Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આમાંની સૌથી મોટી રાજકુમારી પ્રભાવતી વીતભય નગરના રાજા ઉદાયનને પરણી હતી, જેને ઉલ્લેખ જૈનસાહિત્યમાં સિંધુસૌવીર દેશના નગર તરીકે કરાયેલ છે. દેશના ક્યા ભાગ માટે આ સાહિત્યિક પ્રદેશને ઉલ્લેખ છે તે સ્પષ્ટ કરી શકાય તેમ નથી, કારણ કે જુદા જુદા પ્રમાણેના આધારે ભારતના ઉત્તર પશ્ચિમ અથવા તે પશ્ચિમના પ્રદેશમાં તે ભાગ ગણાવામાં આવ્યું છે. કનિંગહામ તેને “ખંભાતના અખાતના મથાળે આવેલા ઈડર અથવા બદરી પ્રાંતની સાથે સરખાવે છે.”૨ ડૉ. રાઈસ ડેવીડસ કનિંગહામને ચેડે ઘણે ટેકે આપે છે અને સૌવીરને પોતાના નકશામાં કાઠિયાવાડની ઉત્તરે અને કચ્છના અખાત તરફ મૂકે છે. અબેની તેને મુલતાન અને ઝાલાવાડ કહે છે અને મી ડે આનો સ્વીકાર કરે છે. જ્યારે બીજી તરફ જૈન દંતકથાઓ તે માટે નીચે મુજબ કહે છેઃ શ્રી. અભયદેવસૂરિ ભગવતીસૂત્રની પોતાની ટીકામાં નીચેના શબ્દો વાપરે છેઃ
सिंधुनद्या आसन्नाः सौवीराः-जनपदविशेषाः सिंधुसौवीरास्तेषु...विगता ईतयो भयानि च यतस्तद्वीतिभयं विदéति केचित्.५
ઉત્તરાધ્યયનસત્રમાંથી મી મેયરે ભાષાંતર કરેલી ઉદાયનની કથામાં વીતભય માટે નીચે પ્રમાણે છેઃ “સિંધુ અને સેવરના પ્રદેશમાંના વતભય નગરમાં ઉદાયન નામને રાજા હતે...”૬
“શત્રુંજય મહાસ્ય તેને સિધુ કે સિંધમાં મૂકે છે.”
આ બધાં અનુમાનથી એમ જણાય છે કે તે પ્રદેશ માળવાની ઉત્તર પશ્ચિમ તરફ આવેલ રાજપૂતાના અને સિંધુનદીના પૂર્વ કિનારે આવેલ સિંધના વિભાગને ઘણું ખરું મળતું આવે છે. આ એ વાતથી સાબીત થાય છે કે અવન્તીના રાજા સામે જાહેર કરેલ લડાઈમાં ઉદાયન મારવાડ અને રાજપૂતાનાના રણમાં થઈને ગયા હતા જ્યાં તેનું લશ્કર તરસથી મરવા લાગ્યું હતું
1. સિંધુસોવરેનું ... વીતમ નારે . . . Sાય નામે રાયા . . . તH . . . કમાવતી નામં દેવી. --Bhagavatī, sat. 491, p. 618. C. also Avasyaka-Sutra, p. 676; Hemacandra, op. cit., v. 190, p. 77; વુિૌવીરોડતિ પુરં વીતમયાëયમ્ –Ibid, v. 327, p. 147; Meyer ( J. J.), ob, cit., p. 97.
2. Cunningham, op. cit., p. 569. 3. Rhys Davids, Buddhist India, map facing p. 320. 4. Sachau, Alberuni's India, i., p. 302. Cf. Dey, op. cit., p. 183. 5. Bhagavati, std. 492, pp. 320-321.
6. Meyer (J. J.), op. cit., p. 97. For the story in the Uttaradhyayana see Laxmi-Vallabha's commentary (Dhanapatasimha's edition ), pp. 552-561. _7, C. Dey. op cit., p. 183.
8 કરાતાં ન મઠ પાવાદST મર્તમાન ધ : Avasyaha-Satra, p. 299, C. Meyer (J. J.), ob. cit., p. 109. It may be mentioned here that, according to the Buddhist traditions, Roruka was the capital of Sauvira. Cf. C.H.I., i., p. 173 : Dey, op. cit, p. 170. According to Cunningham, Roruka was " probably Alor, the old city of Sind."- Cunningham, op. cit., p. 700,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org