Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૧૩
રાજવંશમાં જૈનધર્મ રાજસત્તા તેને સંપી. આમ છતાંય અજાતશત્રુએ તેને ભૂખે મરવા દીધું અને પાછળથી બુદ્ધ પાસે પોતાના પાપને પશ્ચાત્તાપ કર્યો. આથી વિરુદ્ધ જૈને આ પ્રસંગ જુદી જ રીતે વર્ણવે છે. તેમની માન્યતા મુજબ બુદ્ધના પિતૃઘાતક અજાતશત્રુએ જે કે પિતાના પિતાને કેદ કર્યો હતો અને તેને બહદુઃખ દીધું હતું, પરંતુ શ્રેણિકનું મરણ
એવા સંજોગોમાં થયું હતું કે એના અકાળ મૃત્યુના અને પુત્રના શુભ ઈરાદાની ગેરસમજના કારણે પિતા અને પુત્ર બન્નેને માટે તિરસ્કારને બદલે આપણને દયા આવે છે.
આ વિષેની જેનેની દંતકથા નીચે પ્રમાણે છે. કૃણિકને પિતાને ઉત્તરાધિકારી બનાવવાનું શ્રેણિકને નિશ્ચય છતાં પિતાના ભાઈ કાલ આદિની ઉશ્કેરણીથી ઉતાવળે. શંકિત બની કૃણિકે પિતાના બાપને કેદ કર્યો. આ કારાવાસ દરમિયાન કૃણિકે તેને પ્રતિ અમાનુષિક વર્તન ચલાવ્યું તેમ છતાં તેની માતા ચલણા શ્રેણિકની સગવડ સાચવતી હતી. એક વખત એમ બન્યું કે કૃણિક પિતાના બાળપુત્ર ઉદાયિનને ખોળામાં લઈ ભેજન કરતું હતું તે વખતે તેને પેશાબ ભેજનના થાળમાં પશે, પરંતુ તેની પરવા કર્યા વિના તેણે ભજન ચાલુ રાખ્યું. ત્યાર પછી તેણે પાસે બેઠેલ પિતાની માતાને પૂછ્યું કે “હે માતા! કેઈપણ મનુષ્ય પોતાના પુત્રને આટલા પ્રેમથી ચાહતે હશે?” માતાએ કહ્યું કે “હે પાપી રાક્ષસ! સાંભળ, તારો જન્મ થયે ત્યારે તું દુષ્ટ ગ્રહવાળો જણાયાથી હું તને અશેકવાડીમાં મૂકી આવી હતી. તારા પિતાએ તે જાણ્યું ત્યારે તે પોતે તને ત્યાંથી લાવ્યા અને તારું નામ અશોકચંદ્ર રાખ્યું. ત્યાં કૂકડાએ તારી આંગળી કરડી હતી તેથી આંટણ થતાં તારું નામ કૃણિક પડ્યું. તારી તે આંગળીએ જે આ અને પાકી ત્યારે તને અસહ્ય પીડા થતાં રસીથી ખરડાયેલ તે આંગળી તારા પિતાએ પિતાના મુખમાં રાખતાં તને શાંતિ થઈ આટલું તે તને ચાહતા હતા.” કૃણિકે જ્યારે આ સાંભળ્યું ત્યારે તેને પશ્ચાત્તાપ થયે. તેણે કહ્યું “મેં મારા પિતાને આવો ખરાબ બદલે આપે!” આમ બેલી તે તરતજ પિતાના પિતાની બેડી તેડવા લેઢાને એક ઘણુ લઈ દેડ્યો. દરમિયાન બંદિખાનાના રક્ષકે એ શ્રેણિકને કહ્યું કે “ઘણું અસ્થિર મને કૃણિક પિતાના હાથમાં લેઢાને ઘણુ લઈ આવે છે અને તેને ઈરાદે શું છે તે જાણી શકાતું નથી.” આ સાંભળતાં શ્રેણિકને લાગ્યું કે તે મને બહુજ દુઃખદ રીતે મારી નાંખશે તેથી તેણે તાલપુટ વિષ લીધું અને બેડી તેડવા કૃણિક તેની પાસે આવી પહોંચે તે પહેલાં તેણે પ્રાણત્યાગ કર્યો. કૃણિક પિતાના આ અવસાનની ઘટનાથી ખૂબ દુઃખી થયે અને અધિકારીઓએ સમજાવવા છતાં તેણે સ્નાન કે ભેજન કર્યા નહિ. પિતાના અવસાનનું દુઃખ ભૂલવા તેણે રાજગૃહ છોડી ચંપાને રાજધાની બનાવી.
જેનેએ રજૂ કરેલ કૃણિકના જીવનનો આ પ્રસંગ એમ પુરવાર કરે છે કે તેણે પિતે શ્રેણિકનું ખૂન કર્યું ન હતું તેમજ તેને ભૂખે માર્યો પણ ન હતું, કારણ કે આમાં કોઈપણ
Cf. Rockhill, op. cit., plony Davids (Mrs), opucav, op. cit., pp.
1. Pradhan, op. cit., p. 214. Cf. Rockhill, op. cit., pp. 95 ff. ; Rhys Davids, Dialogues of the Buddha, pt. i., p. 94 ; Raychaudhuri, op. cit., pp. 126-127; Rhys Davids (Mrs), op. cit., pp. 109-110.
2. Cf. Āvaśyaka-Satra, pp. 682-683; Hemacandra, op. cit., pp. 161-164; Tawney, op. cit., pp. 176-178.
૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org