Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૧૮
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આમ સ્પષ્ટ છે કે જૈન કથામાં જરા પણ અસંદિગ્ધતા નથી કારણ કે ઉદાયિનને ઉત્તરાધિકારી ન હતું અને મગધનું રાજ્ય નંદીના હાથમાં ગયું હતું. શૈશુનાગનું સ્થાન નંદાએ કેમ પડાવી લીધું તે સંજોગોમાં આપણે ઉતરતા નથી. આપણે જોયું તે મુજબ એમ પણ બન્યું હોય કે ઉદાયિન પછી કેટલાક નબળા રાજાઓ થયા અને ડૉ. મિથ કહે છે તેમ તે વંશના છેલ્લા મહાનંદિનને “શુદ્ર સ્ત્રથી મહાપદ્મ નંદ નામને પુત્ર થયો જેણે રાજ્ય પડાવી લઈ નંદવંશની સ્થાપના કરી.”
| વિદ્વાન ઈતિહાસવેત્તાનું આ કથન જૈન દંતકથા કે નંદ હજામથી થયેલ વેશ્યાને પુત્ર હતું તેને મળતું આવે છે. આ હકીકતને પુરાણે તેમજ એલેક્ઝાન્ડરને સમસમી મગધરાજના પિતાના ગ્રીક વર્ણને ટેકો આપે છે. પુરાણે તેને શુદ્ધ માતાથી જન્મેલો કહે છે. આમ આ બધું જૈન દંતકથાને ખૂબ મળતું આવે છે છતાં આ સાધનની માન્યતા મુજબ નિદોની રાજસત્તા માત્ર બે પેઢી સુધી ચાલી હતી જે સમય ૫૫ વર્ષને હતે. કર્ટિસ કહે છે કે “તેને પિતા (અગ્રમ અથવા ઝન્દમેને પિતા નંદ ૧લે અથવા મહાપદ્મ નંદ) ખરેખર હજામ હતું, જે રેજની મજુરીથી માંડમાંડ પિતાનું પુરું કરતું હતું, પણ તે સુંદર હોવાથી રાણીને માનીતે હતો અને તેના દ્વારા રાજાને વિશ્વાસપાત્ર બની બેઠે હતે. પાછળથી તેણે દગાથી પિતાના રાજાનું ખૂન કર્યું અને કુમારના સંરક્ષક તરીકે કામ કરવાનો ઢગ કરી રાજસત્તા ખુંચવી લીધી. તેણે રાજકુમારને મારી નાંખી પોતાના પુત્રને ગાદીએ બેસાથે જેણે વ્યવસ્થિત કારોબાર ચલાવવાના બદલે પિતાના પિતાની નકલ કરી અને પરિણામે પ્રજાએ તેને ધિક્કારી કાઢી તેની અવગણના કરી.”
નંદની અક્ષત્રિય ઉત્પત્તિ બાબતની જૈન અને અન્ય ઉલ્લેખની સામ્યતા ઉપરાંત કાળક્રમમાં પણ જે સ્મિથે કહે છે તે મુજબ “આ બનાવ ઈ.સ. પૂર્વે ૪૧૩ અથવા તેની આસપાસ મૂકી શકાયપે તે જૈને સાચા છે કારણ કે આપણે જોયું તેમ મહાવીર નિર્વાણ જેને આપણે ઈ. સ. પૂર્વે ૪૬૧–૪૮૦ મૂક્યું છે તેના પછી ૬૦ વર્ષ મગધની સાર્વભૌમ સત્તા શૈશુનાગના હાથમાંથી નંદના હાથમાં આવી. પુનરુતિ દેષ વહેરીને પણ કહેવું જોઈએ કે જેનેએ સૂચવેલ નંદને સમય ૫ વર્ષ તે પૌરાણિક દંતકથાને મળતો છે. મેરૂતુંગ અને બીજાઓ પર આધાર રાખતી દંતકથાઓની દષ્ટિએ વિન્સટ સ્મિથ
1. Smith, છે. cit., p. 41.
2. C. Pargiter, op. cit., pp. 25, 69; Raychaudhuri, op. cit., p. 140 ; Pradhan, op. cit., p. 226; Smith, op. cit., p. 43; Rapson, op. cit., p. 313.
3. Cf. McCrindle, The Invasi mn of India by Alexander the Great, p. 409.
4. Ibid., p. 222. Cf. ibit, p. 282 ; Raychaudhuri, op. and loc. cit.; Pradhan, op. and loc. cit.; Smith, op. cit., pp. 42-43;Jayaswal,J.B.A.R.S, i., p. 88,
5. Smith, op. cit., p. 43.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org