Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૨૨
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
જેને અને બંને સબંધ આ પ્રમાણે હતે. નંદના સમયમાં જેને પ્રભાવશાળી હતા તે સંસ્કૃત નાટક મુદ્રા-રાક્ષસ પરથી સ્પષ્ટ થાય છે જેમાં ચંદ્રગુપ્તના રાજ્યારોહણને પ્રસંગ સૂચવે છે કે “જૈને આ સમયે પ્રધાનપદ ભેગવતા હતા. ક્રાંતિકાળના પ્રણેતા ચાણક્ય પણ પિતાના મુખ્ય દૂત તરીકે એક જૈનને રાખે હતો.”
નંદની રાજકીય સત્તા વિષે જૈન ગ્રંથ શિશુનાગ વંશની માફક ખાસ પ્રકાશ ફેંકતાં નથી; તેમાંથી અસ્પષ્ટ રીતે એટલું જ મળે છે કે જેન મંત્રી કલ્પકની સહાયથી રાજાનંદે ઘણાખરા રાજાઓને વશ કર્યા હતા અને આગળ જોઈશું તેમ છેલ્લા નંદને ચાણક્યના શરણે જવું પડ્યું હતું કે જેણે દરબારમાં થયેલા પિતાના અપમાનના કારણે તેની સત્તાને નાશ કરવા અને તેને પદભ્રષ્ટ કરવા પ્રતિજ્ઞા લીધી હતી. જૈન સાહિત્ય જ આમ અંધારામાં છે એમ માનવાનું કંઈજ કારણ નથી. ડેશાપેટિયર કહે છે કે “પ્રાચીન હિંદી ઈતિહાસના કેટલાક અંધકારમય યુગમાં નંદનું રાજ્ય ખાસ અંધકારમય જણાય છે?
નદો પછી આવે છે મોર્યો. નદોની જગ્યા મૌએ કેમ અને કેવી રીતે પડાવી લીધી તે સ્પષ્ટ જણાયું નથી. છતાં એટલું ચોક્કસ છે કે ભારતીય ઈતિહાસના આ પરિવર્તન કાળમાં “વખતે જગતને નહિ, પરંતુ ભારતનો પ્રથમ અર્થશાસ્ત્રી ચાણક્ય મળી આવે છે.”૩ રાજકીય ક્રાંતિનું વિસ્તૃત વર્ણન મળતું નથી એ વિચિત્ર તે લાગે છે છતાં સાહિત્યિક વર્ણન પરથી જણાય છે કે “છેલ્લા નંદની પ્રજાએ તેને તિરસ્કાર કર્યો હતો અને તેને કેડીને ગણતી હતી.” વિશેષતઃ આ બનાવમાં વર્ણવેલ નંદના વિશાળ ખજાના અને લશ્કરી ખર્ચની દંતકથા સ્વાભાવિક રીતે સૂચવે છે કે તે સમયમાં આર્થિક લૂંટજ ચાલતી હશે* તેમ છતાં નંદવિષે જેને તેવી કોઈ ફરિયાદ કરતા નથી.
ટૂંકમાં જૈન દંતકથા નીચે પ્રમાણે છેઃ એકનિષ્ઠ જૈન બ્રાહ્મણ ચણિનની પત્ની ચણેશ્વરીને પુત્ર ચાણક્ય, નંદ પ્રસિદ્ધ બ્રાહ્મણને ઉદારતાથી દક્ષિણ આપે છે એમ જાણ પૈસા મેળવવા પાટલીપુત્ર ગયે. ત્યાં રાજદરબારમાં તેનું અપમાન થયું એમ તેને લાગ્યું અને તે છેલ્લા નંદને શત્રુ બન્યું. ત્યાંથી તે હિમવલૂટ ગયે અને ત્યાંના પર્વતક રાજા સાથે એવી
1. CJ. Narasimhachar, E.C., ii., Int., p. 41; Rice (Lewis), Mysore and Coorg, p. 8; Smith, Oxford History of India, p. 75. 2. Charpentier, op. and loc. cit.
3. Sammadar, The Glories of Magadha, p. 2. 4. "Mahavamsa, when it dubs the last Nanda by the name of Dhana, or 'riches,' seems to hint at an imputation of avariciousness against the first Nanda ; and the Chinese pilgrim Hiuen-Tsiang also refers to the Nanda Raja as the reputed possessor of great wealth."Smith, Early History of India, p. 43. C. Raychaudhuri, op. cit., p. 143.
5. તો હિમવર્ટ, પાર્વતિ સાગ, તેન સમે મિત્ર નાતા.-Avasyaha-Sitra, p. 434; Hemacandra, op. cit., v. 298. Jacobi makes a note of this in his edition of the Parišishtaparvan, as follows: In the list of the kings of Nepal, according to the Bauddha Parvatiya Varnsävali, the eleventh king of the third dynasty, that of the Kirātas, is Parba--apparently our Parvata; for in the reign of the seventh king, Jitedāsti, is placed Buddha's visit to Nepal, and in that of the fourteenth, Sthunka, Asoka visited the country.--Jacobi, Paribishtaparvan, p. 58. CJ. Bhagawanlal Indraji, I.A., xiii., p. 412.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org