Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રાજવંશમાં જૈનધર્મ ગાળ્યાં તે વિષે કલ્પસૂત્ર કહે છે કે “વૈશાલી અને વાણિજગ્રામમાં બારી” 3. હનલે અને નંદલાલડે આથી એક પગલું આગળ વધે છે અને કહે છે કે વૈશાલીનું પ્રાચીન શહેર કંડપુર અથવા વાણિજગ્રામના નામથી ઓળખાતું હતું, તેમ છતાંય અંતે એ વાત કબૂલ કરે છે કે લિચ્છવિઓની રાજધાની વૈશાલીના તે બન્ને વિભાગો હતા.
આમ એટલું તે ચોક્કસ થાય છે કે કુંડગ્રામ વૈશાલીન મુખ્ય ત્રણ ભાગમાં એક હતુંજેની રાજ્યવ્યવસ્થા ગ્રીક રાજ્યને મળતી આવે છે. આ સમયની નવીન રાજ્યવ્યવસ્થા, સ્વતંત્ર સંસ્થાઓ, રીતરિવાજો, ધાર્મિક વિચારો તેમજ વિધિવિધાને ભારતના સંક્રમણકાળની આપણને ઝાંખી કરાવે છે. વળી આ વખતે પ્રાચીન વૈદિક સંસ્કૃતિ નવીન વિકાસ સાધી રહી હતી અને વિચારણીય પ્રવૃત્તિ, જેમાંથી આ સામાજિક, ધાર્મિક નવીન હિલચાલ જન્મી હતી તેની અસર નીચે અજબ પરિવર્તન કરી રહી હતી.
ડૉ. હર્બલે કહે છે કે “તે એક અલ્પજનસત્તાક રાજ્ય ગણાય. તેની સત્તા ક્ષત્રિય જાતિના મુખ્ય માણસેની બનેલ મંડળીમાં વેષ્ટિત થતી હતી. રાજા નામ ધારણ કરનાર અધિકારી તેના પ્રમુખ કહેવાતા અને તેને અમાત્ય તથા સેનાપતિ સહાયક હતા.”૩ “આવાં પ્રજાસત્તાક રાજ્યમાં વૈશાલીના વજિજ અને કુશિનારા (કુશિનગર) તેમજ પાવાનાં મલ્લિ રાજે મહત્ત્વનાં હતાં. જેમની જેમ વિદેહમાં રાજસત્તા પડી ભાંગવાથી વજિજઓની પ્રજાસત્તા સ્થપાઈ હતી.” * આમ જની રાજસત્તાને બદલે કુંડગ્રામ તથા બીજા સ્થળની ક્ષત્રિય જાતિના પ્રમુખપદે વૈશાલી જેવાં પ્રજાસત્તાક મહારાજે સ્થપાયાં. જે કે દેશના રાજકીય વાતાવરણમાં પ્રસરેલી શૈશુનાગની મહાન સત્તાને વિચાર કરતાં આવાં પ્રજાસત્તાક રાજ્ય અ૫સમયી હતાં.
ઑ કહે છે કે “મની સાર્વભૌમ રાજનીતિની વૃદ્ધિ અને વિકાસ પહેલાના ઉત્તર હિંદમાં વસતી જુદી જુદી આર્યપ્રજામાં પ્રચલિત રાજકીય સંસ્થાઓના પાલી ભાષાનાં બૌદ્ધ શામાં આપેલા નિવેદને ઉપરથી પ્રાચીન પ્રજાસત્તાક રાજનીતિને ઠીક ખ્યાલ
1. Jacobi, op. cil., p. 264.
2. “Vaniyagāma, Skr. Vānijagrāma; another name of the well-known city of Vesāli (Skr. Vaishali), the capital of the Licchavi country. ... In the Kalpa-Sutia. ... it is mentioned separately, but in close connection with Vaišāli. The fact is, that the city commonly called Vesāli occupied a very extended area, which included within its circuit ... besides Vesali proper (now Besarh), several other places. Among the latter were Vaniyagama and Kundagāma or Kundapura. These still exist as villages under the names of Baniya and Basukunda.... Hence the joint city might be called, according to circumstances by any of the names of its constituent parts."-Hoernle, op. cit., ii., pp. 3-4. "Bāniyagāma-Vaiśāli or (Besād) in the district of Mozaffarpur (Tirhut); in fact, Baniyagāma was a portion of the ancient town of Vaisāli ...; Kundagama-it is another name for Vaiśāli (modern Besarh) in the district of Mozaffarpur (Tirhut); in fact, Kundagama (Kundagrāma), now called Basukunda, was a part of the suburb of the ancient town of Vaišali."--Dey, op. cit., pp. 23, 107.
3. Cf. Stevenson (Mrs.), op. cit., p. 22; Raychaudhuri, op. cit., pp. 75-76. 4. Ibid., pp. 2, 116. Cf. Thomas (F. W.), C.H.I, i, p. 491.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org