Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રાજવંશમાં જૈનધર્મ
૧૦૩ પછી જૈન સંઘમાં પડેલ પંથભેદ વિષે બૌદ્ધ સાહિત્યમાં આવેલ હકીકત આ વસ્તુ પૂરવાર કરે છે. નિગષ્ઠ નાતપુરના અનુયાયીઓ તેમના મહાન તીર્થંકરના નિર્વાણ પછી પાવામાં જુદા પડી ગયા હતા. આ અનુયાયીઓમાં સાધુ અને શ્રાવક બન્ને હતા કારણ કે આપણે વાંચીએ છીએ કે સાધુઓના આ કલેશના કારણે “વેતવવાળા નાતપુત્તના ગૃહસ્થ અનુયાયીઓએ નિગષ્ઠ પ્રતિ દુઃખ, તિરસ્કાર અને અભાવ બતાવ્યાં હતાં.” આ ગૃહરથ જેને આજના વેતાંબર માફક વેતવમાં રહેતા હોય એમ જણાય છે. બુદ્ધ અને તેમના મુખ્ય શિષ્ય સારિપુત્તે પોતાના ધર્મના પ્રચાર માટે મહાવીરના નિર્વાણ પછી જૈન સંઘમાં પડેલા વિભાગને લાભ લીધે જણાય છે. પાસાદિકસુત્તમાં જણાવ્યું છે કે પાવાને આગંતુક ચંડ મલ્લદેશમાં સામગામમાં આનંદ પાસે મહાન તીર્થકર મહાવીરના નિર્વાણના સમાચાર લાવે છે અને આનંદ આ બનાવનું મહત્ત્વ વિચારી કહે છે કે “મિત્ર ચંડ! આ મહત્ત્વને પ્રસંગ ભ૦ બુદ્ધ પાસે લઈ જવાની આવશ્યકતા છે. ચાલે, આપણે જઈને તેમને આ વિષે જણાવીએ.” તેઓ ભ૦ બુદ્ધ પાસે ત્વરિત ગતિએ ગયા જ્યાં એક લાંબી ચર્ચા થઈ.”૨
વળી જૈન સાહિત્ય પરથી આપણે જાણીએ છીએ કે મલ્લકિ જાતિ જેના અંતિમ તીર્થકર મહાવીરની પરમ ભક્ત હતી. આગળ જોયું તે મુજબ કલ્પસૂત્ર પરથી પણ જણાય છે કે મહાન તીર્થકરને નિર્વાણદિન ઉજવવામાં નવ લિછવિઓ સાથે નવ મલ્લકિ સરદારે પણ હતા જે બધાએ ઉપવાસવ્રત રાખ્યું હતું અને જ્યારે જ્ઞાનદીપક બુઝાઈ ગયે છે ત્યારે દ્રવ્યદીપક કરીએ.” એમ કહી દીપોત્સવ કર્યો હતો. આ ઉપરાંત જૈનેના આઠમા અંગ અંતગડદસાઓમાં ઉગ્ર, ભેગા, ક્ષત્રિય અને લિછવિઓ સાથે મલ્લકિન ઉલ્લેખ આવે છે કે જેનોના બાવીસમા તીર્થંકર અરિહૂનેમિ અથવા અરિષ્ટનેમિ બારવઈ (દ્વારિકા) શહેરમાં ગયા ત્યારે તેમના દર્શને તેઓ ગયા હતા.'
હવે કાસી-કેસલના અઢાર ગણરાજાઓને વિચાર કરતાં આપણને જણાય છે કે તેઓ પણ લિછવિઓ અને મલ્લકિઓની માફક મહાવીરના ભક્ત હતા. તેઓએ પણ મહાવીરના નિર્વાણ દિને ઉપવાસ અને દીપત્સવ કર્યો હતે." તે ઉપરાંત આપણે જોઈ ગયા તે પ્રમાણે જૈન સાહિત્ય જણાવે છે કે રાજા કૂણકે જ્યારે તેના પર લડાઈ જાહેર કરી ત્યારે રાજા ચેટકે મલકી સરદારેની સાથે અઢાર કાસી-કેસલના રાજાઓને પિતાની મદદે બોલાવ્યા હતા.
કાસી-કેસલને વિચાર કરતાં જુદાં જુદાં પ્રમાણેથી આપણે જાણી શકીએ છીએ કે કાસીની પ્રજા વિદેહ અને કેસલની પ્રજા સાથે શત્રુ અને મિત્ર એ બન્ને રીતે સંબંધમાં
1. CJ. Bühler, op. and loc. cit. 2. Law (B, C.), op. cit., pp. 153-154. Cf. Dialogues of Buddha, pt, i., pp. 203 ft., 203, 212, 3. Jacobi, op. cil., p. 266.
4. Barnett, op. cit., p. 36. 5 Cf. Kalpa-Sutra, Subodhikä-?īkā, sūt. 128, p. 121.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org