Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૨૬
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
સમયના મહાન ધર્માધિકારી આચાર્ય શ્રુતકેવલી ભદ્રબાહુએ બાર વર્ષના દુકાળની આગાહી કરી હતી. આ આગાહીના પરિણામે જેને માટે સમૂહ (લગભગ ૧૨૦૦૦) દક્ષિણમાં ગયે, તેમાંના કેટલાક (ભદ્રબાહુસહિત ?) સલલેખન અર્થાત અનશન (કાંઈપણ ન ખાવાની
પ્રતિજ્ઞા) પાળી સ્વર્ગે ગયા. આ પ્રસંગ હૈસુરના શ્રવણ બેન્ગલામાં બને. ચંદ્રગુપ્ત પણ સિંઘની સાથે ગયે હતું અને સર્વરવ ત્યાગી તેના પૂજ્ય ગુરૂ ભદ્રબાહુના ચરણ સેવ બાર વર્ષ ત્યાં રહ્યો (?) અને અનશન કરી સ્વર્ગ ગયો.
ઉપરોક્ત કથામાં કૈસ અને પ્રશ્ન મૂકેલ વા સિદ્ધાંતમાં મળી આવતી વિગતેમાં જુદી પડતી એકજ દંતકથાના જુદા પાડે બતાવે છે. શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના આવિર્ભાવ સાથે આ કથાને સંબંધ છે જે આપણે જોઈ ગયા છીએ. આ વાત તાંબરે સ્વીકારતા નથી જે કે તેઓ બાર વર્ષના દુકાળને સંમત થતા જણાવે છે કે ચંદ્રગુપ્તની રાજધાનીમાં રહેતા આચાર્ય સુસ્થિતને પિતાના ગણને અન્ય પ્રદેશમાં મોકલવાની જરૂર પડી હતી. આ દંતકથા ચંદ્રગુપ્ત જૈન હતો તે સૂચવવા પૂરતી છે. આની બારીક તપાસનું કાર્ય દક્ષિણભારતમાં જૈનધર્મના અભ્યાસી પર છોડીએ, તેમ છતાં એમ કહી શકાય કે આ સંબંધમાં મહેસુરના નરસંહાચાર્ય, ફલીટ અને અન્ય વિદ્વાનોએ વિસ્તારથી લખ્યું છે.
આ દંતકથાનું પ્રથમ ઐતિહાસિક સ્વરુપ હરિસેનના બૃહત્કથાકેશમાં મળે છે જે ઈ. સ. ૯૭૧ લગભગ ગણાય છે. શ્રવણ બેલ્વેલા શિલાલેખ જે ઈ. સ. ૬૦૦ લગભગને ગણાય છે તે આ ઉલલેખને મૂળ આધાર છે. કેટલાક પ્રમાણભૂત અને પ્રતિષ્ઠિત આધુનિક વિદ્વાને એ નિર્ણય પર આવ્યા છે કે આ દંતકથાના આધારે ચંદ્રગુપ્તને જન કહી શકાય તેમ છે. શ્રી. જાયસ્વાલ કહે છે કે “જૈન ગ્રંથ (ઇ. સ. પાંચમી સદી) અને તે પછીના જૈન શિલાલેખે ચંદ્રગુપ્તને જૈન રાજર્ષિ તરીકે ઉલ્લેખ છે. મારે અભ્યાસ જૈન કથનના ઐતિહાસિક પ્રમાણને માન આપવાની મને ફરજ પાડે છે અને ચંદ્રગુપ્ત પોતાના રાજ્યના અંતે જૈનધર્મ સ્વીકારી પોતાનું રાજ્ય તજી જૈન સાધુ તરીકે અવસાન પામ્યા તે માન્યતા ન સ્વીકારવાનું કારણ હું કાંઈ સમજી શકતું નથી.
- ડે. સ્મિથે પણ આ વિચાર સ્વીકારી જણાવે છે કે “ચંદ્રગુપ્ત મૌર્યના કારકિર્દીભર્યા રાજ્યને અંત જે રીતે આવ્યા તે વિષેને માત્ર એક ઉલેખ જૈન દંતકથામાં જ છે. જેને આ મહાન સમ્રાટને બિંબિસારના જે જૈન માને છે અને આ હકીકત ન માનવાને કાંઈ કારણ
1. CJ. Hemacandra, op. cit., vv. 377-378. In the list of the Sthaviras Susthita comes after Sthūlabhadra, who is the eighth pontiff of the Jaina church. Cf. Jacobi, S.B.E., xxii., pp. 287-288.
2. Narasimhachar, Op. cit., Int, pp. 36-42 ; Fleet, I.A, Xxi.pp.156-160.
3." ... the Brihat-Katha-Koša, a Sanskrit work written by Harisena in 931, says that Bhadrabahu, the last of the Srulakevalins, had the King Candragupta as his disciple."--- Narasimhachar, op. cit., Int., p. 37. C. Rice (Lewis), op. cit., p. 4.
4. CJ. Narasimhachar, op. cit., Int., p. 39; ibit., Translation, pp. 1-2; Rice (Lewis), op. cit, pp. 3-4.
5. Jayaswal, J.B..R.S., iti, p. 452.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org