Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૧૬
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આ જૈન દંતકથાને વાયુપુરાણ ટેકે આપે છે. તે જણાવે છે કે ઉદાયિએ પિતાના રાજ્યના ચોથા વર્ષે કુસુમપુર (પાટલીપુત્ર') વસાવ્યું અને તેથી નિશ્ચિત થાય છે કે ઉદાયિન પોતાના પિતાના મૃત્યુમાટે જવાબદાર નથી. સત્તા અને પ્રતિભાની લાલચે પિતાના જીવન પ્રત્યેની સ્વાભાવિક લાગણીને ઉંચી મૂકનાર અજાતશત્રુના જેવું ઉદાયિનું ચિત્ર દોરવાને બૌદ્ધોને શું કારણ હશે તે સમજાતું નથી. મહાવંસની આ દંતકથામાં જે કાંઈ વજૂદ હેત તે જૈન લેખકે કૃણિકની માફક તેના વિષે લખ્યા વિના ન જ રહ્યા હતા.
બીજી તરફ જૈને જણાવે છે કે તે એકનિષ્ઠ જૈન હતું. તેના હુકમથી નવી રાજધાની પાટલીપુત્રના મધ્યમાં એક સુંદર જૈન પ્રાસાદ બંધાયે હતો. આ ઉપરાંત જૈન સાધુઓ પણ તેની પાસે જઈ શકતા હતા, તે વાત નીચેની હકીકત સ્પષ્ટ કરે છે કેમકે તેનું ખૂન તેના હાથે મરાયેલ એક રાજાના કુમારે સાધુ વેશમાં કર્યું હતું. આ પ્રસંગ પરથી એમ અનુમાન નીકળે છે કે એક આસ્તિક જૈનની માફક તે નિયમિત રીતે માસિક ધાર્મિક પર્વો પાળતે કારણ કે તેના પૌષધવ્રતના દિવસેજ છૂપાવેલ હથિયારવાળા નવીન મુનિ સાથે સૂરિ તેના મહેલમાં ગયા હતા અને રાજાને ઉપદેશ આપે હતો.*
ટૂંકમાં શૈશુનાગો કે જેમની સત્તા દરમિયાન મગધ સામ્રાજ્ય નિશ્ચિત સ્વરૂપ પ્રાપ્ત કર્યું હતું તેમને માટે જેનેને આટલું કહેવાનું છે. એટલું સ્પષ્ટ કરવું જોઈએ કે જૈન ધર્મ સાથેના તેમના સંબંધને લગતી ઝીણી વિગતેમાં આપણે ઉતર્યા નથી, તેમજ આ પ્રકરણમાં આવતા બીજા વિશેની બાબતમાં પણ તેમજ કરવું એગ્ય છે. આ પરથી એમ સમજવાનું નથી કે તે વિગતે અર્થ વગરની છે, પરંતુ ઉત્તરીય જૈનેનું સર્વસામાન્ય ઐતિહાસિક વિવેચન કરવા જતાં જુદા જુદા વંશે સાથેના તેમના સંબંધની વિગતેમાં ઉતરવું તે શક્ય અને ઈષ્ટ નથી.
ઉદાયિનના ઉત્તરાધિકારીઓને વિચાર કરતાં બૌદ્ધ સાહિત્ય જણાવે છે કે તેના પછી અનિરુદ્ધ, મુડ અને નાગદાસક આવ્યા હતા અને તે ઉમેરે છે કે તે બધા પિતૃઘાતક હોવાથી “પ્રજાએ ગુસ્સે થઈ તે આખા વંશનો બહિષ્કાર કર્યો હતો અને છેવટે શુનાગ
1. "The choice of Pataliputra was probably due to its position in the centre of the realm, which now included North Bihar. Moreover, its situation at the confluence of two large rivers (the Ganges and the Son) was important from the commercial as well as the strategic points of view. In this connection it is interesting to note that Kautilya recom. mends a site at the confluence of rivers for the capital of a kingdom."-Raychaudhuri, op. cit., p. 131.
2. Cf. Pargiter, op. cit., p. 69; Pradhan, op. cit., p. 216 ; Raychaudhuri, op. and loc. cit.
3. નાનામો વ યના વૈચJઉં વારિતું, . . Aasyaha-Sara, p. 689. C. Hemacandra, op. cil, v. 181.
4. સ નાગાછીનવાયોઃ પૌષધું રાજતિ-Agasyaha-Sudra, p. 690. C. Hemcandra, 9. cit, v. 186; ibid, vv. 186-230; Charpentier, C. H. I, 5, p. 164.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org