Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૦૪
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
આવેલી હતી. “સોળ મહાજનપદોમાં કાસી સૌથી પ્રથમ પ્રાયઃ ઘણું જ સમૃદ્ધ હતું અને તે બૌદ્ધો અને જૈને પણ સ્વીકારે છે. પાર્શ્વના સમયના જૈન ઈતિહાસ સાથેની તેની મહત્તા આપણે જોઈ ગયા. સાધુ અવસ્થામાં મહાવીર પણ વિહાર કરતા કરતા અહીં આવ્યા હતા. અહીં એમ કહી શકાય કે અંતગડદસાઓમાં વારાણસી નગરના અલખ નામના રાજાને ઉલેખ આવે છે, જે સંઘમાં દાખલ થયે હતો.*
અંતે કાસી–કેસલના કેલનો વિચાર કરતાં આપણને જણાય છે કે કાસીની જેમ આ પણ સોળ વિસ્તૃત અને સમૃદ્ધ રાજ્યમાંનું એક હતું અને જેન તેમજ બૌદ્ધ સાહિત્યમાં તે મળી આવે છે. ભૌગોલિક દૃષ્ટિએ કેસલ એ આજના અધ્યા પ્રાંતને મળતું આવે છે, અને તેના અયોધ્યા, સાકેત અને સાવઠ્ઠી અથવા શ્રાવસ્તી નામનાં ત્રણ મોટાં શહેર હોવાનું જણાય છે, જેમાંનાં બે શહેરે એકજ હોવાનું મનાય છે. આમાંના “કેસલની રાજધાની છે શ્રાવસ્તીમાં મહાવીર એક કરતાં વધારે વખત આવ્યા હતા અને ત્યાં તેમનું સન્માન થયું હતું. “દંતકથા પ્રમાણે શ્રાવસ્તી અથવા ચંદ્રિકાપુરી યા ચંદ્રપુરી જૈનોના ત્રીજા તીર્થંકર સંભવનાથ અને આઠમા તીર્થંકર ચંદ્રપ્રભુની જન્મભૂમિ કહેવાય છે. આજે પણ ત્યાં શોભાનાથનું મંદિર છે જે સંભવનાથનું અપભ્રંશ નામ લાગે છે”૯
જુદા જુદા પ્રમાણેથી આપણે જાણી શકીએ છીએ કે કેસલ અને શિશુનાગ વૈવાહિક સંબંધથી જોડાયેલા હતા. મહાકેસલની પુત્રી કેસલદેવી મહાવીરની મુખ્ય શ્રાવિકા ચલ્લણ સાથે શ્રેણિકની પત્નીઓમાંની એક હતી. ° આ ઉપરાંત કેટલીક બૌદ્ધ દંતકથાઓ આપણને જણાવે છે કે મિગર અથવા મૃગધર મહાસલના પુત્ર સાથ્થીના પ્રસેનજિતને મુખ્ય અમાત્ય હતું અને તે નિર્ચથ સાધુઓને એકનિષ્ઠ ભક્ત હતા. ૧
1. C. Raychaudhuri, op. cit., p. 44. 2. Ibid., pp. 52, 60. 3. Cf. Ävašyaka-Satra, p. 221; Kapa-Sutra, Subodhika-?ikā, p. 106. 4. Barnett, op. cil, p. 96. 5. Raychaudhuri, op. and loc. cit. 6. Ibid, pp. 62-63.
7. Pradhan, op. cit., p. 214. "Sāvatthi is the great ruined city on the south bank of Rapti called Saheth-Maheth, which is situated on the borders of the Gonda and Bahriah districts of the United Provinces."-Raychaudhuri, op. cit., p. 63. C). Dey, op. cit., pp. 189-190.
. મરવું . . . સાવસ્થા . . . . . . વંદે -Awasyaha-Satra, p. 221. Cf. ibid., pp. 204, 214; Kalpa-Satra, Subodhika-? ikā, pp. 103, 105, 106; Barnett, op. cit., p. 93 ; Jacobi, op. cit., p. 264.
9. Dey, op. cit., p. 190. "Srāvasti is the Savatthi or Săvatthipura of the Buddhists and Candrapura or Candrikāpuri of the Jainas."-Ibid., p. 189.
10. CJ. Pradhan, op. cit., p. 213; Raychaudhuri, op. cit., p. 99.
11. Cf. Hoernle, op. cit., Appendix III, pp. 56-57; Rockhill, op. cit., pp. 70-71; Ralston, Schielner's Tibetan Talez, No.VII, p. 110 ; Pradhan, op. cit., p. 215.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org