Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રાજવંશમાં જૈનધર્મ
११७ ( શિશુનાગ) નામના અમાત્યને ગાદીએ બેસાડ્યો હતો.” તેમ છતાં જૈન અને પૌરાણિક દંતકથાઓ આ અનિરૂદ્ધ અને બીજા દુર્બળ રાજાઓને વિસારી મૂકે છે તેમની ગણના કરતા નથી અને બૌદ્ધોના ઉદાયિભદ્રના ઉત્તરાધિકારી તરીકે કેઈનિંદ અથવા નંદિવર્ધનને મૂકે છે.
જેને જણાવે છે કે ઉદાયિ બીનવારસી મરણ પામતાં અમાએ શણગારેલ હાથી, ઘેડો, છત્ર, ચામર અને કળશ એ પાંચ રાજચિન્હ શેરીઓમાં ફેરવતાં રસ્તામાં હજામથી થયેલ વેશ્યાના પુત્ર નંદના લગ્નના વરઘેડ પાસે આવ્યા ત્યારે એ પાંચે ચિન્હાએ તે નંદને મગધના રાજા તરીકે અભિષેક કર્યો તે પરથી તેને રાજા તરીકે સ્વીકારવામાં આવે. આ બનાવ ભ૦ મહાવીરના નિર્વાણ પછી ૬૦ વર્ષે બજે અર્થાત્ તે વખતે નંદ ગાદીએ બેઠે.૩
મહાવીર નિર્વાણની તારીખ વિચારતાં આપણે જોયું કે વર્ધમાનના નિર્વાણ પછી ૧૫૫ વર્ષે મર્યો મગધની ગાદીએ આવ્યા; આમ નંદ અને તેમના વંશજોને ફાળે લ્પ વર્ષ આવે છે. ડૉ. પ્રધાન જણાવે છે કે “આ હકીકત પૌરાણિક દંતકથાને બરાબર મળતી આવે છે કે નંદેએ લગભગ સો વર્ષ રાજ્ય કર્યું. આમ પુરાણેએ પ્રાયઃ પ્રાચીન જૈન માન્યતા સ્વીકારી જણાય છે.”
આ ઉપરાંત તે વિદ્વાન ઉમેરે છે કે “નામની સમાનતાના કારણે આ હેમચંદ્ર નંદિયા નંદવર્ધન અને નંદ (=મહાપદ્ય) એ બેને એક સમજે છે એટલું જ નહિ પણ નંદ(મહાપ) લગભગ ૧૦૦ વર્ષ (સ્થવિરાવલિ મુજબ ૫ વર્ષ) રાજ્ય કર્યું હતું એ બેટી દંતકથાને ટેકો આપે છે.૫
પરંતુ હેમચંદ્ર ઉપર બતાવ્યા મુજબ નામનો ગોટાળે કદી કર્યો જ નથી કેમકે હરિભદ્ર તથા હેમચંદ્ર એ બન્નેએ નવદેને વિચાર કર્યો છે, જેમાં પહેલો નીચ કુલમાં જ હતે. એમ કહેવું બરાબર નથી કે “હેમચંદ્ર નંદિયા નંદવર્ધન અને નંદ (મહાપદ્ધ) ને ભેળસેળ કરી દીધા છે.” કારણ કે જે ઉદાયિનની ગાદી પર નંદિવર્ધન યા નંદવર્ધનનું વ્યકિતત્વ સ્વીકારવામાં આવે તો તેને શિશુનાગના વંશજ તરીકે માન પડે એ પ્રાચીન અને અર્વાચીન પ્રમાણેથી સ્પષ્ટ છે. ડો. રાયચૌધરી જણાવે છે કે “પુરાણે અને શિલેનના ઉલેખે એક જ નંદવંશનું અસ્તિત્વ સ્વીકારે છે. આ ગ્રંથ નંદિવર્ધનને શૈશુનાગ વંશના રાજા તરીકે ઓળખે છે અને જે નંદવંશથી તદ્દન જુદો જ તરી આવે છે.”
1. Raychaudhuri, op. cit., p. 133. Cf. Geiger, op. cit., vv. 2-6 ; Pradhan, op. cit., pp. 218-219; Smith, op. cid., p. 36 ; Rapson, C. H. ., i., pp. 312-313.
2. Cf. Avašyaka-Srara, pp. 690 ff.; Hemacandra, op. cit., v. 242; Pargiter, op. cit., pp. 22, 69.
3. નાતિવાર . . . નાના નાતઃ–Awasyaha-Satra, p. 690. CS, Hemacandra, ot. it., vv. 231243. 4. Pradhan, op. cit., p. 218. Cf. Pargiter, op. cit., pp. 26, 69. 5. Pradhan, p. cit., p. 220. Cf. ibid., p. 225. 6 . Ram Rળે . -Avasyaha-Silva, p. 693. C. Hemacandra, pp. cit, Canto VII,
y. 3.
7 Raychaudhuri, op. cit., p. 138, CJ. Pargiter, op. cit., pp. 23, 24, 69; Smith, op. cit., p. 51.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org