ્મિથ કહે છે કે ચંદ્રગુપ્તે પોતાની માતા અથવા માતામહી મુરાના નામથી પોતાને વંશ સ્થાપ્યા જણાય છે. હિંદુએ મૌર્યાને નંદા સાથે જોડે છે, કથાસરત્સાગર ચંદ્રગુપ્તને નંદના પુત્ર તરીકે ઓળખાવે છે. મહાવંશ તેને મેરિય વંશજ કહે છે. દિવ્યાવદાનમાં ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસાર પોતાને મુર્ધાભિષિક્ત ક્ષત્રિય હાવાના દાવા કરે છે. તેજ ગ્રંથમાં બિંદુસારના પુત્ર અશોક પોતાને ક્ષત્રિય કહે છે. મહાપરિનિક્ખાણસુત્તમાં મેરિયાને ક્ષત્રિય જાતિના અને પિલિવનના રાજ્યકર્તા તરીકે ગણાવ્યા છે.૯
1. C. Avasya-Stra, pp. 433, 434, 435 ; Jacobi, op. cit., pp. 55-59.
2. કે પ રાજ્યે તસ્ય નાતે.—Avasyaka-Satra, p. 135. CJ. Hemacandra, op, cil, v. 338.
3. “We learn from the Kautilya's Arthasāstra, Kamandaka's Ntisāra, the Puranas, the Mahavamsa and the Mudrarakshasa that the Nanda dynasty was overthrown by Kautilya, the famous minister of Candragupta Maurya."-Raychaudhuri, op. and loc. cit. "A Brahman Kautilya will uproot them all; and after they have enjoyed the earth 100 years, it will pass to the Mauryas.”—Pargiter, oh. cit., p. 69.
4. Cj. Avasyaha-Stra, pp. 433-434; Hemacandra, op. cil., v. 240.
5. Cj. Smith, ob. cit., p. 123.
6. Cf. Tawney (ed. Penzer), op. cit., i., p. 57.
7. “ Moriyānam Khaltiyānain vase . . . etc."-Geiger, op. cit., p. 30.
8. “ Alain raja kshatriyo kar dablishita. . . .”—Cowell and Neil, Diwyāyadāna, p. 370.
9. Rhys Davids, S.B.E., xi., pp. 134-135.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/