Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૧૦
ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ
આમ એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ઉદાયિનને ઉત્તરાધિકારી કોણ હતું. ભારતના ઈતિહાસની વિવાદાસ્પદ અને અચોક્કસ હકીકતમાં ઉતર્યા વિના એટલી પુનરુક્તિ બસ થશે કે મગધ-અવંતી કલહનું પરિણામ કોઈપણ શૈશુનાગના હાથ નીચે મગધના લાભમાં આવ્યું હતું, જે આપણને શિશુનાગ યા નંદિવર્ધનને નામે જાણીતું છે અથવા તે ડા પ્રધાન કહે છે તેમ તેનું નામ નંદિવર્ધન-શિશુનાગ હશે.
આ રીતે શૈશુનાગની સત્તા દરમિયાન મગધ રાજ્યના ઉત્કર્ષને વિચાર કર્યા પછી જૈન ધર્મના સંબંધને ટૂંકમાં વિચાર કરીએ. અહીં એ વાત ધ્યાનમાં રાખવાની છે કે જુદા જુદા રાજાઓ અને વંશે જેમને જેને પિતાના ધર્મનુયાયી યા હિતચિંતક માને છે તેમના વિષે જે કાંઈ કહેવાયું છે અને કહેવાશે તે જ પ્રમાણે બૌદ્ધોએ પણ કહ્યું છે. ભારતીય ઇતિહાસની આ પરિસ્થિતિનાં ઘણાં કારણે છે; આપણે તેની વિગતમાં ઉતરવાની કાંઈ અગત્ય નથી કારણ કે તેમ કરવાથી આપણે ચોકકસપણે કહી શકતા નથી કે અમુક રાજા ધર્મ જૈન કે બૌદ્ધ હતે. શિલાલેખે અને પ્રમાણભૂત ઐતિહાસિક દસ્તાવેજોની રજૂઆત વિના કેઈપણ વરતુ ઐતિહાસિક સત્ય તરીકે રજૂ કરી ન શકાય અને જ્યાં શા, તેમજ કેટલીક સાહિત્યિક અને લોકિક દંતકથાઓજ આધાર તરીકે હોય ત્યાં તો શુદ્ધ સત્ય તારવવું જરા પણ સહેલું નથી.
પ્રથમ બિંબિસાર અથવા તે જૈનના શ્રેણિક વિષે વિચારતાં એમ કહી શકાય કે બૌદ્ધોને તેના સંબંધમાં ગમે તેટલે દાવે હેય તો પણ જેનેએ રજા કરેલ પૂરાવા તે મહાવીરને ભક્ત હતા તે સાબીત કરવા પૂરતા છે. તેના અને તેના ઉત્તરાધિકારી વિષે જેનોએ એટલું બધું લખ્યું છે કે જૈન ધર્મ સાથે તેને સંબંધ દર્શાવવા તેની કારકિર્દીને કેટલેક ઉલ્લેખ કરે પડશે. ઉત્તરાધ્યયનસૂત્ર આપણને કહે છે કે એક વખત શ્રેણિકે મહાવીરને નીચે પ્રશ્ન પૂછેઃ “હે યુવાન સાધુ ! યુવાવસ્થામાં આપે સંસારત્યાગ કર્યો, સુખોપભેગની વયે આપ એક શ્રમણ તરીકે વિચરો છો, હે મહાન સાધુ! તે વિષયમાં આપને ખુલાસે સાંભળવા હું ઉસુક છું.”
આ સાંભળી નાતપુત્તે એક પ્રવચન કર્યું, જે સાંભળી રાજાને એટલે સંતોષ થયો કે તેણે પિતાની ઉર્મિઓ નીચેના શબ્દોમાં વ્યક્ત કરીઃ “આપે મનુષ્યજન્મને ઉત્તમોત્તમ ઉપયોગ કર્યો છે, આપ એક સાચા જૈન બન્યા છે, તે મહાન સંત ! આપ મનુષ્યજાતિ તેમજ આપની જાતિના રક્ષક છે, કારણ કે આપે જિનેને માર્ગ ગ્રહણ કર્યો છે. આપ બધા અશરણુના શરણ છે. હે પ્રભુ ! હું આપની ક્ષમા ચાહું છું. મને આપ સન્માર્ગે દોરે. મેં આપને આ પ્રશ્ન પૂછી આપના ધ્યાનમાં વિક્ષેપ કર્યો છે અને ભેગવિલાસ માટે લલચાવ્યા છે, આ બધા માટે આપ મને ક્ષમા કરો.”
1. Cf. Pradhan, op. cit., pp. 217, 220; Raychaudhury, op. cit., pp. 133-134. 2. CJ. Pradhan, op. cit., p. 220; Raychaudhuri, op. cit., pp. 132-133, 3. Jacobi, S.B.E, xls, p. 101,
4. Ibid., p. 107
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org