Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રાજવંશમાં જૈનધર્મ
૧૧૯ કહે છે કે “બુદ્ધિબ્રશ કરીને જૈને તે વંશને ૧૫૫ વર્ષને ગણાવે છે, પરંતુ આપણે સ્વીકારેલ કાળગણના પ્રમાણે મહાન ઈતિહાસવેત્તાએ સૂચવેલાં ૧૫૫ વર્ષ નંદવંશનાં નહિ, પરંતુ તે કાળ મહાવીરનિર્વાણ અને ચંદ્રગુપ્તના રાજ્યારોહણ વચ્ચેના અંતરનું સૂચક છે. સંગે અનુસાર આપણે દર્શાવેલ સમય અને સ્વીકાર્ય છે કારણ કે કાળક્રમની યેજના પ્રમાણે તે પણ આ સમય ૯૧ વર્ષને ગણવે છે.
આમ નીચ કુલમાં જન્મ, રાજ્યારોહણ દિવસ અને નંદના સમય વિષે જૈન દંતકથાઓ અન્ય પ્રમાણ સાથે બંધબેસતી છે. આ રાજવંશના જૈનધર્મ સાથેના સંબંધની વિગતેમાં ઉતરતાં પહેલાં નંદના સમયમાં ભારતવર્ષમાં મગધનું પ્રાધાન્ય ટકી રહ્યું હતું કે કેમ તે તપાસીએ. જુદા જુદા ઉલેખેથી જણાય છે કે તે સમયમાં પણ મગધ એક અખંડ સામ્રાજ્ય તરીકે ટકી રહ્યું હતું, એટલું જ નહિ પણ તેની સીમા એટલી દૂર ફેલાઈ હતી કે મહાન એલેકઝાન્ડર અને તેના સત્રના તાબામાં રહેલે ઉત્તરીય પશ્ચિમ વિભાગ ચંદ્રગુપ્ત પિતાના સામ્રાજ્યમાં ઉમેર્યો હતો અને અશકે કલંગ દેશપર પિતાને અધિકાર ફરી સ્થાપે હતે.
પુરાણ મહાપદ્મ નંદ અથવા નંદ ૧લાને બધા ક્ષત્રિયે ઘાતક અર્થાત્ બીજે પરશુરામ કહે છે અને તેને ભૂમિના અનન્ય સમ્રાટ તરીકે સ્વીકારે છે. ભારતના વિશાલ પ્રદેશોનું સંગઠન નંદની સત્તા નીચે થયાનું પુરણનું કથન સર્વોત્કૃષ્ટ લેખકે પણ માને છે. તેઓ કહે છે કે એલેકઝાન્ડરના સમયમાં એકજ રાજસત્તા નીચે ઘણા શક્તિસંપન્ન પુરુષ દરિયાપાર રહેતા હતા, જેની રાજધાની પાલીત્ર યા પાટલીપુત્ર હતી. કટિંસ કહે છે કે ગંધાર અને પ્રાચીના રાજા અગ્રમે “પોતાના દેશના રક્ષણ માટે ૨૦,૦૦૦ હયદળ, ૨,૦૦,૦૦૦ પાયદળ, ૨,૦૦૦ ચાર ઘોડાના રથ અને તે ઉપરાંત સૌથી વિશેષ ભયંકર એવી હાથીસેના પણ રાખી હતી કે જેની સંખ્યા ૩,૦૦૦ સુધી પહોંચી હતી.” આ ઉપરાંત કોલને સમાવેશ નંદ રાજસત્તામાં હોવાનું કથાસરિત્સાગરને એક ફક સૂચિત કરે છે જે જણાવે છે કે નંદ રાજાને પડાવ અયોધ્યામાં હતો. ખારવેલને હાથીગુંફાને લેખ આનું ખાસ આવશ્યક પ્રમાણ છે જે આપણે આગળ જોયા મુજબ કલિંગની નહેરના સંબંધમાં નંદરાજનો ઉલ્લેખ કરે છે. આને સ્વાભાવિક અર્થ એ થાય કે નંદરાજાએ કલિંગ પર અધિકાર મેળવ્યો હતો. ડૉ. રાયચૌધરીના શબ્દમાં કહીએ તે “નંદના કલંગ પરના અધિકારને વિચાર કરતાં જણાય છે કે દક્ષિણ પ્રદેશની છત તદ્દન
1. Smith, op. ct., p. 42. 2, Ibid., p. 44. 3. Cf. Pargiter, op. cit., pp. 25, 69.
4. McCrindle, p. cil., pp. 221-222. C. ibid, pp. 291-282 ; Smith, op. cit, p. 42; Raychaudhuri, op. cit., p. 141.
5. CJ. Tawney (ed. Penzer), Katha-Sarit-Sāgara,, i., p. 37 ; Raychaudhuri, op. and loc. cit. 6. C. Rapson, eg, cit., p. 315.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org