Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ જૈન દંતકથા તેને ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિની શરુઆતમાં મૂકે છે. તેની પુત્રી ચંદના અથવા ચંદનબાળાએ મહાવીરના કેવલજ્ઞાન પછી તરત જ સ્ત્રી તરીકે સૌથી પહેલાં જૈન દીક્ષા અંગીકાર કરી હતી.”૧ મહાવીરની આ પ્રથમ શિષ્યા વિષે જૈન કથાનક અને બીજા સાહિત્યમાં ઘણું વિવેચન મળે છે. મહાવીરના સમયમાં તે તેમની સ્ત્રીશિષ્યાઓમાં મુખ્ય હતી. તેના જીવન સાથે જોડાયેલ રાજકીય સંબંધ એ છે કે જ્યારે કૌશામ્બિના રાજ શતાનીકે દધિવાહનની રાજધાની ચંપા પર હલ્લે કર્યો ત્યારે ચંદના એક લૂટારાના હાથમાં આવી પડી હતી, પણ તેણે સંઘના નિયમોનું સૂમ પાલન કર્યું હતું.” રાયધરીનું આ અનુમાન જૈન કથાનક પર અવલંબિત છે. ટૂંકમાં ચંદનાની કથા નીચે પ્રમાણે છેઃ રાજા શતાનીક અને તેના પિતા વચ્ચેના યુદ્ધમાં તે દુશ્મનના લશ્કરના કોઈ માણસના હાથમાં પકડાઈ હતી અને કૌશામ્બિના ધનાવહ નામના શ્રેષ્ટિને ત્યાં વેચાઈ હતી. તે તેને ચંદના નામથી બોલાવતે, જ્યારે તેનું મૂળ નામ વસુમતી હતું. થડા સમયમાં બનાવની પત્ની મૂળાને તેની ઈર્ષ્યા થઈ અને તેના વાળ ઉતરાવી ભેંયરામાં તેને પૂરી. આ સ્થિતિમાં એક વખત તેણે મહાવીરને પિતાના ભોજનમાંથી એક ભાગ વહોરા અને અંતે સાધ્વીસંઘમાં તે જોડાઈક
ચેટકની ત્રીજી પુત્રી મૃગાવતીને વિચાર કરતાં પહેલાં જૈન ઐતિહાસિક દષ્ટિએ ચંપાવિષે થોડા શબ્દ અસ્થાને નહિ ગણાય. હાલમાં તે ભાગલપુરના પાડોશમાં છેડે દૂર આવેલું છે અને આપણને તે ચંપાપુરી, ચંપાનગર, માલિની અને ચંપામાલિની આદિનામે પરિચિત છે. જૈન ઇતિહાસમાં તેની ઉપગિતા સ્વયંસિદ્ધ છે કારણ કે આપણે જાણીએ છીએ કે મહાવીરે અંગની રાજધાની ચંપા અને તેના પર પૃષચંપામાં ત્રણ ચોમાસાં ગાળ્યાં હતાં. પછી બારમા તીર્થકર વાસુપૂજ્યની જન્મ અને નિર્વાણ ભૂમિતરીકે તે આપણને જાણીતી છે. વળી ચંદના અને તેના પિતાના મુખ્ય મથક અને જૈન ધર્મના મુખ્ય કેંદ્ર તરીકે તે જૈનોને પરિચિત છે. ત્યાં દિગંબર તેમજ વેતાંબર એ બંને ફિરકાના વાસુપૂજ્ય તેમજ બીજા તીર્થકરેની મુખ્ય મૂર્તિ સહિત
1. Raychaudhuri, op. cit., p. 69. Cf. Dey, op. cit., p. 321.
2. समणस्स भगवओ महावीरस्स अज्जचंदणापामुक्खाओ छत्तीसं अज्जियासाहरसीओ . . . हुत्था --Kalpa-Sutra, Subodhika-?ikā, sūt. 133, p. 123. CJ. Dey, op. and loc. cit.
3. Raychaudhuri, op. and loc. cit., Cf. ibid., p. 84. “Campā was occupied and destroyed by Satānika II., the king of Kausambi, a few years before Bimbisāra's annexation." - Pradhan, op. ci. p. 214.
4. Cf. Kalpa-Sutra, Subodhika- ?ika, sūt. 118, pp. 105-107. Cf. Avašyaka-Sutra, pp. 223-225; Hemacandra, op. cit., pp. 59-62. For further references about Candanā see Barnett, op. cit., pp. 98-100, 102, 106.
5. C. Dey, The Geographical Dictionary of Ancient and Mediacval India, p. 44; Cunningham, op. cit., pp. 546-547, 722-723. Now represented by the village of Champāpur on the Ganges, near Bhagalpur; anciently it was the capital of the country of Anga, corresponding to the modern district of Bhagalpur.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org