Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૦૮
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ કે તે અશોકે કલિંગ જીતી પિતાની તલવાર મ્યાન કરી ત્યારે અટકે. મહાવમાં આપણે જોઈએ છીએ કે બિંબિસારને પ્રદેશ ૮૦,૦૦૦ ગામે હતા, જ્યાંના મુખીઓ એક મહાન સભામાં મળતા હતા.” - શ્રેણિકના અનુગામી અજાતશત્રુ યા કણિકના સમયમાં બિંબિસારના મગધ સામ્રાજ્યની સત્તા ઉન્નતિના શિખરે હતી. તેણે કેસલને નમા હતો અને કાસીને પિતાના રાજ્યમાં ભેળવી દીધું હતું એટલું જ નહિ પણ, જેને આપણને કહે છે તેમ વૈશાલીના રાજ્યને પણ તેણે મગધ સામ્રાજ્યમાં ઉમેર્યું હતું. કેસલ સાથે થયેલ યુદ્ધના પરિણામે પિતાના પિતાની માફક અજાતશત્રુને પણ કોસલની રાજકન્યા-પ્રસેનજીતની પુત્રી વજિરા મળી હતી અને તે સાથે કાસી પ્રાંતને બીજો ભાગ પહેરામણમાં મળે હતું. આમ તેણે પિતાના પડોશી કેરાલ પર પ્રાધાન્ય મેળવી છેવટે તેને મગધ રાજ્યના એક ભાગ તરીકે જોડી દીધું હતું, કારણ કે ત્યાર બાદ તેને સ્વતંત્ર રાજ્ય તરીકે ઉલ્લેખ મળતું નથી. આના કરતાં મલ્લકિ અને અન્ય મિત્ર રાજ્યો સહિત વૈશાલી પરનો અને તે સાથે કાસી-કેસલના રાજાઓ પર કણિકને વિજ્ય મગધ સામ્રાજ્યના વિસ્તારની દષ્ટિએ નિર્ણયાત્મક અને સંપૂર્ણ હતો.
ડૉ. સ્મિથ કહે છે કે એમ માની શકાય કે વિજેતાએ પર્વતની તળેટી રૂપ કુદરતી હદસુધી પિતાને હાથ લંબાવ્યું હશે અને પરિણામે ગંગા અને હિમાલય વચ્ચેનો સમગ્ર પ્રદેશ ઓછા કે વત્તા અંશે મગધની સીધી સત્તાહેઠળ આવ્યું હશે.”૫ પહેલેથી જ તેને મગધ સામ્રાજ્યના વિસ્તારમાં લિચ્છવિઓ આડખીલી રૂપ લાગ્યા હશે અને તેથી આપણે તેને નિશ્ચય કરતે જોઈએ છીએ કે “હું આ વજીઓ ગમે તેવા બળવાન હોય તો પણ તેમને જડમૂળથી ઉખેડી નાંખીશ, હું તેને મારી નાંખીશ,
1. Raychaudhuri, op. and loc. cil. Cf. Pradhan, op. cit., pp. 213-214.
2. वज्जी विदेहपुत्ते जइत्था, नवमलई नवलेच्छई कासीकोसलगा अद्वारसवि गणरायाणो पराजइत्था ॥ ..- Bhagavali, stal. 300, p. 315. Cf. Avasyaka-Sutra, p. 684; Hemacandra, Trishashți-Salākā, Papua X, v. 290, p. 168; Raychaudhuri, op. cit., pp. 126-127.
3. Cf. Smith, op. cit., p. 37; Raychaudhuri, op. cit., p. 67; Pradhan, op. cit., p. 215.
4. The Bhagavarī tells us that, in the war with Vaisāli, Ajätasatru is said to have made use of Mahāsilākantaka and Raihanusala. The first seems to have been some engine of war of the nature of a catapult which threw big stones. The second was a chariot to which a mace was attached, and which, running about, affected a great execution of men. For a full description of these two wonderful engines of war see Bhagavati, stut. 300, 301, pp. 316, 319. Cf. Hoernle, op. cit., Appendix II, pp. 59-60; Raychaudhuri, op. cit., p. 129; Tawney, Kathakosa, p. 179.
5. Smith, op. and loc. cit. "Kunika-Ajātasatru made protracted war on the confederacy of the Licchivis, the Mallakis and the eighteen Ganarājās of Käsi-Kosala for more than sixteen years, and at last was able to effect their ruin, which it was his firm resolve to do, although his cause was unrighteous.”—Pradhan, op. cit., pp. 215, 216. Cf. Hoernle, op. cit., Appendix I, p. 7.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org