Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રાજવંશમાં જૈનધર્મ
૧૦૧
પાપમય વ્યાપારથી દૂર રહેતા. જેમકે સૂત્રકૃતાંગ જણાવે છે કે “પ્રાણીમાત્રની દયા માટે ધર્મિણ જ્ઞાત્રિકે પાપમય વ્યાપારને ત્યાગ કરતા હતા તે બીકે વળી ખાસ પિતાને માટે બનાવેલ બિરાક પણ તેઓ લેતા ન હતા. જીવતાં પ્રાણીને દુઃખ થવાના ભયથી દુષ્ટ કામથી તેઓ દૂર રહેતા અને કેઈપણ પ્રાણીને નુકશાન કરતા નહિ, અને એ ખેરાક પણ તેઓ લેતા નહિ. આ આપણા સમુદાયના સાધુઓને આચાર છે.”
ઉવાસગદાસાઓ પરથી આપણે જાણી શકીએ છીએ કે જ્ઞાત્રિકે તેઓની રાજધાની કહ્યાગની બહાર દ્વિપલાસનું ચૈત્ય ધરાવતા હતા. ડૉ. હર્બલે ચૈત્ય શબ્દને અહીં “જૈનમંદિર અથવા પવિત્ર સ્થાન એ અર્થ કરે છે; પણ સામાન્ય રીતે ચૈત્ય શબ્દ પવિત્ર સ્થાન જેમાં ઉદ્યાન, વનસંડ યા વનખંડ, સ્મરણચિહ્ન અને પૂજારીઓનું નિવાસસ્થાન આવી જાય છે એ અર્થમાં વપરાય છે જ્યારે આપણે જાણીએ છીએ કે પાશ્વના અનુયાયી તરીકે જ્ઞાત્રિએ સાલિ કે કુડપુરમાં મહાવીરના તેમના શિષ્ય સાથેના સમય સમયના આગમન માટે ધાર્મિક સ્થાન રાખ્યું હોવું જોઈએ ત્યારે ચૈત્ય શબ્દને આ અર્થ બંધબેસત થાય છે. આ ઉપરાંત સાધુવ્રત લીધા પછી મહાવીર જ્યારે પોતાની માતૃભૂમિમાં પધારતા ત્યારે તેઓ આજ ચૈત્યને ઉપગ કરતા ત્યારે તે અર્થ વધારે નિશ્ચયાત્મક બને છે."
જ્ઞાત્રિકે અને તેમના કુલકિરીટ મહાવીરે પ્રવર્તાવેલા ધર્મ તરફ તેમને બહુમાન માટે આ પૂરતું છે. ડૉ. લ કહે છે કે “તે પણ એ ભૂલવું ન જોઈએ કે જ્ઞાત્રિકોને પૂર્વભારતની પડોશી કેમ સાથે નિકટના સંસર્ગમાં લાવનાર તેમજ આજે પણ લાખ લોકેથી પળાતે ધર્મ પ્રવર્તાવનાર મહાવીર જ હતા. જ્ઞાત્રિકોનું બીજું રત્ન આનંદ હતો જે મહાવીરને એકનિષ્ઠ અનુયાયી હતા. જૈન સૂત્ર ઉવાગદશાઓ જણાવે છે કે તેની પાસે સોનાના ચાર કરોડ નૈયાને ખજાને હતે, વળી ઘણું આવશ્યક બાબતે પર રાજા, મહારાજા, તેમના અધિકારીઓ અને વેપારીઓ તેની સલાહ લેવાનું વ્યાજબી માનતા હતા. તેને શિવનંદા નામે પતિવ્રતા સ્ત્રી હતી.”૬
હવે વજિજએને વિચાર કરતાં જણાય છે કે લિછવિઓ અને તેમની વચ્ચે તફાવત શોધી કાઢ મુશ્કેલ છે. “તેઓ સાલિ સાથે નિકટ સંબંધ ધરાવે છે, જે
1. C. Law (B. C.), pp. cit., p. 122.
2. Jacobi, op. cit., p. 416. Dr. Jacobi makes a note here that the term Jnātriputras is used as the synonym for the Jainas. Cf. ibid.
3. C. Hoernle, p. cit, i, p. 2. 4. Ibid, ii, p. 2, n. 4.
5. Cf. ibid., i., p. 6; ii., p. 9. In the Kalpa-Sutra we do not get the Ceiya named Dupalasa, but the park of the Sandavaņa of the Naya clan.-Kalpa-Satra, Subodhika. Țikā, stut. 115, p. 95. Cf. Jacobi, S.B.E., xxii, p. 257; Hoernle, op. cit., pp. 4-5; Stevenson (Mrs.), op. cit., p. 31.
6, Law (B. C), pp. cit., p. 125. S. Hoernle, op. cil., pp. 7-9,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org