Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રાજવંશમાં જૈનધર્મ
૧૨૯ મિતાંતર અને દંતકથાઓ છે. આમાં અશકના સંબંધમાં કોઈ મુશ્કેલી નથી. બધાય સ્વીકારે છે કે ચંદ્રગુપ્તની પછી તેને પુત્ર અને વારસ બિંદુસાર આવ્યો હતો અને તેની પછી તેને પુત્ર અશોક ગાદીએ આવ્યું. આ બે મોના જેનો સાથેના સંબંધ વિષે એટલું તે સ્પષ્ટ છે કે તેમના વિષેની દંતકથાઓ ચંદ્રગુપ્ત અને સંપ્રતિ વિષેની સાહિત્યિક દંતકથાઓ જેટલી અર્થવાળી નથી. તેમ છતાં એ બન્ને જૈન ધર્મ પ્રતિ પ્રેરાયેલા હતા તેમ માનવાનાં કારણો છે. અશોકના પુરેગામી બિંદુસાર વિષે આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે તેણે એન્ટિઓસિ સેટરની પાસે પિતાના સારુ ગ્રીક તત્ત્વવેત્તા મોકલવા એક દૂત મોકલ્ય હતું. તેના પિતાની સત્તા અને તેણે મેળવેલા વિજયે પરથી એમ કહી શકાય કે તેણે પિતાને રાજ્યવિસ્તાર મહેસુરના કેટલાક ભાગ સુધી વધાર્યો હવે જોઈએ. આ બે વિગત નિરૂપયેગી નથી. પહેલી વાત બિંદુસારના તાત્વિક પ્રેમને ખ્યાલ આપે છે જ્યારે બીજી દક્ષિણ હિંદમાં અશેકના સ્તંભને પ્રચાર સમજાવે છે. એમ પણ હોય કે માત્ર વિજ્યની સ્વાભાવિક ક્ષત્રિય મહેચ્છા ઉપરાંત પિતાના પિતા ચંદ્રગુપ્તના અંતિમ દિવસોથી પવિત્ર થયેલ ભૂમિ મહેસુર જિતવા તે પિતૃપ્રેમથી પ્રેરાયા હેય.
સિલેનની દંતકથાઓ તો એમ જણાવે છે કે બિંદુસાર બ્રાહ્મણ ધર્મ પાળતા હતે. અશોકના પિતા વિષે મહાવંસ જણાવે છે કે તે બ્રાહ્મણધર્મો હેવાથી ૬૦,૦૦૦ બ્રાહ્મણને પાળતા હતા. પરંતુ એડવર્ડ થોમસ જણાવે છે કે “બીજા દેશે અને બીજા સમયેની તેમની દલીલે વાદ વગરની ગણાય. વળી એ પણ ખાસ એક પ્રશ્ન છે કે તેઓ બ્રાહ્મણ ધર્મવિષે શું જાણતા હતા? એટલું જ નહિ પણ બ્રાહ્મણ શબ્દનો ઉપયોગ તેમના અર્થમાં બુદ્ધ ન હોય તેવા કે પિતાનાથી વિધી ધર્મવાળા માટે વપરાતું હોય. છેવટે આપણા ઉપયોગ માટે એટલું પૂરતું છે કે બિંદુસાર પિતાના પિતૃધર્મને અનુસર્યો હતો અને અશોકને પણ બાળપણમાં તેજ ધર્મનું શિક્ષણ મળ્યું હતું.”
બિંદુસાર વિષે આથી વિશેષ કાંઈ કહી શકાય તેમ નથી. આપણે જોઈ ગયા તેમ તેના પિતાની માફક તે પણ ચાણક્યની અસર નીચે હતે. જૈન દંતકથા કહે છે કે તેના સમયમાં બ્રાહ્મણ મંત્રી રાજાને અપ્રિય થઈ પડ્યું હતું અને તેના બદલે કોઈ સુબધુની નિમણુક થઈ હતી. તેના પુત્ર અને ઉત્તરાધિકારી અશોકને વિચાર કરતાં એમ કહેવાની જરૂર નથી કે તેનું જીવન તેના પિતાની માફક આચ્છાદિત નહોતું. નિગ્રંથ સંપ્રદાય સાથે તેને બંધ કે હતે તે બતાવવા પૂરતું સાધન છે. જો કે અશોકે પિતાની કારકિર્દી દરમિયાન કયે ધર્મ
1. Cf. Smith, Early History of India, pp. 155-156. 2. Pita satthisahassāni brāhmane brahmapakkhika bhojesi.--Geiger, op. cit., Paricchedo V,
3. Thomas (Edward), op. cit., p. 29. 4. For the circumstances under which Canakya lost the goodwill of his master see Hemacandra, op. cit., vv. 436-459.
૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org